________________
સમર્થ કલમને ન ચલાવી હોય અર્થાત્ તેઓએ ભાવવાહી વિવેચન કર્યું છે.
"બૃહત્કલ્પ" ભાષ્યમાં આચાર્ય સંઘદાસ ગણિએ સાધુઓના આચાર અને વિહાર આદિના નિયમોમાં ઉત્સર્ગ–અપવાદ માર્ગની ચર્ચા દાર્શનિક ઢંગથી કરી છે. તેઓએ પ્રસંગને અનુકૂળ જ્ઞાન, પ્રમાણ, નય અને નિક્ષેપના વિષયમાં પર્યાપ્ત લખ્યું છે. ભાષ્ય સાહિત્ય વસ્તુતઃ આગમ–યુગીન દાર્શનિક વિચારોનો એક વિશ્વકોષ છે.
લગભગ ૭ મી અને ૮ મી શતાબ્દીમાં રચાયેલ ચૂર્ણિઓમાં પણ દાર્શનિક તત્ત્વ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. ચૂર્ણિકારોમાં આચાર્ય જિનદાસ મહત્તર બહુવિદ્યુત અને પ્રસિદ્ધ છે. તેઓશ્રીની કૃતિઓમાં સહુથી મોટી અર્થાત્ વિશા ચૂર્ણિ" છે. જૈન આગમ સાહિત્યનો એક પણ વિષય એવો નથી કે જેની ચર્ચા સંક્ષેપમાં અથવા વિસ્તારમાં નિશીથ ચૂર્ણિમાં ન કરી હોય. તેમાં જ્ઞાન અને વિજ્ઞાન છે, આચાર અને વિચાર છે. ઉત્સર્ગ અને અપવાદ છે, ધર્મ અને દર્શન છે, પરંપરા અને સંસ્કૃતિ વગેરે વિવિધ વિષયો છે.
જૈન પરંપરાના ઈતિહાસની જ નહીં ભારતીય ઈતિહાસની ઘણી–ઘણી વિખરાયેલી કડીઓ "નિશીથ ચૂર્ણિમાં" ઉપલબ્ધ છે. સાધક જીવનનું એક પણ અંગ એવું નથી કે જેના વિષયમાં ચૂર્ણિકારની કલમ મૌન રહી હોય અર્થાત્ તેની કલમ ચાલતી જ રહી છે ત્યાં સુધી કે બૌદ્ધ જાતકોના ઢંગની પ્રાકૃત કથાઓ પણ આ ચૂર્ણિમાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપ, ત્યાગ તેમજ સંયમ–આ દરેક વિષયોથી આચાર્ય જિનદાસ મહત્તરે પોતાની વિશિષ્ટ કૃતિ ''નિશીથ ચૂર્ણિ" ને એક પ્રકારના વિચારોરૂપ રત્નોની મોટી ખાણ બનાવી દીધી છે. "નિશીથ ચૂર્ણિ" જૈન પરંપરાનાં દાર્શનિક સાહિત્યમાં પણ એક વિશેષ કૃતિ છે, જેને સમજવી આવશ્યક છે.
જૈન આગમોની સૌથી પ્રથમ સંસ્કૃત ટીકા આચાર્ય હરિભદ્રજીએ લખી છે. તેનો સમયવિક્રમ સંવત ૭૫૭થી ૮૫૭ની વચ્ચેનો છે. હરિભદ્રજીએ પ્રાકૃત ચૂર્ણિઓનો પ્રાયઃ સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. કોઈ કોઈ સ્થાને પોતાના દાર્શનિક જ્ઞાનનો ઉપયોગ કરવો પણ તેઓ જરૂરી સમજ્યા હતા. તેઓશ્રીની ટીકાઓમાં દરેક દર્શનકારોએ કરેલી પૂર્વ પક્ષ રૂપે ચર્ચા ઉપલબ્ધ છે. એટલુ જ નહીં પરંતુ જેનતત્ત્વને દાર્શનિક જ્ઞાનના બળે નિશ્ચિતરૂપે સ્થિર કરવાનો પ્રયત્ન પણ દેખાય છે.
N
407