________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
૩૦૯ |
તેઓએ આગમો પર બૃહદ વૃત્તિઓ લખી છે, જેમ કે– રાજપ્રશ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, આવશ્યક, નંદીસૂત્ર ઈત્યાદિ. નંદીસૂત્ર પર જે વ્યાખ્યા લખી છે તે પણ વિશેષ પઠનીય છે. નંદી સૂત્ર પર જે બૃહદ વૃત્તિ છે તેનો ગ્રંથાગ્ર ૭૭૩૨ શ્લોક પ્રમાણ માનેલ છે.
નંદી સૂત્ર પર ચંદ્રસૂરિજીએ પણ ૩000 શ્લોક પ્રમાણ ટિપ્પણી લખી છે. જો કોઈ જિજ્ઞાસુને નંદીસૂત્રના વિષયોને સ્પષ્ટ સમજવા હોય તો તેના માટે વિશેષાવશ્યક ભાષ્ય અધિક ઉપયોગી છે. તેના રચયિતા જિનભદ્રગણી ક્ષમાશ્રમણ હતા. તેમનો સમય ઈ.સ. ૬૦૯ વર્ષ નિશ્ચિત થાય છે. તેમણે ભાષ્ય પ્રાકૃત ગાથામાં રચેલ છે. ગાથાઓની સંખ્યા લગભગ ૩૬00 છે. એ આગમોની અને દર્શનોની ચાવી છે. એને જૈન સિદ્ધાંતનો મહાકોષ કહીએ તો કંઈ પણ અયોગ્ય નથી. એમાં નંદી અને અનુયોગદ્વાર બન્ને સૂત્રનું વિસ્તૃત વિવેચન છે. 'મિ મને સામા ' આ પાઠની વ્યાખ્યાથી લઈને વિષય પ્રારંભ કર્યો અને તેની સાથે જ વિશેષ આવશ્યક ભાષ્ય સમાપ્ત થયું છે. તેનું અધ્યયન કરવાથી પૂર્વ આગમોનું, વૃત્તિઓનું, વૈદિકદર્શન અને ચાર્વાકદર્શન વગેરેનું જ્ઞાન થાય છે. ભાષા સરળ છે પણ ભાવ ગંભીર છે. પરિશિષ્ટ-૧૦ દિવવાચકજીનો સંક્ષિપ્ત પરિચય
દેવવાચકજી સૌરાષ્ટ્ર પ્રદેશના એક ક્ષત્રિય કુળના મુકુટ સમાન, કાશ્યપ ગોત્રી મુનિપુંગવ થયા. જેઓએ આચારાંગ આદિ અગિયાર અંગસૂત્ર અને તે ઉપરાંત બે પૂર્વોનું અધ્યયન પણ કર્યું હતું.અધ્યયનમાં બૃહસ્પતિ તુલ્ય હોવાથી શ્રી સંઘે કૃતજ્ઞતા પ્રદર્શિત કરીને તેમને દેવવાચક પદથી વિભૂષિત કર્યા હતા. તેના માતા પિતાનાં નામ શું હતા તે શોધનો વિષય છે. નંદી સૂત્રનું સંકલન અથવા રચના કરનાર દેવવાચકજી હતા. તેઓ જ આગળ ચાલીને સમયાંતરમાં દૂષ્યગણીના પટ્ટધર ગણી થયા હતા અર્થાત્ ઉપાધ્યાયથી આચાર્ય બન્યા. દેવી સંપત્તિ અથવા આધ્યાત્મિક ઋદ્ધિથી સમૃદ્ધ હોવાના કારણે દેવદ્ધિગણી નામથી વિખ્યાત થયા. તત્કાલીન શ્રમણોની અપેક્ષા એ ક્ષમાપ્રધાન શ્રમણ હોવાથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણનું નામ સવિશેષ પ્રસિદ્ધ થયેલ છે. એક દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ એનાથી પહેલા થયા છે તે કાશ્યપ ગોત્રી ન હતા પણ માઢર ગોત્રી હતા. એવું કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં લખ્યું છે.
- કાશ્યપ ગોત્રી દેવદ્ધિગણી-ક્ષમાશ્રમણ પોતાના યુગના મહાન યુગપ્રવર્તક, વિચારશીલ, દીર્ઘદર્શી જિનવચનના અનન્ય શ્રદ્ધાળુ, શ્રીસંઘના અધિનાયક આચાર્ય પ્રવર થયા છે. જિન પ્રવચનને સ્થિર તેમજ ચિરસ્થાયી રાખવા માટે તેઓશ્રીએ વલ્લભીપુરમાં બહુશ્રુત મુનિવરોના એક બૃહદ સંમેલનનું આયોજન કર્યું હતું. તે સંમેલનમાં આચાર્યશ્રીએ સૂત્રોને લિપિબદ્ધ કરવા માટે સંમતિ પ્રગટ કરી. તેઓશ્રીએ કહ્યુંબૌદ્ધિક શક્તિ પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. જો આપે આગમોને લિપિબદ્ધ નહીં કરીએ તો સમસ્ત આગમ લુપ્ત થઈ જશે. જો આગમોનો અભાવ થશે તો તીર્થનો પણ વિચ્છેદ થશે. કેમ કે કારણના અભાવે કાર્યનો પણ અભાવ થશે.
આચાર્ય પ્રવરના આ પ્રસ્તાવ અંગે બહોળી સંખ્યામાં મુનિવરો સંમત થયા પરંતુ કેટલાક નિગ્રંથો આ પ્રસ્તાવમાં સંમત ન થયા. તેઓનું કથન હતું કે આગમોને લિપિબદ્ધ કરવામાં આવશે તો નિગ્રંથ શ્રમણોમાં આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ સહજ વધી જશે. બીજું કારણ તેઓએ એમ પણ કહ્યું કે જો