________________
કરાવનાર આ 'નંદી" સૂત્ર પ્રસ્તુત કરી રહ્યા છીએ. નંદી એટલે મધથી ઝરતો મધપૂડો. મધપૂડામાંથી મધ ઝરે ને એકાદ બિંદુ મુખમાં પ્રવેશ કરે તો મીઠાશ મુખમાં વ્યાપી જાય અને બીજીવાર મધને ચાટવા જીભ લાલાયિત થાય, તેવી રીતે નંદી સૂત્રને વાચક આંખોથી જોતો જાય, ધ્યાનપૂર્વક વાંચતો જાય તો ચિત્તવૃત્તિ ચેતના પોતાના તરફ પરિણતિ કરવા લાલાયિત થાય છે.
મધ તે અનેક ફૂલોનું સત્ત્વ છે, પરાગ છે. સત્ત્વ, મૂળ, છોડ, પાન ફૂલોમાંથી પસાર થઈ અનેક ક્રિયાઓમાંથી પરિવર્તન પામતાં પવિત્ર શુદ્ધ પરિમલ થઈ જાય તેને જ તો મધ કહેવાય છે. સાચું સ્વરૂપ તો 'મૂળ' માં જ સમાયેલું છે તેથી જ તો "નંદીસૂત્ર" ને મૂળસૂત્ર કહેલું છે. આ પ્રસ્તુત સૂત્રમાં દરેક વારૈય સાહિત્યનો સાર ભર્યો છે. સાર તે જ છે. ત્રિકાળાબાધિત આત્મદ્રવ્ય, તેમાં વિલસતુ સત્ત જ્ઞાનાદિ અનંતગુણ, આવો હિલોળા લેતો આનંદનો સાગર, પર્યાયનાં મોજા ઉછાળતો અને પોતામાં સમાતો આત્મા નિત્ય, ધ્રુવ, શાશ્વત છે. તેનું વર્ણન છે.
આ વર્ણન સમજાવવા માટે વર્ણ(અક્ષરનો લિપિ)નો આધાર લઈ પુસ્તકરૂપે પ્રગટ થયું છે. ખોલીને ખોળીયે ક્યાં છે આત્મા? કેમ દબાયેલો છે તે વાત દેવદ્ધિ ક્ષમાશ્રમણ પાસે ચાલો સાંભળીએ. જાણે કે 'નંદી' નામનું વાજિંત્ર જ્યારે ધ્વનિત થાય ત્યારે તેમાંથી બાર સ્વર સ્વરિત થાય છે. મ્યુઝિક જુદા જુદા સંભળાય છે. એવી જ રીતે આ નંદી સૂત્રરૂપ વાજિંત્રમાં દ્વાદશાંગી સૂર છે. જેમાં પહેલો જયઘોષ થાય છે કે આ દ્વાદશાંગી સૂર પ્રગટયા ક્યાંથી ? જવાબ- વીતરાગ અવસ્થાના વાજિંત્રમાંથી, વીતરાગ કેવા હોય તેનું જાણપણું કરાવવા તેઓએ પહેલો સ્વર- નય; ન નીવ ગોળી वियाणओ जगगु. जगाणंदो, जगनाहो जगबंधू जयइ जगप्पियामहो મયુર્વ | પહેલો જયધ્વજ ફરકાવ્યો જગત ઉપરનું રાજ્ય મેળવવા જેમણે જીવ જગતનું ભાન કરાવ્યું. પંચાસ્તિકાય કે છ દ્રવ્યરૂપ આ જગત છે, તેમાં પરિભ્રમણ કરતાં આત્મરાજા જુદે જુદે સ્થાને ઉત્પન્ન થાય છે. તેવું જ્ઞાનીના જ્ઞાનમાં જણાયું તેથી જાહેર કર્યું કે જુઓ પેલા નિગોદના જીવો, જેઓ એક અંગુલના સંખ્યાતમાં ભાગની કાયાનો મહેલ ધારણ કરી રહ્યા છે. તે મહેલમાં અનંતા તેજસ કાર્મણના ઓરડાઓ છે. તે
ઓરડાઓ એક જ બારણાવાળા છે(સ્પર્શેન્દ્રિય). બારી માત્ર નથી તેથી અંધકારમય છે. તેમાં પણ સંજ્ઞા, કષાય, વેશ્યાદિ સંક્લિષ્ટ પરિણામમાં ગોથા ખાતાં, કૂટાતાં, પીટાતાં, અસંખ્યાત પ્રદેશધારી અનંતગુણી પર્યાયાદિથી વ્યાપક આત્માઓ વસી રહ્યા છે. તેના
30