________________
પ્રગટ કર્યું. (૯) નવમો નાદ કરતા પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન થાય પરંતુ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય સંયમી અપ્રમાદી ને મનોવર્ગણાના પુદ્ગલોને જાણવાની શક્તિ પ્રગટે તેમ સિદ્ધ કર્યું. (૧૦) દસમો નાદ કરતા કેવળજ્ઞાન આત્માથી પ્રગટ થાય, કષાયનું આવરણ સંપૂર્ણ છિન્ન ભિન્ન કરે તેવા પુરુષાર્થ રૂપ હસ્ત લાઘવતા કેવી હોય તેનું વર્ણન કર્યું. તે કેવળજ્ઞાન પ્રગટ થવાથી લોકાલોકને, છ દ્રવ્યને, સ્વ-પરને, એકી સાથે એક સમયે અનંત જ્ઞાન ગુણથી જાણી શકે છે તેવી વાત શાંતરસ રેલાવતાં જણાવી. (૧૧) અગિયારમો નાદ કરતા કેવળજ્ઞાનને પ્રગટ કરવા મતિ કેવી નિર્મળ કરવી પડે, કેમ કરાય તેના અનેક ઉદાહરણ આપી આચાર્ય દેવે કમાલ કરી છે. ચાર બુદ્ધિના ઈહા આદિ ભેદોથી પરોક્ષજ્ઞાન કહી, મળેલા શરીરનું માધ્યમ કેમ બનાવવું, કર્મરૂપ વાદળાં કેમ વિખેરવાં તેની ચાવી બતાવી. (૧૨) બારમો નાદ કરતા પરોક્ષ શ્રુતજ્ઞાન વડે દ્વાદશાંગીનું સંપૂર્ણ વર્ણન, શ્રોતાના લક્ષણ, પાંચ ઈન્દ્રિયનો ક્ષયોપશમ, ક્ષપક ભાવ તરફ કેમ લઈ જવાય તેની શિક્ષા દીક્ષા ઈચ્છાયોગ, શાસ્ત્રયોગના ઉપાયો, તેના પ્રયોગો કેવા આત્મા પામી શકે તે પરીષહના ભેદો પ્રભેદો વગેરેનો જયઘોષ કરી સામર્થ્ય યોગ જગાડી મોક્ષ સુધીનું વર્ણન કરી આત્માનાં જ્ઞાનગુણો સિદ્ધ કર્યા.
પ્રસ્તુત સૂત્રનું તારણ એ જ છે કે તેનાથી આગળ વધી તેઓએ ચારિત્રની મહત્તા બતાવતાં મન:પર્યવ જ્ઞાનનું વર્ણન કર્યું અને તે પણ વામણુ છે, પુગલ દ્રવ્યનું જ જ્ઞાન કરાવે છે. તેથી ખંડ સધાતા નથી. માટે ત્યાં પણ રોકાઈ જઈશ નહીં. હજુ ઊંડાણમાં ચાલ્યો જા ભાઈ તું અખંડ આત્મા છો એમ કહી અખંડ કેવળજ્ઞાનનું વર્ણન કરી માનવને જિજ્ઞાસાનું મધ ચટાડ્યું. જિજ્ઞાસા પેદા કરાવી પુરુષાર્થમાં આગળ વધાર્યો, પછી મતિજ્ઞાનનું વર્ણન કરી મનોયોગ અને પાંચ ઈન્દ્રિયોનાં સાધન કેમ બનાવવા, તેના વડે કાર્ય કેમ વ્યવસ્થિત કરવું તેની રીત દેખાડી. બદ્ધિ તીક્ષ્ણ બને તો કેવી હાજર જવાબી બને છે તેના અનેક ઉદાહરણ સહિત જડથી જુદા પડવાની કળા શીખવાડી અને ત્યાર પછી શ્રુતજ્ઞાન જ કેવળજ્ઞાનને પ્રગટ કરવાનું આલંબન છે તેથી શ્રુતજ્ઞાનને છેલ્લે બીરદાવી, બુદ્ધિના ગુણો બતાવી, શાસ્ત્રના અભ્યાસના ઉપાયોનું અનુપાન કેમ કરવું તે શાસ્ત્રયોગ જગાડી, આત્મા સામર્થ્ય યોગમાં કેમ પ્રવેશ કરે છે તેને માટે છેલ્લા શ્રવણ