________________
તે વિશે થોડું કહી અટકશું. આપણે જ્ઞાનનો અર્થ ‘જાણવું એટલો કરીએ છીએ અને જ્ઞાન જેને જાણે છે તે શેય તત્ત્વો જ્ઞાનના આધારે પ્રતિભાસિત થાય છે. જ્ઞાન અને શેયનું સ્વરૂપ સમાન હોય ત્યારે તે જ્ઞાનની યર્થાથ પ્રવૃત્તિ કે પરિણતિ થાય છે. હકીકતમાં પ્રશ્ન એ છે કે બધાં શેયો પણ જ્ઞાનમાં જ સમાયેલા છે. દાર્શનિક ક્ષેત્રમાં પ્રશ્ન ઉદ્ભવે છે જ્ઞાનના આધારે શેય કે શેય ના આધારે જ્ઞાન હોય? વેદાંતના અદ્વૈતવાદમાં પણ વિવૃતવાદ અને પરિણામવાદ, બંને ધારાઓ એમ કહે છે કે જ્ઞાન પોતે ષષ્ઠી રૂપે પરિણત થયેલું છે અને એક ધારા એમ કહે છે કે તે મિથ્યા આભાસ થાય છે. જ્યારે જૈનદર્શન એમ કહે છે કે, શેય તત્ત્વો વાસ્તવિક છે. શેયને અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ સત્ય કહી શકાય. શેયથી વિપરીત જ્ઞાન થાય તો તે ભ્રમાત્મક છે, તે એક પ્રકારે અજ્ઞાન છે. શેય એ વાસ્તવિક દ્રવ્યો છે. જીવાત્મા જ્ઞાતા છે, જ્ઞાન તેનું ઉપકરણ છે, જ્ઞાપ્તિ તેની ક્રિયા છે અને શેય તેનો વિષય છે. જ્ઞાતા જ્ઞાનરૂપ ઉપકરણથી જ્ઞાતિરૂપી ક્રિયાત્મક અવસ્થામાં શેયને ગ્રહણ કરે છે. જૈનદર્શનનો આ સિધ્ધાંત છે. નંદીસૂત્ર જ્ઞાનરૂપી ઉપકરણના જેટલા ભેદ પ્રભેદ છે. તે બધાં પર પ્રકાશ નાંખે છે. મૂળમાં આ ઉપકરણના બે ભેદ છે, એક સાક્ષાત આત્મપ્રદેશોથી ઉદ્ભવતું જ્ઞાન. તે કોઇ અન્ય ઉપકરણોનું અવલંબન લીધા વિના શેયને સ્પષ્ટ કરે છે, તે પ્રત્યક્ષજ્ઞાન છે. જ્યારે મતિ - શ્રુતજ્ઞાન અન્ય અનુકૂળ ઉપકરણોનો ઉપયોગ કરી શેયને જાણે છે, તેને પરોક્ષ જ્ઞાન કહે છે. અહી પાઠકો ભૂલ ન કરે કે પરોક્ષજ્ઞાન સત્યતાથી દૂર થાય છે અને પ્રત્યક્ષ જ્ઞાન સત્યતાથી નજીક છે એમ નથી. બંને પોત પોતાના ક્ષેત્રમાં છે. જ્ઞાનના બધાં પ્રકારો ઘણી વિશાળતા ધરાવે છે. શાસ્ત્રકારે શ્રુતજ્ઞાન કે શ્રુતજ્ઞાનીને શ્રુતકેવળી જેવા શબ્દોથી સંબોધ્યા છે.
નંદીસૂત્ર ઉપર ઘણું વિસ્તારથી લખી શકાય પણ અહીં આટલું જ આ શાસ્ત્રનું સંર્પણ આવેદન કરી ગણિતાનુયોગના અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતીત ભાવોને પ્રગટાવનાર આ શાસ્ત્રની વ્યાખ્યા કરનારા અને તેનું સુંદર ભાષામાં અનુવાદ કરી, બધી રીતે આવશ્યક હોય ત્યાં વિવેચન આપી તુલનાત્મક દ્રષ્ટિએ જે સંપાદન કર્યું છે, તે ભગીરથ કાર્યની ગંગાને પાર કરી જેઓ જ્ઞાન ધ્વજ ફરકાવી રહ્યા છે, તેવું અમારું સુયોગ્ય સાધ્વી છંદ અતિ