________________
છ પુસ્તક પ્રગટ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો અને ત્યાર બાદ આ નંદી સૂત્રના વિવેચન સાથે ગુજરાતી અનુવાદ લખવાનો સુયોગ સાંપડેલ છે તે બદલ હું ગુસ્વર્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આ અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત થયેલ નંદીસૂત્રનો આધાર લીધેલ છે. જેમાં મુખ્યત્વે વ્યાવરથી પ્રકાશિત પૂજ્ય યુવાચાર્યશ્રી મધુકરમુનિજીના અને લુધિયાણાથી પ્રકાશિત આચાર્ય આત્મારામજી મ.સા. ના નંદીસૂત્રનો મેં ઉપયોગ કર્યો છે. માટે તે સંપાદકો અને પ્રકાશકોનો પણ હું હૃદયથી આભાર માનું છું. આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિને આગમ પ્રત્યે અનહદ પ્રીતિ છે. આગમનું તેઓએ અંગે અંગમાં આરોપણ કર્યું છે. રાત દિવસની પરવા કર્યા વગર આગમને પોતાનો પ્રાણ સમજી બુદ્ધિચાતુર્યથી આગમને અવનવો ઓપ આપી રહ્યા છે. જેના મન મસ્તિકમાં આગમ સિવાય કોઈ વાત જ નથી. પ્રાણ પરિવારની પ્રખ્યાતિમાં જેનો ફાળો મહદ્અંશે છે.
ત્રિલોકમુનિની એક જ ભાવના છે કે આગમનું અવલોકન કરવું. આગમનું અવલોકન કરવાથી સહેજે સ્વાધ્યાય થઈ જાય."ા વટ્ટમાણસ રવ રવો નથ વેરા" સ્વાધ્યાયથી ક્ષણે ક્ષણે વિરાગભાવ પ્રગટે છે, તેમને નામની પ્રસિદ્ધિની પરવા નથી, શાસનની સેવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે. મારા આ નંદી સૂત્રને સુધારીને ખૂબ જ સુંદર બનાવી આપ્યું તે બદલ હું તેમની ઋણી . મારા તેઓશ્રીને લાખ લાખ વંદન હો.
આગમના સંપાદન કાર્યમાં ગુપ્રાણના પ્રિય શિષ્યા મારી નાની ગુરુભગિની, ભાવયોગિની સાધ્વી લીલમ શાસ્ત્રનાં સેન્ટને ચઉદિશામાં ફેલાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહી છે. આગમનું અવગાહન કરવું ઘણું જ કઠિન છે છતાં ગુરુકૃપાના બળે જે કાર્ય તેણે હાથ ધર્યું છે તે આગમનું અવલોકન કરતાં કરતાં આત્માનું અવલોકન કરી પરમ સુખને પ્રાપ્ત કરે એવા મારા અંતરના તેને આશીવૉદ છે.
આ કાર્યમાં મારા શિષ્યા સાધ્વી યશોમતિબાઈ, સાધ્વી પ્રજ્ઞાબાઈ, સાધ્વી શૈલાબાઈ અને સાધ્વી વિરલબાઈનો મને સમયે સમયે સુયોગ સાંપડ્યો છે તેઓનો ફાળો પ્રસંશનીય છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માધ્યમે આગમોના આ પ્રકાશન કાર્યને યોજનાબદ્ધ
0
50