________________
વિકાસનો પ્રકાશ આકાશમાં ચંદ્ર સૂર્યની આડે આવેલાં સઘન વાદળાં જેવો પ્રકાશે છે. તેથી જાણી શકાય છે કે જડ, પુદ્ગલ રૂપ વાદળાથી ઢંકાયેલો આત્મા છે. તે આત્મા પણ સુખ શાંતિ શોધી રહ્યો છે પરંતુ શાંતિને બદલે નિરંતર દુઃખ પામી રહ્યો છે. તેવા નિગોદના(કંદમૂળના) જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોનાં જ્ઞાનાદિ ગુણોનું વર્ણન કરી દીધું. તેઓ શુભાશુભ કર્મથી જ્યાં ઉત્પન્ન થાય છે તેને યોનિ કહેવાય છે. ત્યાંથી ઉઠાડી સિદ્ધ દશા સુધી પહોંચાડવા જેઓ કષ્ણા વરસાવે, હૂંફ આપે છે. તેને જગતપિતા, જગતબંધુ, જગતનાથ વગેરેથી સંબોધન કરાય છે. તેને વીતરાગ પ્રયોગ સિદ્ધ, આખ પુરુષ કહેવાય છે. નદીના બાર સ્વર :(૧) પહેલો નાદ નંદીના નિર્માણમાંથી નિરંજન નિરાકારનો નિનાદ નિગોદથી લઈને નિર્વાણ સુધીનો કરેલ છે. (૨) બીજો નાદ કરતા વીતરાગ મહાવીરે યથાર્થ જગતનું સ્વરૂપ દેખાડતાં વાણીરૂપ ખળખળ શ્રુતગંગા વહેવડાવી. (૩) ત્રીજો નાદ તીર્થનું ભદ્ર કલ્યાણ થાઓ. (૪) ચોથો નાદ કરતા તીર્થને નગર, રથ, ચક્ર, પાકમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, મેરુ વગેરે ઉપમાથી ઉપમિત કરી વસંતઋતુ, વર્ષાઋતુનું સ્વરૂપ ખડું કરી જીવતત્ત્વનું જીવતું જાગતું વિલસતું તત્ત્વ મયૂરના કેકારવ સાથે સરખાવી શાસનને વેગવંતુ બનાવીને નવાયું. (૫) પાંચમો નાદ કરતાં ચોવીસ તીર્થકર સિદ્ધની સ્તુતિ કરી વંદન કર્યા. (૬) છઠ્ઠો નાદ કરતા ગણધરથી લઈને અનુયોગધર આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતોના ગુણગાન કરી વંદન કર્યા. (૭) સાતમો નાદ કરતા કષાય યોગના તંત્ર નીચે દબાયેલા જ્ઞાનાદિ ગુણોને પરોક્ષ-પ્રત્યક્ષ રૂપે ભેદ પાડી પ્રાપ્ત કેમ કરવા તેનું કથાનક કહ્યું. (૮) આઠમો નાદ કરતા પ્રત્યક્ષ આત્મતત્ત્વથી જાણી શકાય તેવા અવધિજ્ઞાનનું વર્ણન કરી પુલ તત્ત્વ જાણવાનો સીમિત માર્ગ ચાર ગતિના જીવોને પ્રાપ્ત થાય છે તેમ