________________
શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
કરી, અંશમાંથી અંશ કાઢીને નવા શાસ્ત્ર તૈયાર કર્યાં. તે અંશના અંશને તેઓએ આગમરૂપે પ્રમાણભૂત સ્વીકાર્યા પરંતુ મૌલિક ગણધરકૃત આગમોના ઉપલબ્ધ અંશોનો તેઓએ અસ્વીકાર કરી દીધા હતા. [એવી વિચિત્ર સમજ અને વિચારણાની પાછળ બીજું કંઈ પણ કારણ હોઈ શકે છે. અનુમાનતઃ ગણધરો દ્વારા રચાયેલ તે અવશિષ્ટ આગમોમાં વસ્ત્ર અને સ્ત્રીમુક્તિના પાઠો સ્પષ્ટ હતા. જે તેની વિચારણા માટે બાધક હતા. માટે દિગંબર જૈનોએ અંશને અસ્વીકાર કરી અંશના અંશને તથા પછીના આચાર્યો દ્વારા રચાયેલા ગ્રંથોને શાસ્ત્રોની સમાન મહત્ત્વ આપેલ છે.] છતાં બાર અંગોના નામ અને કોઈક અંગ બાહ્ય સૂત્રોનાં નામ તેઓના સ્વીકારેલ શાસ્ત્રોમાં મળે છે. આધુનિક કોઈ વિદ્વાનોની માન્યતા છે કે નંદીના રચિયતા દેવવાચક થયા છે અને આગમોને લિપિબદ્ધ કરનારા દેવર્કિંગણી થયા છે. માટે ઉક્ત બે મહાનુભાવ અલગ અલગ સમયમાં થયા છે. બન્ને એક જ વ્યક્તિ છે એમ નથી. પરંતુ તેમની આ ધારણા હૃદયંગમ નથી થતી. કેમ કે દેવવાચકજીએ નંદીસૂત્રની સ્થવિરાવલીમાં દૂષ્યગણી સુધી જ અનુયોગધર આચાર્ય અને વાચકોની નામાવલીનો ઉલ્લેખ કર્યો છે; તેથી તે દૃષ્યગણીના જ શિષ્ય હતા, એ સ્પષ્ટ થાય છે અને કાશ્યપ ગોત્રી દેવહિંગણી ક્ષમાશ્રમણ પણ દૂષ્યગણીના પટ્ટધર શિષ્ય, આચાર્ય હતાં માટે સિદ્ધ થાય છે કે દેવવાચક અને દેવદ્બેિગણી એક જ વ્યક્તિના અપર નામ અને પદવી છે. જે પહેલાં દેવવાચકના નામથી વિખ્યાત હતા અને પછી તે જ દેવદ્વેિગણી ક્ષમાશ્રમણના નામથી આગળ જતાં વિખ્યાત થયા છે. કોઈ અજ્ઞાત મુનિવરે લખ્યું પણ છે કે–
सुत्तत्थरयण भरिए, खम-दम मद्दव गुणेहिं संपण्णे । देवड्ढि खमासमणे, कासवगुत्ते पणिवयामि ।।
૩૧૧
·
અર્થ:- સૂત્ર અને અર્થ રૂપ રત્નો વડે સમૃદ્ધ, ક્ષમા, ઈન્દ્રવિજય, માર્દવ આદિ અનેક ગુણોથી સંપન્ન એવા કાશ્યપ ગોત્રીય દેહિંગણી ક્ષમાશ્રમણને હું સવિધિ વંદન કરું છું. નંદી સૂત્રના સંકલન કરનાર અને આગમોને લિપિબત કરનાર તે દેવર્કિંગણી ક્ષમાશ્રમણને લગભગ ૧૫૦૦ વર્ષ થઈ ગયા છે. વર્તમાનમાં જે પણ આગમો ઉપલબ્ધ છે તેનું શ્રેય તેઓને ફાળે જાય છે.
વાચકગણને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવો હોય, જ્ઞાનગુણનો ઉઘાડ કરવો હોય, આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય, ભવભ્રમણના ચક્રમાંથી નીકળવું હોય, તો મહાન ઉપકારી દેવવિહંગણી ક્ષમાશ્રમણના સંપાદિત સંકલિત ઉદ્ધરિત, આ નંદી સૂત્રનું પઠન પાઠન અવશ્ય કરવું જોઈએ.