________________
સ્તુતિ ગાથાઓ
શબ્દાર્થ :- તુંજ = નાભિ, સંગમ = સંયમ, આરસ = છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ રૂ૫ બાર આરા છે, સમત્ત = સમ્યકત્વ રૂપ જેની, પરિયસ = બાહ્ય પરિધિ છે, "મો = નમસ્કાર હો, અપવિલ્સ = પ્રતિચક્ર રહિત, અદ્વિતીય ચક્ર, અતુલનીય, સર્વિસ = સંઘરૂપ ચક્રનો, સયા = સદાય, સર્વકાળે, ન હોવું = જય હો, સદા સર્વદા જયશીલ થાઓ.
ભાવાર્થ :- સત્તર પ્રકારનો સંયમ એ સંઘ રૂપ ચક્રની નાભિ છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ રૂપ સંઘચક્રના બાર આરા છે. સંઘ રૂપ ચક્રનો ઘેરાવો અર્થાતુ પરિધિ સમ્યકત્વ છે. એવા ચક્રની ઉપમા યુક્ત સંઘને નમસ્કાર હો. જે પ્રતિચક્રથી રહિત છે એટલે અદ્વિતીય, અતુલનીય છે એવા ચક્રરૂપ સંઘનો સદા જય હો.
વિવેચન :
આદિકાળથી અનેક પ્રકારના શસ્ત્રોમાં ચક્રની મુખ્યતા પ્રસિદ્ધ છે. પ્રાચીન યુગમાં શત્રુઓનો નાશ કરનાર સર્વ શ્રેષ્ઠ શસ્ત્ર ચક્ર હતું. ચક્ર વાસુદેવ અને ચક્રવર્તીની પાસે હોય છે. ચક્રથી જ વાસુદેવ પ્રતિવાસુદેવને હણી શકે છે. આ ચક્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ હોય છે. ચક્રવર્તીને દિગ્વિજય વખતે આ ચક્ર માર્ગદર્શક બને છે. ચક્રવર્તી દ્વારા સંપૂર્ણ છ ખંડની સાધના કર્યા સિવાય આ ચક્રરત્ન આયુધશાળ માં પ્રવેશ કરતું નથી કેમ કે એ ચક્ર દેવાધિષ્ઠિત હોય છે, એવા ચક્રરત્નથી અહીં સંઘને ઉપમિત કરેલ છે. તે સંઘચક્ર પણ અલૌકિક આધ્યાત્મિક ગુણોથી સંપન્ન હોય છે. આ સંઘચક્રનો કોઈ પ્રતિદ્વન્દી નથી. તેમજ કોઈપણ વાહનોને તેના ચક્ર જ ગતિશીલ બનાવે છે. તે જ રીતે ચતુર્વિધ શ્રીસંઘ રૂપી ચક્ર સાધકોની સાધનાને ગતિશીલ બનાવવામાં સહાયક બને છે.
સંઘને રથની ઉપમા :
___ भदं सीलपडागूसियस्स, तव-णियम-तुरयजुत्तस्स ।
संघ-रहस्स भगवओ, सज्झाय-सुणदिघोसस्स ॥
શબ્દાર્થ :- સૌર = અઢાર હજાર શીલ ગુણરૂપ, પાલિયરસ = ધ્વજા પતાકાઓ ફરકી રહી છે, તવયમ = તપ, સંયમ અને નિયમ રૂપ, તુરવગુત્તરૂ = અશ્વ જેમાં જોડાયેલા છે, સત્તાય = સ્વાધ્યાય રૂ૫, સુવિઘો = મંગલ ધ્વની જેમાંથી ગુંજી રહ્યો છે, સરસ મજાવો = એવા સંઘ રથ રૂપ ભગવાનનું, મ = સદા કલ્યાણ થાઓ.
ભાવાર્થ :- સંઘ રૂ૫ રથની ઉપર અઢાર હજાર શીલ ગુણરૂપ ઊંચી ધ્વજાઓ ફરકે છે, તેમાં તપ અને સંયમ રૂપ અશ્વ જોડાયેલા છે; વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારના