________________
હિંદી ગુજરાતી સંકરણો :
આગમોનું પૂર્ણતઃ હિંદી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આગમના વિદ્વાન આદરણીય મુનિશ્રી અમુલખઋષિએ કરાવ્યું છે. ત્યારની પરિસ્થિતિ પ્રમાણે તેઓશ્રીનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ત્યાર પછી શાસ્ત્રાચાર્ય શ્રી પ. પૂ. ઘાસીલાલજી મ. એ સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિંદી અને ગુજરાતી ભાષામાં ૩ર આગમોનું પ્રકાશન કરાવ્યું તેમજ જૈન શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પૂ. આત્મારામજી મ. સા. એ કેટલાક આગમોની સંસ્કૃત છાયા વ્યાખ્યા સહ હિંદી અનુવાદનું મહાન કાર્ય કર્યું, જે ખરેખર અત્યંત ઉપયોગી છે. આ સિવાય જૈન શ્વેતાંબર તેરાપંથ મુનિજનોનું આગમ પ્રકાશનનું કાર્ય ગતિશીલ છે. મૂળપાઠ વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિ મ. સા. એ અત્યંત સંક્ષિપ્ત નહીં અને અત્યંત વિસ્તૃત પણ નહીં, હિંદી વિવેચન સહ આગમ બત્રીસીને સમાજ સમક્ષ પ્રગટ કરીને મહાન ગ્રુત સેવાનું કાર્ય કર્યું છે. જે સ્થાનકવાસી સમાજની નહીં સમસ્ત શ્વેતાંબર જૈન સમાજની અમૂલ્યનિધિ છે.
ઘાટકોપર મુકામે શ્રમણી વિદ્યાપીઠમાં આગમ અભ્યાસાર્થે પૂ. તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની આજ્ઞાથી અમે ર૫ મહાસતીજીઓએ અને ૨૫ વૈરાગી બહેનોએ સૌરાષ્ટ્રથી વિહાર કરીને પાંચ વર્ષ વિદ્યાપીઠમાં સ્થિરતા કરી. ત્યાં પંડિત ભારિલ્લજી, પંડિત રોશનલાલજી, પંડિત નરેન્દ્ર ઝા અને પ્રીન્સીપાલ આચાર્યા યશોદાબેન પટેલ દ્વારા માગધી, પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ન્યાય, ઈગ્લીશ વગેરે અભ્યાસ કર્યો. તે સમયે અમે પ્રાણ પરિવારના સાધ્વીજીઓએ ૧૫ થી ૧૭ આગમોનું મૂળપાઠ અને ગુજરાતીમાં ભાવાર્થ રૂપે પ્રકાશન કરાવેલ. તેમાં મેં સૂત્રકૃતાંગ સૂત્રનું પ્રકાશન કર્યું હતું.
આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે તે સામાન્ય, પ્રૌઢ અને વૃદ્ધજનોને ઉપયોગી થાય એમ છે તેનું ગુજરાતી ભાષાંતર નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થશે.
શ્રમણ સંઘીય આગમજ્ઞાતા પ. ૨. શ્રી કચૈયાલાલજી મ. સા. કમલએ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે સાત ભાગોમાં બત્રીસ
47