________________
આદરણીય છે. એટલું જ નહીં પરંતુ તેઓ ગુરુવર્યોની અસીમ કૃપાના ભાજન બન્યા છે અને પૂ.લીલમબાઇ મ. જેવા સમર્થ નીલમણી જેવા સુયોગ્ય સાધ્વીજી મહારાજે જે નેતૃત્વ સંભાળ્યું છે, તેમણે નક્કી કરેલી નાવને જે ગુણમયી શિષ્યા સાધ્વીજીઓ ચલાવી રહ્યા છે તેઓ શત્ શત્ અભિનંદનને પાત્ર છે.
આ જ્ઞાનાત્મક ઉપકાર તે સામાન્ય બીજા કોઇપણ ઉપકારો કરતાં ઘણો જ મહત્ત્વપૂર્ણ ઉપકાર છે અને આગામી હજારો વર્ષો સુધી લાખો જીવોને પ્રેરણા આપતા રહે તેવું આ દિવ્ય શાસ્ત્રનું સંપાદન સાધ્વીજીઓએ અર્પણ કર્યું, એ એક અદ્ભુત રત્નરાશિ છે. આટલાં શબ્દો પણ અમને ઓછા લાગે છે.
- પૂ. જયંતમુનિ મ.સા.,
પેટરબાર.
0 28