________________
લાગ્યું. મહાસરોવરનું પાણી જાણે સુકાતાં સુકાતાં માત્ર ગોષ્પદ જેટલું રહી ગયું. મુમુક્ષુ શ્રમણો માટે આ વિષય ચિંતાજનક બની ગયો. તેઓ શ્રુતજ્ઞાનના ભંડારને સુરક્ષિત રાખવા માટે તત્પર બન્યા. મહાન શ્રુતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી લુપ્ત થતાં આગમ જ્ઞાનને સુરક્ષિત તેમજ સંગ્રહિત રાખવાનું આહ્વાન કર્યું. સર્વસમ્મતિથી આગમને લિપિબદ્ધ કર્યા. જિનવાણીને પુસ્તકારૂઢ કરવા માટે આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ વર્તમાનની સમગ્ર જ્ઞાનપિપાસુ પ્રજા માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થઈ રહેલ છે. સંસ્કૃતિ, દર્શન, ધર્મ અને આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખવા માટેનો આ ઉપક્રમ વીર નિર્વાણના ૯૮૦ થી ૯૯૩ વર્ષની વચ્ચે પ્રાચીન નગરી વલ્લભીપર (સૌરાષ્ટ)માં આચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વમાં સંપન્ન થયો. જૈન આગમની આ બીજી અને અંતિમ વાચના હતી પરંતુ લિપિબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ હતો. વર્તમાનમાં પ્રાપ્ત જૈન સૂત્રોનું અંતિમ સ્વરૂપ આ વાચનામાં સંપન્ન થયું હતું.
પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળ રૂપે સુરક્ષિત બની ગયું. પરંતુ કાળ-દોષ, શ્રમણ સંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિની દુર્બળતા, પ્રમાદ તેમજ ભારત ભૂમિ પર થતાં બહારનાં આક્રમણોનાં કારણે વિપુલ જ્ઞાનભંડારોનોવિધ્વંસ આદિ અનેક કારણોથી આગમ જ્ઞાનની વિપુલ સંપત્તિ ધીરે ધીરે પુનઃ ક્ષણ અને વિલુપ્ત થવા લાગી. આગમોના અનેક મહત્વપૂર્ણ પદ, સંદર્ભ તેમજ તેના ગૂઢાર્થનું જ્ઞાન, છિન્ન વિચ્છિન્ન થવા લાગ્યું. પરિપક્વ ભાષા જ્ઞાનના અભાવમાં, જે આગમ હાથથી લખવામાં આવતા હતા તે પણ પૂર્ણ શુદ્ધ લખવામાં આવતા ન હતા. તેનું સમ્યક અર્થજ્ઞાન દેનારા પણ વિરલ જ રહ્યા. આ રીતે અનેક કારણોથી આગમની પાવન ધારા સંકુચિત થતી રહી.
વિક્રમની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે આ દિશામાં ક્રાંતિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવા માટે એક સાહસિક ઉપક્રમ ફરી ચાલુ કર્યો, પરંતુ થોડા કાળ પછી તેમાં પણ સાંપ્રદાયિક–વિદ્વેષ અને સૈદ્ધાંતિક વિગ્રહ વગેરે વ્યવધાનો ઉપસ્થિત થઈ ગયા. આગમ અભ્યાસીઓને શુદ્ધ પ્રતો મળવી પણ દુર્લભ થઈ ગઈ. ઓગણીસમી શતાબ્દીનાં પ્રથમ ચરણમાં જ્યારે આગમ મુદ્રણની પરંપરા ચાલી ત્યારથી પાઠકોને કંઈક સુવિધા પ્રાપ્ત થઈ. ધીરે ધીરે વિદ્વાનોના પ્રયાસોથી આગમોના પ્રાચીન વ્યાખ્યાગ્રંથ, નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ વગેરે પ્રકાશમાં આવ્યાં અને તેના આધાર પર આગમોના સ્પષ્ટ સુગમ ભાવ
-
38