________________
'શ્રી આત્મારામજી મ. સા.નાયિતનો
|
| ૨૯૭ |
સરસ, સુકોમળ અને સર્વોત્તમ જ હોય છે. ભલે તે ગમે તે ભાષામાં બોલે. પ્રભુ દ્વારા ઉચ્ચારિત કોઈ પણ ભાષા આર્ય-અનાર્ય, દ્વિપદ-ચતુષ્પદ વગેરે દરેક માટે હિતકર, શિવંકર અને સુખ દેનારી હોય છે. તીર્થંકર પ્રભુના ભાષાતિશયના કારણે તેની વાણીને દરેક પ્રાણી પોતાની ભાષાને અનુરૂપ સમજી લે છે. આ ભાષાનો અતિશય ફક્ત ભગવાન મહાવીરમાં જ હતો એમ નહીં પણ દરેક તીર્થકરોને આવો વાણીનો અતિશય હોય છે.
કેટલાક લોકોની એવી ધારણા છે કે- આ અર્ધમાગધી ભાષા તે સમયે મગધદેશના અર્ધા ભાગમાં બોલચાલની ભાષા હતી માટે તેને અર્ધમાગધી ભાષા કહેવાય છે. વાસ્તવમાં એવું નથી. એકાંતે કેવળ શબ્દની વ્યુત્પત્તિ પર જ ધ્યાન ન દેવું જોઈએ. આગમની અર્ધમાગધી ભાષા હોય, એ અનાદિનો નિયમ છે. મહાવિદેહ ક્ષેત્રમાં પણ આગમ અર્ધમાગધી ભાષામાં જ હોય છે.
અર્ધમાગધી ભાષા એ દેવવાણી છે. આ તેની બીજી વિશેષતા છે. પંચમ અંગ શ્રી ભગવતી સૂત્રમાં એક સ્થાને ભગવાન મહાવીરને ગણધર ગૌતમે પ્રશ્ન કર્યો– ભગવન્! દેવો કઈ ભાષામાં બોલે છે? કઈ ભાષા તેને પ્રિય હોય? સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામીએ કહ્યું– ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે અને તે ભાષા તેને પ્રિય અને રૂચિકર છે. ઉપર્યુક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે– માગધી ભાષા એક સ્વતંત્ર ભાષા છે. મગધદેશની અપેક્ષાએ તેનું આ નામ નથી. દેવો એ બોલતા હોવાથી તે ભાષા સર્વથી શ્રેષ્ઠ છે. માટે અનાદિકાળથી આગમ સર્વ શ્રેષ્ઠ ભાષામાં હોય છે. નંદી સૂત્રની ભાષા પણ અન્ય આગમોની જેમ સુગમ અને સારગર્ભિત અર્ધમાગધી ભાષા છે. કેટલાકની માન્યતા છે કે તીર્થકર અર્થ પ્રરૂપક છે માટે કોઈ પણ ભાષાનો આગ્રહ તેને હોતો નથી. બીજું તેને વચનાતિશય હોય છે માટે પણ તેને ભાષાનો આગ્રહ આવશ્યક નથી. સર્વજ્ઞ હોવાને કારણે તે કોઈ પણ ભાષામાં બોલી શકે અને પ્રવચન આપી શકે છે. વિચાર કરીએ તો વાસ્તવમાં શાસ્ત્રની ભાષા અને વ્યવહારની ભાષા એકજ ન હોવી જોઈએ. કારણ કે શાસ્ત્ર એક વિશિષ્ટ ભાષામાં હોવા જોઈએ તો જ તેની સુરક્ષા અને મહત્તા ટકી શકે છે. પ્રવચન સામાન્ય જનભાષામાં હોય છે. આ વિષયમાં એટલે કે તીર્થકરની ભાષાના વિષયમાં અંગ આગમ મૌન છે. ઉવવાઈ સુત્રના આધારે તીર્થકરો અર્ધમાગધીમાં પ્રવચન આપે એ ધારણા વધારે પ્રચલિત છે, છતાં તે અનુપ્રેક્ષણીય અને શોધનીય અવશ્ય છે. પરિશિષ્ટ-૬ સ્થિવિરાવલી શું છે ?
અનેક વિદ્વાન મુનિવરોની એવી ધારણા છે કે- નંદી સુત્રની આદિમાં મંગલાચરણની અંતર્ગત જે સ્થવિરાવલી છે, તે પટ્ટધર આચાર્યોની છે. કોઈક કહે છે કે એ દેવવાચકજીની ગુર્વાવલી છે. પરંતુ આગમની અનુપ્રેક્ષા કરતાં આ સ્થવિરાવલી પટ્ટધર આચાર્યોની હોય એવું લાગતું નથી અને દેવવાચકજીની ગુર્નાવલી હોય તેવું પણ લાગતું નથી. વસ્તુતઃ દેવવાચકના મનમાં જે જે પરમ શ્રદ્ધેય શ્રતધર હતા, તેનો પરિચય તેઓએ ગાથાઓમાં લૌકિક અને લોકોત્તર ગુણોની સાથે આપેલ છે.
કોઈપણ ગચ્છના આચાર્ય ઉપાધ્યાય અથવા વિશિષ્ટ આગમધર તેમજ અનુયોગાચાર્ય હોય, તેઓના પવિત્ર નામનો ઉલ્લેખ આ સ્તુતિ ગાથાઓમાં કરેલ છે. પરંતુ કોઈ એક જ પરંપરા, કુળ કે