________________
ટીકાકારોએ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રોતાઓના સમૂહને સભા કહેવાય છે. સભા કેટલા પ્રકારની હોય છે ? આ પ્રશ્નનો વિચાર કરીને સૂત્રકાર કહે છે કે– સભા ત્રણ પ્રકારની હોય છે– જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુર્વેદશા. જેમ હંસ પાણીને છોડીને દૂધ પી જાય છે એમ ગુણસંપન્ન પુરુષ દોષોને છોડીને ગુણોને ગ્રહણ કરી લે છે. એવા પ્રકારના પુરુષોની સભાને જ્ઞાયિકા—પરિષદ કહેવાય છે.
જે શ્રોતા મૃગ, સિંહ અને કુકડાના બચ્ચા સમાન પ્રકૃતિથી સરળ છે તેને સંસ્કાર રહિત રત્નની સમાન કોઈ પણ રૂપે સ્થાપિત કરી શકાય છે અને કોઈ પણ માર્ગમાં પ્રેરી શકાય છે, તે અજ્ઞાયિક પરિષદ છે. આવા શ્રોતાઓની સભાને અજ્ઞાયિકા સભા કહેવાય છે.
જેવી રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈ પણ વિષયમાં વિદ્વાન ન હોય પણ અનાદરના ભયથી કોઈ વિદ્વાનને કાંઈ પૂછે નહીં પરંતુ કેવળ વાતપૂર્ણવસ્તિ એટલે વાયુથી ભરેલી મશક સમાન લોકો વડે પોતાના પાંડિત્યની પ્રશંસા સાંભળીને ફૂલાય, એ જ રીતે જે લોકો પોતાથી અધિક કોઈ પણને ન સ્વીકારે, તેની સભાને દુર્વેદશસભા (મુશ્કેલીથી સમજે કે ન સમજે એવી) કહેવાય છે.
ન
જ્ઞાન :
આટલી ભૂમિકા બાંધ્યા પછી સૂત્રકાર પોતાના મૂળ વિષય પર આવે છે. તે વિષય છે જ્ઞાન.
જ્ઞાનના પાંચ પ્રકાર છે– (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આ જ્ઞાન સંક્ષેપમાં બે પ્રકારે છે– પ્રત્યક્ષ અને પરોક્ષ.
પ્રત્યક્ષના પણ બે ભેદ છે– (૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) નોઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે– (૧) શ્રોત્રંદ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિન્દ્રિય પ્રત્યક્ષ અને (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મનઃપર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન
પ્રત્યક્ષ.
45