________________
રીતે પ્રચાર-પ્રસાર કરી સફળ સંકલન કરનાર શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચન્દ્રકાંતભાઈ શેઠ પણ ધન્યવાદના પાત્ર છે. તેમના માર્ગદર્શન હેઠળ આગમ પુસ્તકોનું સ્વચ્છ મુદ્રણ, સુંદર સજાવટ અને મજબૂત બાઈનિંગ વગેરે જોતાં જ માણસોનાં હૃદયમાં આગમ શાસ્ત્રો પ્રતિ સન્માન જાગે છે. તેમનું આ આગમ કાર્યમાં ઘણું જ મહત્વનું યોગદાન છે, જે વખાણવા લાયક છે.
મારી નાનીસી પ્રેરણાને મહાન ઉદાર દિલે સ્વીકાર કરી આ નંદી સૂત્રમાં મુખ્ય દાતા તરીકે શ્રુતસેવાનો લાભ લેનાર મુરબ્બી સુશ્રાવક શ્રી લલિતભાઈ રામજીયાણી અને સમસ્ત રામજીયાણી પરિવારને આ તકે સાધુવાદ આપું છું.
એક રજકણ મેરુને જન્મ આપી શકે છે, એક જલકણ સમુદ્રનું ઉદ્ગમ સ્થાન બની શકે છે, એક અન્નકણ વિરાટ ધાન્યને પેદા કરી શકે છે, એક શીતકણ હિમાલયને પ્રગટ કરી શકે છે એમ નંદીસૂત્રનો એક જ શબ્દ જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપને સમાવી શકે છે.
મારા ક્ષયોપશમ પ્રમાણે આ ગ્રંથના લેખન તેમજ સંપાદન કાર્યમાં પૂરું ધ્યાન આપવા છતાં ત્રુટિઓ રહી જવા પામી હોય તો વીતરાગ દેવની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્. વાચકવીરોને ભૂલચૂક સુધારીને વાંચવા માટે વિજ્ઞપ્તિ કરું છું. આ નંદી સૂત્ર વાચકવર્ગને ઉપયોગી થાય એ જ મનની મુરાદ.
અસાર સંસારમાં સમજાવ્યો આપે સંયમનો સાર, દીક્ષાનું શ્રેષ્ઠ દાન આપી તોડાવ્યો તૃષ્ણાનો તાર, નંદી સૂત્રના આલેખનમાં આપની કૃપા મળી અપાર, મમ તારક મોતી ગુણીના ચરણમાં વંદન હો હજાર.
પૂ.મોતી ગુરુણીના શિશુ સાધ્વી પ્રાણકુંવર
51