________________
[ ૩૦૮ ]
શ્રી નંદી સૂત્ર
અનુષ્ટ્રપ શ્લોક જેટલું નંદી સૂત્રનું પરિમાણ કહેલ છે. જોકે આ સૂત્રમાં ગદ્યની બહુલતા છે. પદ્ય તો બહુ જ ઓછા છે તોપણ નંદીસૂત્રમાં જેટલા અક્ષરો છે તેના અનુષ્ટ્રપ શ્લોક બનાવીએ તો ૭૦૦ બની શકે એમ સમજવું જોઈએ. નિર્યુક્તિ વ્યાખ્યા - આગમ પર લખેલી સર્વથી પ્રાચીન વ્યાખ્યા નિયુક્તિ છે. આગમો પર જેટલી નિર્યુક્તિઓ મળે છે તે દરેક પધમાં છે. પણ એની ભાષા પ્રાકૃત છે. નિર્યુક્તિના પ્રણેતા શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે. નિયુક્તિમાં પ્રત્યેક અધ્યયનની ભૂમિકા અને અન્ય અનેક વિચારણીય વિષયોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ભદ્રબાહુ સ્વામી દ્વારા (૧) આવશ્યક (૨) આચારાંગ (૩) સૂત્રકૃતાંગ (૪) નિશીથ (૫)દશાશ્રુતસ્કંધ () બૃહત્કલ્પ (૭) વ્યવહાર (૮) ઉત્તરાધ્યયન (૯)દશવૈકાલિક (૧૦) સૂર્યપ્રજ્ઞપ્તિ આ દસ સૂત્રો પર નિર્યુક્તિઓ કરવામાં આવી હતી. પરંતુ નંદીસૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા લખાઈ નથી. દરેક આગમો પર નિયુક્તિ નથી લખી. નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામી દેવવાચકજીથી ૫૦ વર્ષ પછી થયા હતા અર્થાત્ સૂત્રોનું લેખન થયા પછી જ વ્યાખ્યાઓનું લેખન શરૂ થયું. જૂf - ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહત્તરનું સ્થાન અગ્રગણ્ય છે. તેઓનો સમય વિ. સં. સાતમી સદીનો મનાય છે. જિનદાસજીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુતસ્કંધ તેમજ નંદીસૂત્ર આદિ અનેક સૂત્રો પર ચૂર્ણિની રચના કરી છે. જેમ ચૂર્ણમાં અનેક વસ્તુઓનું મિશ્રણ હોય છે, એમ જ જે રચનામાં મુખ્યતાએ પ્રાકૃત ભાષા હોય અને સંસ્કૃત, અર્ધમાગધી, શૌરસેની આદિ દેશી ભાષાઓનું જેમાં મિશ્રણ થાય તેને ચૂર્ણિ કહેવાય છે. ચૂર્ણિ ગદ્યમાં છે. તેમાં કોઈક પદ્ય પણ છે. નંદી સૂત્રની ચૂર્ણિનું પરિમાણ ૧૫૦૦ શ્લોક માનેલ છે. ચૂર્ણિમાં ક્લિષ્ટ વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. અગત્ય સિંહ સૂરિ વગેરે બીજા પણ ચૂર્ણિકાર થયા છે. હારિભદ્રીય વૃત્તિ - યાકિની સૂનુ હરિભદ્રજી, બ્રાહ્મણવર્ગમાંથી આવેલ મૂર્ધન્ય વિદ્વાન યુગપ્રવર્તક જૈન આચાર્ય થયા છે. જેઓએ પોતાના જીવનમાં શાસ્ત્રવાર્તા, પડદર્શનસમુચ્ચય, ધૂર્તાખ્યાન, વિંશતિવિંશિકા, સમરાઈઐકહા આદિ અનેક સ્વતંત્ર ગ્રંથ અને અનેક આગમો પર સંસ્કૃત વૃત્તિઓ લખી છે. એવી શ્રુતિ પરંપરા છે કે તેઓએ પોતાના જીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કર્યું છે. એમાંથી કેટલાક ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે, ઘણા ગ્રંથો કાળ–દોષના કારણે વ્યવચ્છિન્ન થઈ ગયા છે. તેઓની ગતિ પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં સમાન હતી. કથા સાહિત્ય પ્રાયઃ પ્રાકૃત ભાષામાં અને દર્શન સાહિત્ય સંસ્કૃત ભાષામાં રચના કરનારાઓમાં હરિભદ્રજીનું નામ વિશેષ ઉલ્બનીય છે. દશવૈકાલિક, આવશ્યક, પ્રજ્ઞાપના ઈત્યાદિ અનેક સૂત્રો પર સંસ્કૃત વૃત્તિઓ હરિભદ્રજીએ લખી છે. નંદી સૂત્ર પર પણ સંસ્કૃતમાં વૃત્તિ લખી છે, જોકે તે લઘુ હોવા છતાં બૃહદ છે. જેનો ગ્રંથાગ્ર ૨૩૩૬ શ્લોક પ્રમાણ છે. ચૂર્ણિકારો પછી ટીકાકારોનો સમય આવે છે. માટે હરિભદ્રજીનો સમય આઠમી સદીની નજીકનો થાય છે, એટલે કે છઠ્ઠી સદીના અંતમાં નિર્યુક્તિઓ, સાતમી સદીના પૂર્વ ભાગમાં ભાષ્યો, આઠમી સદીના પૂર્વભાગમાં ચૂર્ણિઓ અને તેના પછી આઠમી સદીના પશ્ચિમ ભાગમાં પ્રથમ ટીકાકાર હરિભદ્રસૂરિજી થયા. તેના પછી શાંતિચંદ્ર આચાર્ય, શીલાંકાચાર્ય, અભયદેવસૂરિ વગેરે ટીકાકાર આચાર્યો થયા. મલયગિરિ સંસ્કૃત વૃત્તિ - આચાર્ય મલયગિરિ પણ પોતાના યુગના અનુપમ આચાર્ય થયા છે.