________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
આપણી નિષ્ઠા અને શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરનારો એક શબ્દ છે આગમ. આચાર્ય મલયગિરિના ભાવાનુસાર આગમ અધ્યાત્મ જ્ઞાનનો એક પવિત્ર ર છે. "આગમ" આત્મ બોધનું માધ્યમ છે. જૈન પરંપરામાં આગમનો અભિપ્રાય લોકોત્તર જ્ઞાનના અક્ષય પ્રવાહથી છે. જેની આદિ તીર્થકર વીતરાગ પ્રભુના અનંતજ્ઞાન ચેતનાથી પ્રવાહિત થાય છે. સંસારમાં દ્વેષ-ક્લેશ, વૈર-વિરોધ, કામના–વાસના આદિ કંથી મુક્ત કરી બંધાતીત પરમ સમાધિ ભાવમાં પહોંચાડવામાં તે સક્ષમ છે, સમર્થ છે. આવું આગમ ગ્રુત કર્ણ—ઉપકર્ણ પ્રવાહિત થતું રહ્યું છે. કાળ પ્રભાવે શ્રુતિ-સ્મૃતિ વિસ્મૃત થવા લાગી. લેખન પદ્ધતિ હતી નહિ. ભગવાન મહાવીર નિર્વાણ થયા પછી અનેક દુષ્કાળ પડ્યા. કાળક્રમે જાનહાનિ, જ્ઞાનહાનિ થઈ રહી છે અને આગમ વિચ્છિન્ન થઈ જશે તો જગતના લોકો અજ્ઞાન અંધકારમાં ભટકી પડશે, તેવી દયા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના દિલમાં ઊભરાણી. તેઓએ સંઘ એકત્રિત કરી, વલ્લભીપુરમાં વાચના કરી અને આગમને વ્યવસ્થિત કર્યા. વીતરાગ વાણીને અંતરંગમાં સ્વાધ્યાય રૂ૫ ઘેટી હતી તેને લિપિબદ્ધ કરી. આ રીતે સ્થવિર ભગવંતોએ પરમ ઉપકાર કરી સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મ વિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખી. ધન્ય હો તે ધરા, તે મુનિપુંગવો જેઓએ કૃપા વર્ષા વરસાવી અણમોલ જ્ઞાન ખજાનો આપણને પ્રાપ્ત કરાવ્યો. તે ગુરુ ભગવંતોના પ્રસાદથી શ્રી ગુરુ પ્રાણ જન્મ શતાબ્દીનું નિમિત્ત પામીને પૂ. તપસ્વીરાજના આશીર્વાદ પૂ. જયંત ગુદેવની નેશ્રાએ પૂ. વાણી ભૂષણ ગિરીશ ગુરુદેવના માર્ગદર્શને, આગમ મનીષી ત્રિલોકમુનિશ્રીના સિદ્ધાંતના શુદ્ધ પાઠ અવલોકનના પૂર્ણ સહયોગે, ગુરુ ગુસ્સીદેવના કૃપાબળે અમારી સામાન્ય બુદ્ધિ દ્વારા ગુજરાતી અનુવાદ, વિવેચન કરી આગમ પ્રસ્તુત કરી રહ્યા છીએ.
પ્રિય જિજ્ઞાસુ પાઠક! આનંદમાં આનંદ આપનાર, ચેતનાને ચેતાવનાર, ચિદાનંદી સ્વરૂપનું ભાન
29