________________
[ 0 ]
શ્રી નદી સૂત્ર
સંઘને સૂર્યની ઉપમા :
परतित्थिय-गहपह णासगस्स, तवतेय-दित्तलेसस्स । १०
णाणुज्जोयस्स जए, भद्द दमसंघ-सूरस्स ॥ શબ્દાર્થ -પરિસ્થિય પરતીર્થિક, અન્યમત, મિથ્યાત્વરૂપ, પદ = ગ્રહોની પ્રભાને, નાલાસ = નષ્ટ કરનાર, તોય= તપના તેજની, લિનેસલ્સ = દેદીપ્યમાન લેશ્યા-કાંતિવાળા, બાપુનોયસ = જ્ઞાનરૂપ પ્રકાશ ફેલાવનાર, વમય સૂરલ = અજ્ઞાન અંધકારને દૂર કરનાર, ઉપશમ પ્રધાન સૂર્યરૂપી સંઘનું, મ = કલ્યાણ થાઓ. ભાવાર્થ :- અન્ય મતમતાંતર રૂપ ગ્રહ વગેરેની પ્રજાને નિસ્તેજ કરનાર, પોતાના તપ સંયમના તેજથી દેદીપ્યમાન કાંતિવાળા, જ્ઞાનરૂપ પ્રકાશને ફેલાવનાર અને અજ્ઞાન અંધકારને દૂર કરનાર, વિષય કષાયરૂપ અવગુણોને દૂર કરનાર એવા ઉપશમ પ્રધાન સૂર્યરૂપી સંઘનું સદા કલ્યાણ થાઓ.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને સૂર્યની ઉપમા આપી છે. જેમ સૂર્યોદય થતાં જ સર્વ ગ્રહો નિસ્તેજ થાય છે. તેમ સંઘ રૂપ સૂર્યથી એકાંતવાદી દુર્નયનો આશ્રય લેનાર પરવાદીઓની પ્રભા નિસ્તેજ થાય છે. સૂર્ય જેમ દેદીપ્યમાન છે એમ ચતુર્વિધ સંઘ પણ તપ રૂપ તેજથી સદા દેદીપ્યમાન છે. જેમ સૂર્ય પ્રકાશ આપનાર છે, એમ સંઘ પણ જ્ઞાનરૂપ પ્રકાશ આપનાર છે. જેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે તેમ સાધુ-સાધ્વી પ્રમુખ સંઘ પણ અજ્ઞાન અને અવગુણોનો નાશ કરે છે. સંઘને સમુદ્રની ઉપમા :
भदं धिई-वेला-परिगयस्स, सज्झाय-जोग-मगरस्स ।
अक्खोहस्स भगवओ, संघ-समुदस्स रुंदस्स ॥ શબ્દાર્થ :- fધ = ધૃતિ, ધૈર્યરૂપ, વત્તા પરિણય = વેલાથી ઘેરાયેલ છે, તળાવ-નોન = જેમાં સ્વાધ્યાય અને શુભયોગ રૂ૫, HIRટ્સ = મગરથી યુક્ત, મોદસ્ય = પરીષહ અને ઉપસર્ગોથી અક્ષુબ્ધ, સવજ્ઞ= સર્વ પ્રકારના ઐશ્વર્યથી યુક્ત અર્થાત્ વિશાળ, સંયમુદ્દસ = એવા સમુદ્રરૂપી સંઘ, માવો = ભગવાનનો સદા જય થાઓ. ભાવાર્થ :- જે ધૃતિ અર્થાત્ મૂળ ગુણ અને ઉત્તર ગુણથી વૃદ્ધિ પામતાં આત્મિક પરિણામ રૂપ જળ રાશિની વેલાથી પરિવ્યાપ્ત છે, સ્વાધ્યાય અને શુભ યોગરૂપ મગરમચ્છથી યુક્ત છે, પરીષહ અને ઉપસર્ગ આવવા છતાં ક્ષુબ્ધ ન થતાં નિષ્કપ અને નિશ્ચલ રહે છે અને જે કર્મવિદારણમાં મહાશક્તિશાળી છે. એવા ઐશ્વર્યયુક્ત વિશાળ સમુદ્રરૂપી સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ.
११
म