________________
શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
ગયા હોય અથવા જેનું જીવન શાસ્ત્રમય બની ગયું હોય, તેને શાસ્તા કહેવાય. ઔપપાતિક સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરને પણ શાસ્તા કહેલ છે. તેઓશ્રીએ ભવ્ય જીવોને સન્માર્ગ પર ચાલવાની શિક્ષા આપી છે અર્થાત્ સત્(સાચી) શિક્ષા દેનારાને શાસ્તા કહેવાય છે અને તેઓશ્રીના પ્રવચનને શાસ્ત્ર કહેવાય છે, અનુશાસનમાં રહેનારાને શિષ્ય કહેવાય છે અને અનુશાસનમાં રહેવા માટે જે સંકેત પ્રાપ્ત થાય છે તેને શિક્ષા કહેવાય છે. કેવળી અને ગુરુના અનુશાસનમાં રહેવું તેનું નામ ધર્મ છે. શાસ્ત્રથી હિત શિક્ષા પ્રાપ્ત થાય છે. જે શિષ્ય અનુશાસનમાં રહે તે જ હિત શિક્ષાને ગ્રહણ કરી શકે છે. ''શાસના∞ાસ્ત્ર મિત્ શિક્ષા દેવાના કારણે નંદીસૂત્ર પણ શાસ્ત્ર કહેવાય છે. "શાસ્યતે પ્રાખિનોનેનેતિ શાસ્ત્રમ્" જેના વડે પ્રાણીઓને સુશિક્ષિત કરવામાં આવે તેને શાસ્ત્ર કહેવાય છે.
"
૨૯૩
ઉમાસ્વાતિજીએ શાસ્ત્રની વ્યુત્પત્તિ બહુ સુંદર શૈલીમાં કરી છે. ''શાસુ - અનુશિબ્દો" અને "બ્રેક પાને'' ધાતુથી વ્યુત્પત્તિ કરી છે. તે પછી તેઓએ શાસ્ત્ર શબ્દની ભાવાત્મક વ્યાખ્યા અતિ સુંદર પ્રકારે કરી છે– જે પ્રાણીઓનું ચિત્ત રાગ–દ્વેષના કારણે ઉદ્ઘત, મલિન તેમજ કલુષિત થઈ રહ્યું છે, જે ધર્મથી વિમુખ છે, જે દુઃખની જવાળાથી બળી રહ્યા છે; તેના ચિત્તને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં જે નિમિત્ત છે, ધર્મમાં ચિત્તને લગાડનાર છે અને સર્વ પ્રકારના દુઃખથી રક્ષા કરનાર છે, તેને શાસ્ત્ર કહેવાય છે.
આચાર્ય સમંતભદ્રજીએ શાસ્ત્રનું લક્ષણ બહુ સુંદર બતાવ્યું છે, જેમ કે– (૧) જે આપ્તપુરુષ વડે કહેવાયું હોય (૨) જેનું કોઈ ઉલ્લંઘન કરતા ન હોય (૩) જે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી વિરુદ્ધ ન હોય (૪) જે તત્ત્વનો ઉપદેશ કરનાર હોય (૫) જે સર્વ જીવોનું હિત કરનાર હોય (૬) જે કુમાર્ગનો નિષેધ કરનાર હોય. આ છ લક્ષણ જેમાં ઘટિત થતા હોય તેને શાસ્ત્ર કહેવાય.
શાસ્ત્રીય જ્ઞાન સ્વ—પર પ્રકાશક હોવાથી ગ્રાહ્ય છે. સત્ શિક્ષા દેવાના કારણે નંદીસૂત્ર પણ શાસ્ત્ર કહેવાય છે. શાસ્તાની પ્રધાનતાથી શાસ્ત્રની પ્રધાનના થઈ જાય છે.
સૂત્ર ઃ
અર્થને કે મોક્ષાર્થને સૂચિત કરે તે સૂત્ર. તીર્થંકરો દ્વારા અર્થ રૂપે ઉત્પન્ન થઈને ગણધરો દ્વારા ગ્રંથ રૂપે રચાય તેને સૂત્ર કહેવાય છે. નંદીસૂત્રનું સંકલન પણ ગણધરકૃત અંગસૂત્રોના આધારે કરેલ છે. સૂત્રના આધારે ચાલનાર વ્યક્તિ પથભ્રષ્ટ થયા વગર સંસારરૂપ સાગરને તરી જાય છે. જેવી રીતે દોરામાં પરોવાયેલી સોય સુરક્ષિત રહે છે પણ દોરા વગરની સોય સુરક્ષિત રહેતી નથી અર્થાત્ ખોવાઈ જાય છે, એવી જ રીતે જેણે શ્રદ્ધાપૂર્વક સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તેવા જીવો સંસારમાં ભટકતા નથી. નંદી સૂત્રમાં જ્ઞાનનું વર્ણન છે, જ્ઞાનથી આત્મા પ્રકાશવાન બને છે. જેમ ચળકતા પદાર્થો અંધારામાં ગુમ થતા નથી એમ જ્ઞાન થયા પછી જીવો સંસારરૂપ અંધકારમાં ગુમ થતા નથી.
સૂત્રથી અતિરિક્ત અન્ય કોઈ માર્ગ કે સાધન છે નહીં કે જેમાં મહાર્થને ગર્ભિત કરી શકાય. જેમ બહુમૂલ્ય રત્નોમાં સેંકડો સુવર્ણમુદ્રાઓ લાખો રૂપિયા અને કરોડો પૈસાઓ સમાય જાય છે એમ જ શબ્દની અપેક્ષાએ સ્વલ્પ માત્રામાં હોય તોપણ અર્થમાં મહાન હોય છે.
જે મનુષ્યના કષાય અને વિષય શાંત થઈ ગયા હોય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોપશમ સવિશેષ