________________
વિધિના પ્રકાર બતાવીને આચાર્ય દેવે વર્ણન પૂરું કર્યું.
આ નંદી પૂરા સિદ્ધાંતનો શબ્દકોષ છે, મૂળ સૂત્ર છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન
પ્રસ્તુત સૂત્રનો નિષ્કર્ષ એ જ છે કે પૂર્ણ બનવા માટે આગમનું અવગાહન કરતાં મૂળમાં રહેલી ભૂલને ભૂંસાડવા રચયિતાએ કેવળજ્ઞાનને મધ્યમાં રાખ્યું છે. આ બાજુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પેલી બાજુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન મધ્યમાં રાખીને જ્ઞાની પુરુષે કહ્યું કે મધ્યમલોકનો માનવી તેમજ આ બાજુ સમૂર્છાિમ મનુષ્ય અને પેલી બાજુ અકર્મભૂમિના મનુષ્યની મધ્યમાં રહેલો કર્મભૂમિજ ગર્ભજ સંજ્ઞી મનુષ્ય મધ્યમ વયવાળો મધ્યમ ભાવમાં સ્થિર બનનારો, રાગદ્વેષ બંને બાજુનો સર્વથા સર્વ રીતે નાશ કરે તે જ સંપૂર્ણ સમભાવ કેળવી વીતષ–વીતરાગ બની જાય છે.
જેમ કે દરિયામાં ડૂબતો માનવ જીવતો જાગતો હોય ત્યાં સુધી ડૂબ્યા કરે છે અને સંપૂર્ણ પાણી પી જાય એટલે જીવનથી મુક્ત બનીને સાગરની ઉપર તરે છે. માટે જ કહેવાય છે "મરે તે તરે." એવી જ રીતે સંપૂર્ણ જ્ઞાનમય અનંતગુણ સાગરમાં ડૂબતો માનવ કર્મરૂપ કષાય પ્રકૃતિના અહંને ઓગાળી નાખી આઠ કર્મોનો ક્ષય કરી સંસાર સાગરમાં ઉપર તરે છે અને નિર્વાણને પામી જાય છે. માટે સંપૂર્ણ આ સૂત્ર નિગોદમાંથી નીકળી જીવ નિર્વાણ પામી જાય છે. ત્યાં સુધીનું વર્ણન કરે છે. એવી અનેક મર્મ, ધર્મ ભરી ચિન્મય વાતો આ સિદ્ધાંતમાં ભરી પડી છે. જેટલું અવગાહન કરીએ તેટલું પામી શકાય.
માટે જ કહું છું, "સંસાર વામો, સિદ્ધ દશા પામો."
આ પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા પ્યારા ગુપ્પાણના કૃપાપાત્રી પ્રૌઢ જ્ઞાન વિશારદ વિદુષી 'પૂજ્યશ્રી'ના ઉપનામથી ઘોષિત થયેલા મારા ગુરુભગિની પ. પૂ. બા. બ્ર. પ્રાણકુંવરબાઈ મહાસતીજી. એમના માટે હું શું લખું? ફક્ત વંદન કરી એવી ભાવના કરું છું કે આ નંદી સૂત્રનો અનુવાદ સ્વ–પર કલ્યાણકારક, આનંદદાયી, સતસ્વરૂપમય બને. લખનારા સ્વયં સહિષ્ણુતાની મૂર્તિ છે, તે તેમાં જ સમાઈ જાય અને જ્ઞાનપીયૂષનું પાન કરાવતાં રહે. તેની કૃપા મારા ઉપર વરસતી રહે. મેં જે આગમ