________________
સંક્ષેપમાં નંદી સૂત્રમાં આ જ વિષયો છે. વસ્તુતઃ નંદી સૂત્રનો મુખ્ય વિષય પાંચ જ્ઞાન જ છે. આગમિક પદ્ધતિથી આ એક પ્રમાણનું જ નિરૂપણ છે. જૈન દર્શન "જ્ઞાનં પ્રમાણન" જ્ઞાનને પ્રમાણ માને છે. તેનું વિષય વિભાજન તથા પ્રતિપાદન બે પદ્ધતિઓથી કરેલ છે– આગમિક પદ્ધતિ અને તર્કપદ્ધતિ. નદી સૂત્રમાં, આવશ્યક નિર્યુક્તિમાં અને વિશેષાવશ્યક ભાષ્યમાં જ્ઞાન વિષે અત્યંત વિસ્તારથી વર્ણન કરેલ છે. નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ, નંદી સૂત્રકાર દેવવાચક અને ભાષ્યકાર જિનભદ્ર ક્ષમાશ્રમણ આગમિક પરંપરાના પ્રસિદ્ધ અને સમર્થ આચાર્ય હતા.
વર્તમાન પરંપરામાં નંદીસૂત્રની પરિગણના બે પ્રકારે કરી છે– મૂળ સૂત્રોમાં તથા ચૂલિકા સૂત્રોમાં. સ્થાનકવાસી પરંપરાની માન્યતાનુસાર મૂળ સૂત્ર ચાર છેઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી અને અનુયોગદ્વાર. આ ચારે ય સૂત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં મૂળભૂત એટલે પાયાની ઈટ સમાન છે. નંદી અને અનયોગ જ્ઞાનારાધનામાં મૌલિક છે. ઉત્તરાધ્યયન દર્શનારાધનાની મૌલિકતા કરનાર છે અને દશવૈકાલિક સૂત્ર ચારિત્રારાધનામાં પાયારૂપ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા પ્રમાણે નંદી સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્રોને ચૂલિકા સૂત્ર તરીકે સ્વીકારેલ છે. ચૂલિકા એટલે શિરસ્થ, શિખરસ્થ અને મૂળ એટલે મૌલિક એમ અર્થ કરાય તો બંને શબ્દોનું મહત્ત્વ સમાન થઈ જાય છે. એમ તો ચારે ય મૂળ સૂત્રોની રચના અત્યંત સુંદર અને વ્યવસ્થિત છે. ભાવ, ભાષા અને શૈલીની દષ્ટિએ પણ ચારે ય સૂત્રોનું આગમોમાં અતિ ગૌરવપૂર્ણ સ્થાન છે. વ્યાખ્યા-સાહિત્ય સંસ્કૃત પ્રાકૃતમાં -
આગમના ગંભીર ભાવોને સમજવા માટે આચાર્યોએ સમય સમય પર જે વ્યાખ્યાગ્રંથ લખેલ છે. તે છે– નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા. નંદી સૂત્ર પર નિર્યુક્તિ તેમજ ભાષ્ય બન્નેમાંથી એક પણ નથી. ચૂર્ણિ તેમજ અનેક સંસ્કૃત ટીકાઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે. ચૂર્ણિ બહુ વિસ્તૃત નથી. આચાર્ય હરિભદ્રકૃત સંસ્કૃત ટીકા પણ તે ચૂર્ણિ નું જ અનુગમન કરે છે. આચાર્ય મલયગિરિકત નંદી ટીકા અત્યંત મહત્વપૂર્ણ છે. ગંભીર ભાવોને સમજવા માટે આનાથી સુંદર અન્ય કોઈ વ્યાખ્યા નથી. આ વ્યાખ્યા સંસ્કૃતમાં છે.
46