________________
૨૯૮ |
શ્રી નંદી સૂત્ર
ગચ્છનો એમાં આગ્રહ રાખેલ નથી. તેના વિષે અનેક પ્રમાણ છે. જેમ કે– આચાર્ય સંભૂતિવિજયજી યશોભદ્રજીના શિષ્ય હતાં. આચાર્ય સંભૂતિવિજય અને આચાર્ય ભદ્રબાહુ સ્વામી એ બન્ને ગુરુભાઈ હતા અને સ્થૂલિભદ્રજી સંભૂતિવિજયજીના શિષ્ય હતા. તે બધા યુગપ્રધાન આચાર્ય થયા હતા. આચાર્ય
સ્થૂલિભદ્રજીને બે શિષ્ય હતા- (૧) મહાગિરિ ૨) સુહસ્તી. તે બન્ને ક્રમશઃ આચાર્ય થયા હતા પણ ગુરુ શિષ્ય ન હતા.
આર્ય નાગહસ્તીજી વાચક વંશમાં થયા હતા. સિંહનામના મુનિવરે બ્રહ્મદીપિક શાખાના પરંપરાગત ઉત્તમ વાચક પદને પ્રાપ્ત કર્યું હતું. વાચક નાગાર્જુનને પણ દેવવાચકજીએ વંદન કર્યા છે. તે આચાર્ય ન હતા પણ વાચક હતા. વાચક ઉપાધ્યાયને કહેવાય છે. અર્થાત્ વાચક શબ્દ ઉપાધ્યાય માટે નિર્ધારિત હતો. આ ઉદાહરણોથી પ્રતીત થાય છે કે દેવવાચકજીએ દઢ શ્રદ્ધાપૂર્વક યુગપ્રધાન વાચકોની સ્તુતિ અને વંદન પણ કર્યા છે.
કલ્પસૂત્રની સ્થવિરાવલી પર જો આપણે દષ્ટિપાત કરીએ તો આચાર્ય વજસેનજી ૧૪ મા પટ્ટધરા હતા, તેને ચાર શિષ્ય હતા. (૧) નાઈલ (૨) પોમિલ (૩) જયંત (૪) તાપસ. તેની ચાર શાખાઓ નીકળી છે. દેવવાચકજીએ ભૂતદિન્ન આચાર્યનો પરિચય આપતા કહ્યું છે "નાત જવા નવિં " તેનાથી પણ આ સિદ્ધ થાય છે કે- નંદીસૂત્રમાં ગુર્નાવલી નથી પણ યુગપ્રધાન આચાર્ય અથવા અનુયોગાચાર્ય કોઈ પણ શાખા અથવા પરંપરામાં થયા છે, તેઓની સ્તુતિ મંગલાચરણ રૂપે તેઓએ કરી છે. આ વિચારણા પરથી એમ સિદ્ધ થાય છે કે નંદી સૂત્રમાં યુગપ્રધાન, વિશિષ્ટ વિદ્વાન તેમજ શ્રતધર આચાર્ય, ઉપાધ્યાય વગેરે જે કાલિકશ્રુતના અનુયોગ(અર્થપરમાર્થ)ના ધારક થયા અને હતા તે મહાન પુરુષોના પવિત્ર નામનો ઉલ્લેખ આ સ્તુતિ ગાથાઓમાં છે. નંદી સૂત્રની પચાસમી ગાથાથી પણ આ વાતની સિદ્ધિ થાય છે. તે ગાથાનો ભાવ આ છે– ઉપરની ગાથાઓમાં વર્ણવેલ મહાપુરુષો સિવાય અન્ય જે કોઈ પણ કાલિક શ્રતના અનુયોગને ધારણ કરનારા શ્રમણ ભગવંતો થયા છે તે બધાને નમસ્કાર કરીને હું હવે જ્ઞાનની પ્રરૂપણા રૂપ નદી સત્રનું કથન કરીશ. આ ગાથામાં દેવવાચકજીએ બીજા બધા વડીલ સાધુઓ કે પદવીધરો એમ ઉલ્લેખ ન કરતાં કાલિકશ્રુતના અનુયોગધરોનો જ ઉલ્લેખ કર્યો છે. માટે અહીં જ્ઞાનના વર્ણન પ્રસંગે વિશિષ્ટ શ્રતધરોને વિશિષ્ટ જ્ઞાનીઓને સ્મરણ વંદન કર્યા છે. કોઈ પણ શાખા કે પટ્ટાવલીનો તેમાં આગ્રહ નથી. પરિશિષ્ટ
ચૌદ પૂર્વનો વિષય (૧) ઉત્પાદ પૂર્વ - જીવ, કાળ અને પુદ્ગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને ધ્રુવતત્વનું વિશાળ વર્ણન છે. "સદ્દવ્યતન " એમાં સત્ શું છે? ઉત્તર- "ત્યા થથ થવ્યયુક્ત સત્ " જેમાં આ ત્રણે ય હોય તેને સત્ કહેવાય છે અને જે સત્ છે તે જ દ્રવ્ય છે. આ પૂર્વમાં ઉત્પાદ, વ્યય અને ધવ્ય એ ત્રણેયનું વિસ્તૃત વર્ણન છે. (૨) અવિનયપૂર્વ :- આમાં ૭00 સુનય અને ૭૦૦દુર્નય, પંચાસ્તિકાય, પદ્રવ્ય અને નવપદાર્થનું વિસ્તારથી વર્ણન કરેલ છે.