________________
અવગાહનાનું કામ હાથ ધર્યું છે તે કાર્યમાં હું રત રહું તેવી મંગલ કામના સહિત આશીર્વાદ ચાહું છું, પુનઃ પુનઃ પ્રણામ કરું છું.
આ શાસ્ત્રને શોભાવનારા ગુરુદેવ ત્રિલોકમુનિને પણ પુનઃ પુનઃ વંદના. હૈયાના અગણિત-અમાપ ઉત્સાહ સાથે અને અનોખી સૂઝબૂઝ સાથે આગમ પ્રકાશન માટે યોજાયેલ ગુરુપ્રાણ ફાઉન્ડેશનની પ્રગતિમાં સમર્પિતભાવે જોડાયેલા શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચન્દ્રકાંત એમ. શેઠના ઉષ્માભર્યા ઉત્સાહને બિરદાવું છું, અભિનંદું છું.
આ આગમનું અવલોકન કરવામાં સહયોગી સાધ્વીજીઓ અને શ્રમણોપાસક મુકુંદભાઈનો અથાગ સહયોગ છે તેમજ પ્રકાશન સમિતિ, પ્રકાશક, મુદ્રક નેહલભાઈ વગેરે સહયોગી કાર્યકર્તાઓના પુરુષાર્થને સાધુવાદ. જાણતા અજાણતાં આગમ અવગાહનમાં ત્રુટિ રહી જવા પામી હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ અંબામાત"ને, વંદન કરું ભાવભર્યા; વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો, માંગુ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
–આર્યા લીલમ
34