________________
શ્રી નંદી સૂત્ર
આગમોને લિપિબદ્ધ કરવાનું કાર્ય ઉચિત હોત તો ગણધરોની હાજરીમાં જ આગમ લિપિબદ્ધ થઈ ગયા હોત. તેઓ ચાર જ્ઞાનના ધારક અને ચૌદ પૂર્વધર હતા. તેઓએ પણ પોતાના જ્ઞાનમાં જોયું હશે કે આગમોને લિપિત કરવાથી આરંભ અને પરિગ્રહ તેમજ અશાતના આદિ દોષો ઉત્પન્ન થાય છે. માટે ઉક્ત દોષોને
લક્ષ્યમાં રાખીને તેઓએ આગમોને લિપિબદ્ધ કરવા કરાવવાનું કાર્ય નહિ કર્યું હોય ?
૧૦
દેવદિંગણીએ કહ્યું– ઠીક છે, આગમોને લિપિબદ્ધ કરવાથી અનેક દોષ ઉત્પન્ન થાય એ વાત સાચી છે અને શ્રમણ નિગ્રંથો તે દોષોનું આચરણ કરી ન શકે. પરંતુ જો આ જ્ઞાનનો સર્વથા વિચ્છેદ થઈ જશે તો શ્રમણ નિગ્રંથો કેવી રીતે રહી શકશે ? 'મૂળ નાસ્તિ ઝુપે શાળ્યા ?'તીર્થનું અસ્તિત્વ જિનપ્રવચન પર જ નિર્ભર છે. મૂળ નષ્ટ થઈ જાય અથવા શુષ્ક બની જાય તો વૃક્ષ હર્યું ભર્યું કેમ રહી શકે ? કહ્યું છે– સર્વ નાશે સમુત્પન્નડË ત્યગતિ પણ્ડિતઃ । આ ઉક્તિને લક્ષ્યમાં રાખીને સમય પ્રમાણે આગમોને લિપિબદ્ધ કરવા જ સર્વથા ઉચિત છે.
ગણધરોના યુગમાં મુનિપુંગવોની ધારણા શક્તિ બહુજ પ્રબળ હતી, બુદ્ધિ સ્વચ્છ અને નિર્મળ હતી, હૃદય નિષ્કલંક અને સરળ હતું, શ્રદ્ધાની પ્રબળતા હતી, આ કારણે તેઓને પુસ્તકોની આવશ્યકતા ન હતી. સ્મરણ શક્તિની પ્રબળતાથી તેઓ આગમોને કંઠસ્થ કરીને રાખતા હતા. તેઓમાં વિસ્મૃતિ દોષ આવતો ન હતો એટલે તેમને આગમોને લિપિબદ્ધ કરવાની ક્યારે ય જરૂર પડી નહીં. આ કારણે તેઓએ આગમોને લિપિબદ્ધ ન કર્યા. આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. આ રીતે તેમણે સંમત ન થનારા મુનિવરોને કÜચત્ સંમત કર્યાં.
ત્યાર બાદ બહુશ્રુત મુનિઓને જે જે આગમો કંઠસ્થ હતા, તેઓએ પ્રમાણિકતાપૂર્વક આગમ લખવાનું કાર્ય શરૂ કર્યું. અગિયાર અંગ સૂત્ર અને છેદ સૂત્રોનું લેખન કહ્યું બારમાં દ્રષ્ટિવાદ સૂત્રનું લખાણ કર્યું નહીં પરંતુ તેના આધારે બીજા ઘણા નવા શાસ્ત્રો—અધ્યયનો લખાયા, તેમાં નંદી સૂત્રની એક નૂતન અને અંતિમ સૂત્ર તરીકે રચના કરવામાં આવી. સાથે જ તેમાં નવા અને જૂના બધા શાસ્ત્રોની સૂચિ દેવવાચકજીએ અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ, કાલિક અને ઉત્કાલિકના ભેદથી સંકલિત કરી દીધી. તે આજે પણ નંદી સૂત્રનાં શ્રુતજ્ઞાનના વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેમાં કંઈક લિપિદોષ કે પ્રક્ષેપ દોષ થયેલ દેખાય છે, છતાં તે નગણ્ય અને સહજ સંશોધન થઈ શકે એવો છે. નંદી સૂત્રના ઉપલબ્ધ પાઠ અનુસાર તે સૂત્રોની સંખ્યા ૭૩ થાય છે. સમજ઼ભ્રમથી તેને જ ચોર્યાસી માનવામાં આવે છે. દેવર્કિંગણીને થયા ૧પ૦૦ વર્ષના ગાળામાં કેટલાંક સૂત્રો નષ્ટ થવાથી આજે તે ૭૩ સૂત્રમાંથી ૫૦ સૂત્ર ઉપલબ્ધ હશે. ૫૦ સૂત્રોમાંથી ૩ર સૂત્રોનો સર્વ શ્વેતાંબર જૈન એકમતથી પ્રમાણભૂત રૂપે સ્વીકાર કરે છે. બીજા ૧૮ સૂત્રો માટે ઘણી જૂદી જૂદી વિચારણાઓ છે. સ્થાનકવાસી અને તેરાપંથી જૈનો તે ૧૮ સૂત્રોને પ્રમાણભૂત આગમ કોટીમાં માન્ય કરતા નથી અને શ્વે. મૂર્તિપૂજક તે ૧૮ માંથી ૮–૧૦ ને માન્ય કરે છે. તેઓએ પણ બધા અઢારને માન્ય કર્યા નથી અને સાથે ૫–૭ બીજા જ સૂત્રો માન્ય કરી લીધા છે કે જે નંદીની સૂચિમાં છે જ નહિ.
દિગંબર જૈનોની વિચારણા જુદી જ છે. તેઓએ બધાં શાસ્ત્રોને વિચ્છેદ માનેલ છે અને નવા રચાયેલ ગ્રંથોને શાસ્ત્રભૂત પ્રમાણ કોટીએ માની લીધા છે. તેઓની માન્યતા છે કે વીરનિર્વાણ પછી થોડાજ સમયમાં સૂત્રો સંપૂર્ણ રહ્યા નથી, તેના અંશ જ રહ્યા હતા. માટે તે અંશરૂપ આગમોને અપ્રમાણભૂત