________________
૩૦૦ |
શ્રી નંદી સૂત્ર
सत्ता जंतु य माणी य मायी जोगी य संकुडो ।
असंकुडो य खेयण्णू अंतप्पा तहेव य ॥२॥ (૧) ગીત :- દ્રવ્ય પ્રાણ ૧૦ છે. દ્રવ્ય પ્રાણ વડે જે જીવે તે સંસારી જીવ કહેવાય અને નિશ્ચય નયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આ ચાર પ્રાણોથી જીવે તેને સિદ્ધ ભગવાન કહેવાય છે. (૨) વા - શુભ-અશુભ કાર્ય કરે છે માટે તેને કર્તા કહેવાય છે. (૩) વવત્ત :- સત્ય, અસત્ય, યોગ્ય અને અયોગ્ય વચન બોલે છે માટે તેને વક્તા કહેવાય છે. (૪) પ્રાળ :- પ્રાણને ધારણ કરે તેને પ્રાણી કહેવાય છે. પ્રાણ દશ છે. (૫) બોવ - ચાર ગતિમાં પુણ્ય અને પાપનું ફળ ભોગવે છે તેથી ભોક્તા કહેવાય છે. (૬) પોકાણ :- વિવિધ પ્રકારના શરીરો વડે પુલોને ગ્રહણ કરે છે, પૂર્ણ કરે છે, એને ગાળે છે માટે તેને પુગલ કહેવાય છે. (૭) વેર :- સુખ દુઃખનું વેદન કરવાથી અથવા જાણવાથી તેને વેદ કહે છે. (૮) વિષ્ણુ :- પ્રાપ્ત થયેલા શરીરને વ્યાપ્ત કરવાથી તેને વિષ્ણુ કહેવાય. (૯) સ્વયંભૂ - સ્વતઃ આત્માનું અસ્તિત્વ છે, પરતઃ નથી માટે સ્વયંભૂ છે. (૧૦) રર :- સંસાર અવસ્થામાં સૂક્ષ્મ અને સ્કૂલ શરીરને ધારણ કરનારો છે. (૧૧) માનવ :- મનુ એટલે જ્ઞાન. જે જ્ઞાન સહિત જન્મે તે માનવ અથવા નિષેધક છે અને નવ નો અર્થ છે નવીન, સંપૂર્ણ અર્થ થયો જે નવીન નથી પણ અનાદિ છે તેને માનવ કહેવાય. (૧૨) સજા :- જે પરિગ્રહમાં આસક્ત રહે છે અથવા જે પહેલાં હતા, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તેને સર્વ કહેવાય છે. (૧૩) ગંતુ :- આત્મા કર્મના યોગે ચાર ગતિમાં ઉત્પન્ન થયા કરે છે માટે તેને જંતુ કહે છે. (૧૪) માની :- તેઓને માન કષાય હોય છે અથવા સ્વાભિમાની હોવાના કારણે માની કહેવાય છે. (૧૫) માથી - તેઓ સ્વાર્થના માટે કપટ કરે છે માટે તેને માયી કહેવાય છે. (૧૬) યોજના :- મન, વચન અને કાયાનો વ્યાપાર અર્થાત્ ક્રિયા કરે છે તેથી યોગી કહેવાય છે. (૧૭) સંકટ :- જ્યારે સુક્ષ્મ શરીરને ધારણ કરે છે ત્યારે આત્માના પ્રદેશોને સંકચિત કરી દે છે તેથી તેને સંકુટ કહેવાય. (૧૮) મiટ:- કેવળી જ્યારે કેવળ સમુઘાત કરે છે ત્યારે આત્માના પ્રદેશોને સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત કરે છે માટે તેને અસંકુટ કહેવાય. (૧૯) ત્રિજ્ઞ - પોતાના સ્વરૂપને અને લોકાલોકને જાણવાથી ક્ષેત્રજ્ઞ કહેવાય. (૨૦) અંતરાત્મા :- આઠ કર્મોની અંદર રહે છે તેથી તેને અંતરાત્મા કહેવાય છે.
(૮) વર્મપ્રવાલપૂર્વ :- એમાં કર્મોની આઠ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિનો બંધ, ઉદય,