________________
પૂ. ગુરુદેવે એક મહિનો ત્યાં રહીને અમને પોતાની લાક્ષણિક, છટાદાર અને આકર્ષક શૈલીથી નંદીસૂત્રની વાચણીની ચાસણી પીરસી હતી. એ ચાસણીનો સ્વાદ હજુ મારા જીવનથી દૂર થયો નથી. વાણી સાંભળતાં મારા મનમાં થતું હતું કે નંદી સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચનરૂપ લેખન કાર્યની સુભગ પળ મને ક્યારે પ્રાપ્ત થાય?
મારા અંતરના ઊંડાણમાં વર્ષોથી જે ધરબાયેલું, પ્રાણમાં પુરાયેલું, સ્મરણોમાં સચવાયેલું, ભાવનારૂપી બીજ પડ્યું હતું તે ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મ શતાબ્દીના અમૂલ્ય અવસરે ઉગી નીકળ્યું. જેમ સ્વીચ બોર્ડ સુધી વિદ્યુત પ્રવાહ છે જ પરંતુ સ્વીચ ઓન થયા પહેલાં બલ્બ, ટ્યૂબલાઈટ ઝળહળી ઉઠતી નથી, તેમ આગમ સંપાદનનું ઉપાદાન મોજૂદ હોવા છતાં તે નિમિત્ત સિવાય ફળીભૂત થતું નથી.
પુણ્યયોગે રાજકોટ રોયલપાર્કમાં વિ. સં. ૨૦૫૩ માં પૂજ્ય તપસ્વી ગુરુદેવની પાવન નિશ્રામાં સમ્મિલિત વિશાળ સાધુ-સાધ્વીજીઓનું ચાતુર્માસ થયું. સ્વ. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દીની ઉજવણીના દિવસે સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય શ્રી પ્રાણગુરુની સ્મૃતિરૂપે ગુજરાતી વિવેચન સાથે આગમ પ્રકાશન કાર્યનો પાકો નિર્ણય થયો. એ ચાતુર્માસમાં જ આસો સુદી ૧૦ "વિજયાદશમી"ના વિજય મુહૂર્ત તપસમ્રાટ પૂ. ગુર્દેવની શુભ નિશ્રામાં આ પ્રકાશન કાર્ય ચાલુ કરવામાં આવ્યું. તેનું સંશોધન સંપાદનનું સમસ્ત કાર્ય પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજીએ સહર્ષ સ્વીકાર્યું. પૂ. તપસમ્રાટ ગુરુદેવ આગમ પ્રકાશિત કાર્યને નિહાળી ન શક્યા એનું અમને અપાર દુઃખ છે છતાં તેઓશ્રી સ્વર્ગમાંથી અંતરના આશીર્વાદ વરસાવતા હશે, તેવો અમને પૂર્ણ વિશ્વાસ છે. તેના ફળ સ્વરૂપે તેઓની પ્રથમ માસિક પુણ્યતિથિના દિવસે જ પ્રથમ પ્રકાશિત આગમ ઉપાસકદશાંગ સૂત્રનું વિમોચન થયું.પછી એક વર્ષના ગાળામાં સુંદર સાજ સજી ગુજરાતી વિવેચન સાથે આ છઠ્ઠો આગમગ્રંથ જિજ્ઞાસુઓને માટે ઉપલબ્ધ થઈ રહ્યો છે. આભાર સ્વીકાર :
પૂજ્ય વંદનીય પંડિતરત્ન ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. તથા મંગલ માર્ગના પ્રણેતા પૂજનીય ગુરુણીમૈયા મોતીબાઈ મ.ના આશીર્વાદના અભિષેકે મને મારા જુદા જુદા ચાતુર્માસના પ્રવચનના