________________
બોધ સરળ ભાષામાં પ્રકાશિત થયા. તેથી આજે પહેલાં કરતાં કંઈક અધિક આગમસ્વાધ્યાયની પ્રવૃત્તિ થઈ રહી છે. જનતામાં આગમો પ્રત્યેનું આકર્ષણ તથા ચિ જાગૃત થઈ રહ્યા છે. આ રુચિ જાગરણમાં અનેક વિદેશી આગમજ્ઞ વિદ્વાનો તથા ભારતીય જૈનેતર વિદ્વાનોની આગમ શ્રુત સેવાનો પણ પ્રભાવ છે. તેથી આપણે વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. જે કંઈ પણ આજે ઉપલબ્ધ શાસ્ત્રો છે તેમાં જ શ્રદ્ધાથી સંતોષ માની આત્મ વિકાસ કરવાનો છે. એ જ શ્રેય છે. શ્રદ્ધાનું સૂત્ર આ પ્રકારે છે– "તમેવ સળં નવા = નિહિં પડ્યું " - [ આચારાંગ સૂત્ર] વ્યાખ્યાસાહિત્ય અને વ્યાખ્યાકારો :
આગમો પર વ્યાખ્યા સાહિત્ય પણ ઘણું લખાયું છે. જૈનદર્શન-તત્ત્વના ગંભીરથી ગંભીર વિચારો પણ આગમ સાહિત્યનાં આ વ્યાખ્યાત્મક સાહિત્યમાં ઉપલબ્ધ છે. આગમોની વ્યાખ્યા તથા ટીકા બે ભાષામાં થઈ છે, પ્રાકૃત અને સંસ્કૃત, પ્રાકૃત ટીકા-નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના નામથી ઉપલબ્ધ છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યમય છે અને ચૂર્ણિ ગદ્યમય છે. ઉપલબ્ધ નિર્યુક્તિઓના અધિકાંશ ભાગ ભદ્રબાહુ દ્વિતીયની રચના છે. તેનો સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દી છે. નિર્યક્તિઓમાં ભદ્રબાહુએ અનેક સ્થળો પર તેમજ અનેક પ્રસંગો પર દાર્શનિક તત્ત્વોની ચર્ચાઓ બહુ સુંદર ઢંગથી કરેલ છે. વિશેષ કરીને બૌદ્ધો અને ચાર્વાકોના વિષયમાં ખંડનના રૂપમાં જ્યાં ક્યાંય પણ અવસર મળતાં જ તેઓએ લેખનકાર્ય કર્યું છે. નિર્યુક્તિઓમાં આત્માનું અસ્તિત્વ તેઓએ સિદ્ધ કર્યું છે. જ્ઞાનનું સૂક્ષ્મતમ નિરૂપણ તથા અહિંસાનું તાત્વિક વિવેચન તેઓએ કર્યું છે. શબ્દનો અર્થ કરવાની પદ્ધતિમાં તો તેઓ નિષ્ણાત હતા. પ્રમાણ નય અને નિક્ષેપના વિષયમાં પણ લખીને તેઓએ જૈનદર્શનની ભૂમિકા પાકી કરી છે.
કોઈ પણ વિષયની ચર્ચાને પોતાના સમય સુધીના પૂર્ણ રૂપમાં જોવી હોય તો ભાષ્યનું વાંચન કરવું જોઈએ. ભાષ્યકારોમાં પ્રસિદ્ધ આચાર્ય સંઘદાસ ગણિ અને આચાર્ય ક્ષમાશ્રમણ જિનભદ્ર છે. તેનો સમય સાતમી શતાબ્દી છે. જિનભદ્ર ગણિએ "વિશેષાવશ્યક ભાષ્ય" માં આગમિક પદાર્થોનું તર્કસંગત વિવેચન કર્યું છે. પ્રમાણ, નય અને નિક્ષેપની સંપૂર્ણ ચર્ચા તો તેઓએ કરી જ છે, તેનાથી અતિરિક્ત તત્ત્વોનું પણ તાત્વિક અને યુક્તિસંગત વિવેચન તેઓશ્રીએ કર્યું છે. એમ કહેવાય છે કે દાર્શનિક ચર્ચાનો કોઈ એવો વિષય નથી કે જેના પર આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે પોતાની
39