________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
૩૦૭
વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે, માટે સમાન છે. (૫) સંસાર મળ :- અવધિજ્ઞાનથી પ્રતિપાતિ(પડિવાઈ) થઈને જેમ ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુલ પરાવર્તન સંસારભ્રમણ કરી શકે છે એમ જ મન:પર્યવજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું. આ રીતે બન્નેમાં સમાનતા છે. મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં પરસ્પર સાધર્મે :
અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે– મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનનો ક્રમ શા માટે રાખ્યો છે? સમાધાન :- પહેલું કારણ એ છે કે જેટલા ક્ષયોપથમિક જન્ય જ્ઞાન છે તેનો વ્યાસ પહેલાં કરવામાં આવેલ છે અને બીજું કારણ એ છે કે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનની કંઈક અંશે સમાનતા છે. જેમ કે(૧) સંયત્તત્વ :- આ બન્ને જ્ઞાન સંયતને જ થઈ શકે છે, અસંયત અથવા સંયતાસંયતને નહીં. એ દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૨) અપ્રમત્તત્વ:- મન:પર્યવજ્ઞાન જેમ અપ્રમત્તસંયતને જ થઈ શકે છે એમ કેવળજ્ઞાન પણ અપ્રમત્ત સંયતને જ થાય છે. (૩) વિપર્વત્ર :- મન:પર્યવજ્ઞાન જેમ અજ્ઞાનરૂપમાં પરિણત ન થાય એમ કેવળજ્ઞાન પણ અજ્ઞાનભાવમાં પરિણત ન થાય.
બીજો પ્રશ્ન થાય છે કે કેવળજ્ઞાન દરેક જ્ઞાનોમાં શ્રેષ્ઠતમ છે છતાં તેને પહેલું સ્થાન ન દેતાં અંતિમસ્થાન શા માટે આપેલ છે? સમાધાનઃ- જે જ્ઞાન ચતુષ્ટયને પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખે છે તે કેવળજ્ઞાનને પણ નિશ્ચયથી પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. આ શાસ્ત્રીય નિયમ છે. કોઈક જીવને મતિ, શ્રુત થયા પછી કેવળજ્ઞાન થાય છે, કોઈકને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન પછી કેવળજ્ઞાન થાય છે, કોઈકને મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાન થયા પછી કેવળજ્ઞાન થાય છે અને કોઈકને ચાર જ્ઞાન થયા પછી કેવળજ્ઞાન થાય છે. પરંતુ એ ક્ષાયોપથમિક જ્ઞાન થયા વિના અજ્ઞાનમાંથી સર્વપ્રથમ કેવળજ્ઞાન થતું નથી. કેમ કે કેવળજ્ઞાન ક્ષાયિક છે જે ક્ષાયોપથમિક જ્ઞાન થયા પછી જ થાય છે. આ કારણે ચાર જ્ઞાનનો ક્રમ પહેલાં છે. પછી કેવળજ્ઞાનનો ક્રમ રાખેલ છે.
મનુષ્ય જાતિસ્મરણજ્ઞાન દ્વારા સંશી જીવોના ૯૦૦ ભવોને જાણી શકે છે અને તે મતિજ્ઞાનની ઉત્કૃષ્ટતા છે. દષ્ટિવાદનું જ્ઞાન પણ મનુષ્ય જ કરી શકે છે. સંપૂર્ણ દષ્ટિવાદનું જ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા છે. પરમ અવધિજ્ઞાન અથવા અપ્રતિપાતિ અવધિજ્ઞાન પણ મનુષ્ય જ પ્રાપ્ત કરી શકે છે, અન્ય ગતિના જીવોને ન થાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. એવો પણ કોઈ નિયમ નથી કે– ક્ષયોપશમજન્યજ્ઞાન ઉત્કૃષ્ટ થયા વિના કેવળજ્ઞાન ન થાય. પરંતુ જેને ક્ષયોપશમજન્યજ્ઞાનની ઉત્કૃષ્ટતાસર્વોત્કૃષ્ટતા થઈ જાય તેને નિયમથી તે જ ભવમાં કેવળજ્ઞાન થઈ જાય છે. પરિશિષ્ટ-૯ નિંદીસૂત્ર અને વ્યાખ્યાઓનું પરિમાણ સૂત્રપરિમાણ – વર્ણ છંદોમાં એક અનુષ્ટ્રપ શ્લોક હોય છે જેમાં પ્રાયઃ ૩ર અક્ષર હોય છે. એવા ૭00