________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
૨૯૫ |
સ્કંધનો પ્રયોગ કરેલ છે. તે પ્રત્યેક સ્કંધમાં અનેક અધ્યયન છે. જેનાગમોમાં કેવળ સ્કંધનો જ નહીં પણ શ્રુતસ્કંધનો ઉલ્લેખ છે. કોઈ પણ આગમોમાં બે શ્રુતસ્કંધોથી અધિક શ્રુતસ્કંધ નથી. આચારાંગ, સૂત્રકૃતાંગ, જ્ઞાતાધર્મકથા, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર આ દરેક સૂત્રના બે ભાગ કર્યા છે. જેને જૈન પરિભાષામાં શ્રુતસ્કંધ કહેવાય છે– પહેલો શ્રુતસ્કંધ અને બીજો શ્રુતસ્કંધ. એમ બે પ્રકારે વિભાગ કરવામાં જુદા જુદા ઉદ્દેશ્ય થઈ શકે છે. આચારાંગમાં સંયમની આંતરિક વિશુદ્ધિ અને બાહ્ય વિશુદ્ધિની દષ્ટિથી, સૂત્રકૃતાંગમાં પદ્ય અને ગદ્યની દષ્ટિથી, જ્ઞાતાધર્મકથામાં આરાધક અને વિરાધકની દષ્ટિથી અથવા દષ્ટાંત અને ધર્મકથાની દષ્ટિથી તથા પ્રશ્નવ્યાકરણમાં આશ્રવ અને સંવરની દષ્ટિથી તેમજ વિપાક સૂત્રમાં દુઃખવિપાક અને સુખવિપાકની દષ્ટિથી વિષયને બે શ્રુતસ્કંધમાં વિભાજિત કરેલ છે. પ્રત્યેક શ્રુતસ્કંધમાં અનેક અધ્યયન છે અને કોઈ કોઈ સ્ત્રના અધ્યયનમાં અનેક ઉદ્દેશક પણ છે. વર્ગ - વર્ગ પણ અધ્યયનોના સમૂહને જ કહેવાય છે. અંતકતુ સૂત્રમાં આઠ વર્ગ છે. અનુત્તરોપપાતિકમાં ત્રણ વર્ગ કહ્યા છે અને જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધમાંદસ વર્ગ છે. ઉપાંગ સૂત્રમાં નિરયાવલિકા વગેરે પાંચ વર્ગ છે. દશા – ઉપલબ્ધ આગમોમાં એક જ સૂત્ર દશાશ્રુતસ્કંધમાં વિભાગરૂપે દશાઓ કહેલ છે. દશ અધ્યયનોના સમૂહરૂપ આગમને દશા કહેવાય છે. જેમાં જીવોની જીવન દશાનું પ્રગતિશીલ કે વિકાસશીલ વર્ણન હોય છે તેને દશા કહેવાય છે. જેમ કે– ઉપાસકદશા, અનુત્તરોપપાતિકદશા, અંતકૃદશા આ ત્રણ દશાઓમાં ઈતિહાસ છે. જે દશામાં ઈતિહાસની પ્રચુરતા નથી પણ આચારની પ્રચુરતા છે તે સૂત્રને દશાશ્રુતસ્કંધ કહેવાય. આ સૂત્રમાં દશાનો પ્રયોગ અંતમાં ન કરતાં આદિમાં કર્યો છે. શતક – ભગવતી સૂત્રમાં અધ્યયનના સ્થાને શતકનો પ્રયોગ કર્યો છે. અન્ય કોઈ આગમમાં શતકનો પ્રયોગ કર્યો નથી. શતકમાં ઉદ્દેશકરૂપ પ્રતિ વિભાગ પણ છે. પાછળના શતકોમાં અવાંતર શતક પણ છે અર્થાત્ એક શતકમાં ઘણા શતક છે. સ્થાન :- સ્થાનાંગ સૂત્રમાં અધ્યયનના સ્થાને સ્થાન' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના પહેલા સ્થાનમાં એક–એક વિષયનો, બીજામાં બે બેનું એમ કરતાં કરતાં દસમામાં દસ દસ વિષયોનું ક્રમશઃ વર્ણન કરેલ છે. સમવાય :- સમવાયાંગ સૂત્રમાં અધ્યયનના સ્થાને સમવાયનો પ્રયોગ કર્યો છે, તેમાં સ્થાનાંગની જેમ સંક્ષિપ્ત શૈલી છે પરંતુ વિશેષતા એ છે કે- એકથી લઈને કરોડ સુધીના વિષયોનું તેમાં વર્ણન કરેલ છે. સ્થાનાંગ અને સમવાયાંગને જો આગમોની સૂચિરૂ૫ છે. પ્રાભત - દષ્ટિવાદ, અને જ્યોતિષરાજપ્રજ્ઞપ્તિ(ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ)માં અધ્યયનના સ્થાને પ્રાકૃત શબ્દનો પ્રયોગ કર્યો છે અને પ્રતિ વિભાગરૂપ ઉદ્દેશકના સ્થાને પ્રાકૃત-પ્રાભૃતનો પ્રયોગ કર્યો છે. પદ - પ્રજ્ઞાપના સૂત્રમાં અધ્યયનના સ્થાને પદનો પ્રયોગ કર્યો છે અને પ્રતિવિભાગરૂપે ઉદ્દેશક પણ કહેલ છે. પ્રતિપત્તિ - જીવાભિગમ સૂત્રમાં અધ્યયનના સ્થાને પ્રતિપત્તિનો પ્રયોગ કર્યો છે. જેના દ્વારા પદાર્થોના સ્વરૂપને જાણી શકાય તેને પ્રતિપત્તિ કહેવાય છે. પ્રતિપદને યથાર્થમવ|ગબ્લેડથ આમિતિ प्रतिपत्तयः। વક્ષસ્કાર – જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અધ્યયનના સ્થાને વક્ષસ્કારનો પ્રયોગ કર્યો છે. તેનો મુખ્ય વિષય