________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો.
૩૦૧ |
ઉદીરણા, સત્તા,ક્ષેત્રવિપાકી, જીવવિપાકી, પુદ્ગલવિપાકી, ધ્રુવોદય, અધૂવોદય, ધ્રુવબંધિની, અધુવબંધિની, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, નિકાચિત-નિધત, પ્રકૃત્તિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ, અબાધાકાળ આદિનું વર્ણન છે. કયા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો બંધ થાય છે? કેટલી પ્રકૃતિનો ઉદય હોય? કેટલી પ્રકૃત્તિ સત્તામાં રહે છે? આ રીતે કર્મોના અસંખ્ય ભેદો સહિતનું વર્ણન આ પૂર્વમાં છે. જીવ કેવા પ્રકારે કર્મ કરે છે? કર્મબંધના હેત કેટલા છે? તેનો ક્ષય કેવી રીતે કરી શકાય? ઈત્યાદિ વર્ણન છે.
વર્તમાનમાં છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ મા, ૨૪ મા, ૨૫ મા અને ૨૬ મા પદ, વિશેષાવશ્યક ભાષ્ય, ગોમ્મદસાર, કર્મકાંડ ઈત્યાદિ અનેક ગ્રંથોમાં (કર્મ સંબંધી વર્ણન) છે. આ વિષયનો મૂળસોત કર્મપ્રવાદપૂર્વ છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ :- ત્યાગની પ્રતિજ્ઞાને પ્રત્યાખ્યાન કહેવાય છે. ગૃહસ્થનો ધર્મ શું છે? શ્રાવક કોઈ પણ હેય-ત્યાજ્યને ૪૯ પ્રકારે ત્યાગ કરી શકે છે. સાધુઓ તેને ૯ કોટીથી ત્યાગ કરે છે. જેનો ત્યાગ કરવાથી મૂળ ગુણની વૃદ્ધિ થાય છે તેને મૂળ ગુણ પ્રત્યાખ્યાન કહેવાય છે અને જેનો ત્યાગ કરવાથી ઉત્તર ગુણની વૃદ્ધિ થાય તેને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહેવાય.
ભગવતી સૂત્રના ૭ મા શતકમાં, દશવૈકાલિકમાં, ઉપાસકદશાંગમાં, દશાશ્રુતસ્કંધની છઠ્ઠી અને સાતમી દશામાં, ઠાણાંગ સૂત્રના દસમા સ્થાનમાં જે પ્રત્યાખ્યાનનું વર્ણન આવેલ છે તે દરેક પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વના નાનકડા પીયૂષ કુંડની સમાન છે. (૧) અનાગત (૨) અતિકાંત (૩) કોટિ સહિત (૪) નિયંત્રિત (૫) સાગાર (૬) અણાગાર પચ્ચખાણ (૭) પરિમાણકૃત (૮) નિરવશેષ (૯) સંકેત પચ્ચખાણ (૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન એ બધા ઉત્તર ગુણ પચ્ચખ્ખાણ છે. પ્રત્યાખ્યાનનું વિસ્તૃત વર્ણન ઉપરાંત આચારના ઘણા વિષયોનું વિશ્લેષણ આ પૂર્વમાં રહેલ છે. (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વઃ- સાતસો અલ્પવિદ્યાઓનું, રોહિણી આદિ ૫૦૦ મહાવિદ્યાઓનું, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વપ્ન, લક્ષણ, વ્યંજન અને ચિહ્ન આ આઠ મહાનિમિત્તોનું આમાં વિસ્તૃત વર્ણન છે. (૧૧) અવંધ્યપૂર્વ – તેનું અપનામ 'કલ્યાણવાદી દિગંબર પરંપરામાં પ્રસિદ્ધ છે. શુભકર્મોના અને અશુભકર્મોનાં ફળોનું વર્ણન આ પૂર્વમાં મળે છે. જે કોઈ જીવ શુભ કર્મ કરે છે તે નિષ્ફળ જાય નહીં પણ ઉત્તમ દેવ બને છે, ઉત્તમ માનવ બને છે, તીર્થકર, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી બને છે. આ શુભકર્મોનું ફળ છે. આવી જ રીતે અશુભકર્મોનાં ફળથી દુર્ગતિ અને દુઃખમય જીવન મળે છે. (૧૨) પ્રાણાયુપૂર્વ – શરીર ચિકિત્સા આદિ અષ્ટાંગ આયુર્વેદિક ભૂતિકર્મ, વિષવિદ્યા, પ્રાણાયામના ભેદ પ્રભેદ, પ્રાણીઓનાં આયુષ્ય વગેરેને જાણવાની રીત આ પૂર્વમાં હોય છે. જો આ પૂર્વજ્ઞાનમાં પૂર્વધર ઉપયોગ લગાવે તો તેને પોતાની તથા બીજાઓની ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે ય અવસ્થાનું કે આયુષ્યનું જ્ઞાન સહજ થઈ જાય છે. જ્ઞાતા સૂત્ર અનુસાર ધર્મઘોષાચા ધર્મરૂચિ અણગારનો જીવ ક્યાં ઉત્પન્ન થયો છે એ વાત આ પૂર્વના જ્ઞાનથી જાણી લીધી હતી. (૧૩) ક્રિયાવિશાલપર્વ :- ક્રિયાના બે અર્થ થાય છે– સંયમ–તપની આરાધના કરવી તેને પણ ક્રિયા કહેવાય. લૌકિક વ્યવહારને પણ ક્રિયા કહેવાય. આમાં ૭૨ કળાઓ પુરુષની અને ૬૪ કળાઓ સ્ત્રીઓની,