________________
શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
(3) वीर्यानुप्रवादपूर्व :- આમાં આત્મવીર્ય, પરવીર્ય, ઉભયવીર્ય, બાલવીર્ય, પંડિતવીર્ય, બાલપંડિતવીર્ય, ક્ષેમવીર્ય, ભાવવીર્ય અને તપવીર્યનું વિશાળ વર્ણન છે.
૨૯૯
(૪) અસ્તિનાસ્તિપ્રવાવપૂર્વ :- આમાં જીવ અને અજીવના અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મનું વર્ણન છે. જેમ કે– જીવ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિ રૂપ છે અને તે જ જીવ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. આ રીતે અજીવના વિષે પણ વર્ણન છે.
(૫) જ્ઞાનપ્રવાપૂર્વ :- આમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું સ્પષ્ટ વર્ણન છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ અનંત અને સાદિ સાંત વિકલ્પોનું અને પાંચ જ્ઞાનનું સવિસ્તાર વર્ણન કરનાર આ જ પૂર્વ છે, કેમ કે તેનો મુખ્ય વિષય જ્ઞાન છે.
(૬) સત્યપ્રવાવપૂર્વ :- આમાં વચનગુપ્તિ, વાક્યસંસ્કારના કારણો, વચનના પ્રયોગો, દશ પ્રકારની સત્ય ભાષા, બાર પ્રકારની વ્યવહાર ભાષા, દશ પ્રકારની અસત્ય ભાષા અને દસ પ્રકારની મિશ્ર ભાષાનું વર્ણન કરેલ છે. અસત્ય અને મિશ્ર એ બન્ને ભાષાઓની ગુપ્તિ, સત્ય અને વ્યવહાર ભાષામાં સમિતિનો પ્રયોગ કરવો જોઈએ. અભ્યાખ્યાન, ક્લેશ, પૈશુન્ય, મૌખર્ય, રતિ, અરતિ, ઉપધિ, નિકૃતિ, અપ્રણતિ, મોષ, સમ્યગ્દર્શન તથા મિથ્યાદર્શન વચનના ભેદથી ભાષા ૧૨ પ્રકારની છે.
(૧) કોઈ પર જૂઠું કલંક ચડાવવું તેનું નામ ગમ્યાાન કહેવાય. (૨) ક્લેશ કરવો તેને હ કહેવાય. (૩) પાછળથી દોષ પ્રગટ કરવા અથવા સકષાય ભેદનીતિને વૈશુન્ય કહેવાય. (૪) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિવાયના વચનનો પ્રયોગ કરવો તેને મૌવર્ય કહેવાય અથવા અસંવન્દ્વ વચન પ્રતાપ કહેવાય. (૫) વિષયાનુરાગજનક વચનને પતિ કહેવાય. (૬) બીજાને હેરાન પરેશાન કરનારા વચનને અથવા આર્તધ્યાનજનક વચનને અત્તિ કહેવાય. (૭) મમત્વ–આસક્તિ-પરિગ્રહ રક્ષણ-સંગ્રહ કરનારા વચનને ૩ધિ કહેવાય. (૮) જે વચનથી બીજાને માયામાં ફસાવવાની અથવા બીજાની આંખમાં ધૂળ નાંખવાની અથવા વિવેક બુદ્ધિને શૂન્ય કરી દેવાની પ્રવૃત્તિ હોય તેને નિવૃત્તિ કહેવાય. (૯) જે વચનથી સંયમ–તપની વાત સાંભળીને પણ ગુણીજનો સમક્ષ મસ્તક ઝુકે નહીં તેને અપ્રગતિ કહેવાય. (૧૦) જે વચનથી બીજા ચૌર્યકર્મમાં પ્રવૃત્ત થઈ જાય તેને મોજ કહેવાય. (૧૧) સન્માર્ગની દેશના દેનારા વચનને ક્ષમ્ય વર્ણન વચન અને (૧૨) કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે તેને મિથ્યાવર્ણનવચન કહેવાય. જે સત્ય વચનના બાધક છે, સાવધ ભાષા છે તે હેય છે. સત્ય અને વ્યવહાર એ બે ભાષા ઉપાદેય છે. એ સિવાય અન્ય જે કંઈ પણ સત્યાંશ છે તેના મૂળ સ્રોત આ પૂર્વ છે.
(૭) આત્મપ્રવાલપૂર્વ :- આમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આત્માના અનેક પર્યાયવાચી શબ્દો
બતાવ્યા છે. જેમ કે– ચૈતન્ય, પ્રાણી, અનંત શક્તિવાન. દસ પ્રાણોથી જીવન વ્યતીત કરનારને જીવ કહેવાય છે. જીવ બે પ્રકારના છે– સંસારી અને સિદ્ધ. આત્માના વિષયમાં સંપૂર્ણ વર્ણન આ પૂર્વમાં છે. જીવ વિષે જુદી જુદી વ્યાખ્યા આ પ્રકારે છે–
जीवो कत्ता य वत्ता य पाणी भोत्ता य पोग्गलो । वेदो विण्हू सयंभू य सरीरी तह माणवो ॥१॥