________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
ને આયા સે વિળાયા, ને વિળયા સે આયા | શ્રી આચારાંગ સૂત્ર
જે આત્મા છે તે વિજ્ઞાતા જાણનાર છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે. આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમ છતાં કર્મોના ન્યૂનાધિક આવરણોથી આવરિત જીવોમાં પ્રગટપણે જ્ઞાનની ન્યૂનાધિકતા પ્રતીત થાય છે. જ્ઞાનનું અખંડ સ્વરૂપ તથા ખંડ - ખંડ સ્વરૂપે જ્ઞાનના ભેદ – પ્રભેદનું નિરૂપણ કરતું શ્રી નંદીસૂત્ર શ્રી દેવર્કિંગણિક્ષમાશ્રમણની સાધનાના સારભૂત અંતિમ શાસ્ત્ર રચના છે.
તેમાં તેઓશ્રીએ મંગલાચરણ રૂપે અખંડ જ્ઞાનના ધારક શ્રી તીર્થંકર પરમાત્માઓ, ગણધર ભગવંતો તથા અનુયોગધર આચાર્યભગવંતોને ભાવવંદન કર્યા છે. તેમાં ગાથા – ૨૭ના ચોથા ચરણમાં વદુતસ્સ રિવ્વયં પાઠ છે. આ પાઠ લિપિદોષથી અશુધ્ધ થઇ ગયો હોય તેમ લાગે છે. ટીકાકારે આ ગાથાના અર્થમાં મહાગિરિના બે શિષ્યો, બંને ભાઇઓ, બહુલ અને બલિસ્સહ આચાર્યને વંદન કર્યા છે. વ્યાકરણની દૃષ્ટિએ પણ આ પાઠ અશુધ્ધ છે. પ્રસ્તુત પ્રતમાં શુધ્ધ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રચલિત પાઠ કૌંસમાં આપ્યો છે.
આ શાસ્ત્રમાં શ્રુતસ્કંધ, શતક, અધ્યયન આદિ કોઈ પણ ભેદ નથી. આખું શાસ્ત્ર અખંડરૂપે એક છે. પરંતુ વાચકોની સરળતા માટે અમે વિષયોનું વિભાજન ‘પ્રકરણ’ શબ્દથી કર્યું છે.
શાસ્ત્રકારે જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ અને પ્રત્યક્ષજ્ઞાનના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષ, એવા બે ભેદ કર્યા છે. વિવેચનમાં તે વિષયને અમે સ્પષ્ટ કર્યો છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષજ્ઞાન નથી પરંતુ વ્યવહારની દષ્ટિએ તે પ્રત્યક્ષ હોવાથી દર્શનશાસ્ત્રોમાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષને પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે.
શાસ્ત્રકારે મતિજ્ઞાનના ૨૮ ભેદનું કથન કર્યું છે પરંતુ વૃત્તિકારે તત્ત્વાર્થસૂત્ર આદિ
35