________________
અનુવાદિકાની કલમે
- શાસનરત્ના પૂ. બા. બ્ર. પ્રાણકુંવરબાઈ મ.
અરિહંતની વાણીને અથવા જિનેશ્વરના ઉપદેશને આગમ કહેવાય છે. મહાવીર દેવની વાણી આગમ છે. જિનેશ્વરની વાણીમાં અથવા ઉપદેશમાં જેને વિશ્વાસ છે તે જૈન છે. રાગ અને દ્વેષના વિજેતાને જિન કહેવાય છે. ભગવાન મહાવીરે રાગ અને દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. માટે તે જિન હતા, તીર્થકર પણ હતા. તીર્થકરની વાણીને જૈન પરંપરામાં આગમ કહેવાય છે. ભગવાન મહાવીરે પોતાનો ઉપદેશ તે યુગના જન સમૂહની ભાષામાં અર્થાત્ જન–બોલીમાં આપ્યો હતો. જે ભાષામાં ભગવાન મહાવીરે પોતાના વિચારો, પોતાના આચારો વ્યક્ત કર્યા હતા તે ભાષાને ઔપપાતિક સૂત્રમાં અર્ધમાગધી ભાષા કહેલ છે. આગમ ભગવતી સૂત્રમાં અર્ધમાગધી ભાષાને દેવવાણી પણ કહેવાયેલ છે અર્થાત્ દેવ ગતિના દેવતા બધા પરસ્પર અર્ધમાગધી ભાષા બોલે છે.
જૈન સાહિત્ય બહુ વિશાળ છે. વર્તમાને ઉપલબ્ધ જૈન સાહિત્ય અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત અપભ્રંશ, ગુજરાતી, હિન્દી, તામિલ, કન્નડ, મરાઠી અને અન્ય પ્રાંતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમ વિરાટ જૈન સાહિત્ય અત્યાર સુધીમાં લખાયેલું છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી અર્થાત્ વિક્રમ સંવત પૂર્વ ૪૭૦ થી પ્રારંભ કરીને એક હજાર વર્ષ સુધી આગમ યુગ કહેવાય છે. કોઈને કોઈ રૂપમાં આગમયુગની પરંપરા વર્તમાન યુગમાં પણ ચાલી રહી છે.
જ્યારે લખવાની પરંપરા ન હતી, લખવાના સાધનો પણ અલ્પતમ હતાં ત્યારે આગમો, શાસ્ત્રોને સ્મૃતિના આધાર પર અથવા ગુરુપરંપરા મુજબ કંઠસ્થ કરીને, પરસ્પર શ્રવણ કરીને સુરક્ષિત રખાતાં હતાં. સંભવ છે કે એટલે જ આગમને શ્રુતજ્ઞાન કહ્યું છે, અને શ્રુતિ/સ્મૃતિ જેવા સાર્થક શબ્દોનો વ્યવહાર પણ થયો છે. ભગવાન મહાવીરના પરિનિર્વાણના એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ/શ્રુતિ પરંપરા પર આધારિત રહ્યું. પછી સ્મૃતિ દુર્બલ્ય થવાના કારણે ધીરે ધીરે આગમ જ્ઞાન લુપ્ત થવા
37