________________
શ્રી નંદી સૂત્ર
શિલ્પકળા, કાવ્યસંબંધી, ગુણસંબંધી, ગુણદોષ વિધિનું, વ્યાકરણ, છંદ, અલંકાર, રસ એ દરેકની ક્રિયાનું વિસ્તૃત વર્ણન છે.
૩૦૨
-
(૧૪) લોકબિંદુસારપૂર્વ :– સંસાર અને તેનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય, ધર્મ, મોક્ષ અને લોકનું સ્વરૂપ આ દરેકનું વર્ણન લોકબિંદુસારપૂર્વમાં છે. આ પૂર્વ શ્રુતલોકમાં સર્વોત્તમ છે.
અનભિલાપ્ય(અકથનીય) પદાર્થોના અનંતમા ભાગ પ્રમાણે પ્રજ્ઞાપનીય(કથનીય) પદાર્થો હોય છે અને પ્રજ્ઞાપનીય(કથનીય) પદાર્થોના પણ અનંતમાં ભાગ પ્રમાણે જ શ્રુતનિબ(સૂત્રરૂપે) હોય છે. સંખ્યાત અક્ષરોના સમુદાયને પદશ્રુત કહેવાય છે. સંખ્યાત પદોનો એક સંઘાતશ્રુત થાય છે. સંખ્યાત સંઘાતશ્રુતોની એક પ્રતિપત્તિ થાય છે. સંખ્યાત પ્રતિપત્તિઓ પર એક અનુયોગશ્રુત હોય છે. ચારે ય અનુયોગનો અંતર્ભાવ પ્રામૃત પ્રાભૂતમાં થાય છે. સંખ્યાત પ્રાભૃત પ્રાભૂતનો સમુદાય પ્રાભૂત કહેવાય છે. સંખ્યાત પ્રાભૂતનો સમાવેશ એક વસ્તુમાં થઈ જાય છે. સંખ્યાત વસ્તુઓના સમુદાયને એક પૂર્વ કહેવાય છે. પરોક્ષ પ્રમાણમાં શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ પ્રમાણમાં કેવળજ્ઞાન મહાન છે. જેવી રીતે કેવળજ્ઞાની સંપૂર્ણ દ્રવ્ય અને તેની પર્યાયને જાણે છે, તેવી જ રીતે શ્રુતજ્ઞાની પણ સંપૂર્ણ દ્રવ્ય અને પર્યાયોને જાણે છે. અંતર બન્નેમાં ફક્ત આટલુ છે. શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી જાણે છે એટલે તેની પ્રવૃત્તિ અમૂર્ત પદાર્થોમાં તેની અર્થ પર્યાયમાં અને સૂક્ષ્મ મૂર્ત પદાર્થોમાં સ્પષ્ટ રૂપે હોતી નથી. જ્યારે કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી મૂર્ત કે અમૂર્ત સકલ પદાર્થોને વિશદરૂપે સ્પષ્ટ કરે છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન એ બન્ને પ્રત્યક્ષ હોવા છતાં શ્રુતજ્ઞાનની તોલે ન આવે. કારણ કે પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, કલ્યાણની દૃષ્ટિએ અને પરોપકારની દષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. વ્યાખ્યા શ્રુતજ્ઞાનની જ કરી શકાય છે. શેષ ચાર જ્ઞાન અનુભવ ગમ્ય છે, વ્યાખ્યાત્મક નહીં. આત્માને પૂર્ણતા તરફ લઈ જનાર શ્રુતજ્ઞાન જ છે, માર્ગપ્રદર્શક જો કોઈ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન જ છે. સંયમ અને તપની આરાધનામાં પરીષહ અને ઉપસર્ગને સહન કરવામાં સહયોગી સાધન શ્રુતજ્ઞાન છે. ઉપદેશ, શિક્ષા, સ્વાધ્યાય, ભણવું, ભણાવવું, મૂળ, ટીકા, વ્યાખ્યા એ બધું શ્રુતજ્ઞાન છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રુતજ્ઞાનને પ્રધાન કહ્યું છે. શ્રુતજ્ઞાનની કોઈ સીમા નથી, એ અનંત છે. વિશ્વમાં જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે, જેટલા લુપ્ત થઈ ગયા છે અને ભવિષ્યમાં જેટલા નવા નવા પુસ્તકો બનશે, તે દરેકનો અંતર્ભાવ દૃષ્ટિવાદમાં થઈ જાય છે.
આ પ્રકારે દષ્ટિવાદ અને પૂર્વોનું જ્ઞાન એ મહાન છે, વિશાળ છે, એમાં વર્ણિત વિષય પણ અસીમ છે. જગતનાં સર્વ કથનીય વિષયોનો એમાં સમાવેશ છે. આવા જ કારણોથી ચૌદ પૂર્વના જ્ઞાનીને શ્રુત કેવળી કે જિન નહીં પણ જિન સરીખા, એમ કહેવામાં આવે છે.
૧૪ પૂર્વમાં વત્થ, ચૂલિકા, પાહુડ અને પદનું પરિમાણ પાછળ મુજબ છે –
14
- વત્યુ | ચલિકા તે
પાહુડ
૨૦૦૦
૨૮૦
૧૦
૧
223
૨
૩
૧૦
૧૪
८
૪
૧૨
८
પદ પરિમાણ
૧ કરોડ
૯૬ લાખ
૭૦ લાખ