________________
૨૯૪]
શ્રી નંદી સૂત્ર
હોય તે જ સમ્યગ્દષ્ટિ જીવો સૂત્રમાંથી મહાન અર્થો કાઢી શકે છે, તે જ સુપ્ત સૂત્રને જગાડવામાં સમર્થ બની શકે છે. બીજમાં જેમ મૂળ, કંદ, સ્કન્ધ, શાખા, પ્રશાખા, કિસલય(કૂપળીયો) પત્ર, પુષ્પ, ફળ અને રસ એ બધું વિદ્યમાન છે, જ્યારે તેને અનુકૂળ વાયુ, જળ, ભૂમિ, સમય અને રક્ષાના સાધનો મળે છે ત્યારે તેમાં છુપાયેલા અથવા સુખ દશામાં રહેલા દરેક તત્ત્વો યથા સમયે જાગૃત થઈ જાય છે. તેમ આત્મામાં પણ અનંતજ્ઞાન છુપાયેલું છે. જ્યારે ગુરુદેવના મુખારવિંદથી વિનીત શિષ્ય દત્ત-ચિત્ત વડે ક્રમશઃ શ્રવણ, પઠન-મનન, ચિંતન, અનુપ્રેક્ષા કરે છે ત્યારે સૂત્રનું વિસ્તૃતજ્ઞાન ક્ષયોપશમ વડે પ્રગટ થાય છે. આ રીતે સૂત્રનું જ્ઞાન, અધ્યયન વડે અને ક્ષયોપશમ વડે તેમજ ગુરુ સાંનિધ્ય વડે પ્રગટ થાય છે. આગમ :
(૧) જૈન પરિભાષામાં તીર્થકર, ગણધર અને શ્રુતકેવળી પ્રણીત શાસ્ત્રોને આગમ કહેવાય છે. (૨) અર્થ રૂપે તીર્થકરના પ્રવચનોને અને સૂત્ર રૂપે ગણધર તેમજ શ્રુતકેવળી પ્રણીત સાહિત્યને આગમ કહેવાય છે. (૩) જે જ્ઞાનનો મૂળ સોત તીર્થકર ભગવાન છે, આચાર્ય પરંપરા અનુસાર જે શ્રુતજ્ઞાન આવ્યું છે અને આવશે, તેને આગમ કહેવાય છે. (૪) આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. (૫) જેના વડે પંચાસ્તિકાય, નવતત્ત્વ વગેરે સર્વ રીતે જાણી શકાય છે તેને આગમ કહેવાય છે. (૬) અપેક્ષાએ કેવળ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર, ૯ પૂર્વધર આ બધા વડે જાણેલ જ્ઞાનને આગમ કહેવાય છે. (૭) જે ગુરુ પરંપરાથી અવિચ્છિન્ન ગતિએ આવી રહ્યું છે તેને આગમ કહેવાય છે. (૮) જેની રચના આપ્ત પુરુષો વડે થઈ હોય તેને આગમ કહેવાય.
આખ કોને કહેવાય? ઉત્તર– જે ૧૮ દોષ રહિત હોય, જેનું જીવન શાસ્ત્રમય અને ચારિત્રમય હોય, તેને આપ્ત કહેવાય છે. જે રાગદ્વેષથી મલિન હોય તેનું જ્ઞાન નિર્દોષ ન કહેવાય. માટે દોષરહિત પુરુષને આપ્ત કહેવાય છે.
જૈન પરંપરામાં આગમના રચયિતા કોણ છે? ઉત્તર- આગમના મુખ્ય રચયિતા ગણધરો હોય છે. ક્યારેક તેના જ આધારથી અન્ય શ્રુતકેવળી અથવા સ્થવિરો પણ સૂત્રોનું સંપાદન કરે છે. એ આગમ મૂળરૂપ અર્ધમાગધી ભાષામાં હોય છે. (૯) બીજી અપેક્ષાએ આગમ ત્રણ પ્રકારના બતાવ્યા છે– (૧) સૂત્રાગમ (૨) અર્થાગમ (૩) તદુભયાગમ. અલ્પાક્ષરમાં અને અર્ધમાગધી ભાષામાં સૂત્રાગમ હોય છે. વિસ્તૃત અર્થ લઈને વિવિધ ભાષામાં અર્થાગમ હોય છે અને તદુભયાગમ ઉપર્યુક્ત બન્નેથી યુક્ત હોય છે. (૧૦) અન્ય શૈલીથી આગમ ત્રણ પ્રકારે છે– (૧) આત્માગમ (૨) અનંતરાગમ (૩) પરંપરાગમ. તીર્થકર ભગવંતોને બધું જ્ઞાન આત્માગમથી જ હોય છે. ગણધરોને સૂત્રાગમ આત્માગમ હોય છે અને અર્થાગમ તીર્થકર ભગવાનથી પ્રાપ્ત થાય માટે અનંતરાગમ હોય છે. બીજા સાધુઓનું જ્ઞાન અનંતરાગમ કે પરંપરાગમ બન્ને પ્રકારનું હોય છે, આત્માગમ હોતું નથી અર્થાત્ જે સાધુ તીર્થકર પ્રભુથી અર્થ મેળવે અને ગણધરોથી સૂત્ર મેળવે તો તે જ્ઞાન અનંતરાગમ કહેવાય છે. આજે આપણને મળતા આગમો બધા પરંપરાગમ રૂપ છે. આગમોમાં આવતા અધિકારોનું વિવરણ :શ્રતધ - અધ્યયનના સમુહને સ્કંધ કહેવાય છે. વૈદિક પરંપરામાં શ્રીમદ્ભાગવત પુરાણના અંતર્ગત