________________
ગ્રંથાનુસાર મતિજ્ઞાનના વિસ્તારથી ૩૪૦ ભેદનું કથન કર્યું છે. વાચકોની જાણકારી માટે વિવેચનમાં તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદમાં કાલિકશ્રુત સંબંધી પાઠ છે તેમાં વમાયારૂં ઘરાણીનું પટ્ટĪ] સહસ્ત્રારૂં... પાઠ છે. તે પાઠ તર્કસંગત લાગતો નથી. તેથી તે પાઠને કૌંસમાં રાખી વિવેચનમાં તેનું કારણ સ્પષ્ટ કર્યું છે.
આ રીતે લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે લિપિબધ્ધ થયેલા શાસ્ત્રોમાં ક્યાંક લિપિદોષ આદિ કોઇ પણ કારણથી કાંઇક સ્ખલના થઇ જવાની સંભાવના છે. તે વિર્યો માટે સંશોધનનો વિષય બની જાય છે.
શાસ્ત્રના સંપાદનમાં આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો અમોને સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેઓશ્રીની આગમરૂચિ અનુમોદનીય છે. અમે ઉપકારી ગુરુભગવંતોની અસીમ કૃપાના બળે આ શ્રુતસાગરમાં આંશિક રૂપે અવગાહના કરી શક્યા છીએ. સર્વ ઉપકારીઓના ઋણનો સ્વીકાર કરી નતમસ્તકે સહુને વંદન કરીએ છીએ.
છદ્મસ્થપણાને વશ થઇ જિનવાણીથી ઓછી – અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે... મિચ્છામિ દુકકડમ્...
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
36