________________
ત્યાર બાદ તેના બીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષમાં ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિયપ્રત્યક્ષ આ બે ભેદ કર્યા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં પાંચ ભેદ કર્યા છે. તેમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયો વડે થનાર જ્ઞાનનો સમાવેશ થાય છે. આ જ્ઞાનને જૈન ન્યાય શાસ્ત્રોમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેલ છે. નોઈન્દ્રિય પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનો સમાવેશ કરેલ છે.
પરોક્ષજ્ઞાન બે પ્રકારનું છે– આભિનિબોધિક અને શ્રુત. આભિનિબોધિકને મતિ પણ કહેવાય છે. આભિનિબોધિકના ભૃતનિશ્રિત અથવા અશ્રુતનિશ્ચિત રૂપે બે ભેદ છે. શ્રુતજ્ઞાનના અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી, સમ્યક, મિથ્યા, સાદિ, અનાદિ, સાવસાન, નિરવસાન, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ રૂપે ચૌદ ભેદ છે.
નંદી સૂત્રની રચના ગદ્ય અને પદ્ય બન્નેમાં છે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૭૦૦ શ્લોક પ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે અવધિજ્ઞાનના વિષય, સંસ્થાન, ભેદ આદિ પર પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ મા પદમાં પ્રકાશ પાડેલ છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) આદિ સૂત્રોમાં વિવિધ પ્રકારના અજ્ઞાનનો ઉલ્લેખ મળે છે. આ રીતે મતિજ્ઞાનનું પણ ભગવતી આદિ સૂત્રોમાં વર્ણન મળે છે. દ્વાદશાંગી શ્રુતનો પરિચય સમવાયાંગ સૂત્રમાં પણ આપેલ છે. આ પણ નંદીસૂત્રની એક વિશેષતા છે કે તેમાં વર્ણિત વિષય બીજા સૂત્રોમાં પણ મળે છે.
'મંગલાચરણ
સર્વ પ્રથમ સૂત્રકારે ધર્મજગત પિતામહ આદિનાથ ભગવાનને, ત્યાર બાદ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે. પછી જૈન સંઘ, ચોવીસ જિનેશ્વર, અગિયાર ગણધર, જિન પ્રવચન તેમજ સુધર્મ આદિ સ્થવિરોને સ્તુતિપૂર્વક પ્રણામ કર્યા છે.
આ મંગલ પ્રસંગે પ્રસ્તુત સૂત્રમાં આચાર્યે કાલિકશ્રુતના અનુયોગને ધારણ કરનાર જે સ્થવિરોની સ્તુતિ, વંદના, ગુણકીર્તન કરેલ છે તે કલ્પસૂત્રીય સ્થવિરાવલિથી કંઈક ભિન્ન છે.
મંગલાચરણના રૂપે અર્પત આદિની સ્તુતિ કર્યા પછી સૂત્રકારે સૂત્રનો અર્થ ગ્રહણ કરવાની યોગ્યતા રાખનારા શ્રોતાઓનું ચૌદદષ્ટાંતોથી વર્ણન કર્યું છે. આદષ્ટાંતોનું
44