________________
[ ૨૯૨ ]
શ્રી નંદી સૂત્ર
(૬) પ્રસિદ્ધિ:- પ્રસિદ્ધિનો અર્થ ધારણ અથવા સમાધાન થાય છે. શંકાનું સમાધાન કરવું, પ્રશ્નનો ઉત્તર આપવો, કહેલ સૂત્ર અને અર્થની સિદ્ધિ કરવી. ક્યારેક શિષ્ય પ્રશ્ન કરે છે તેનો ઉત્તર ગુરુ આપે છે અને ક્યારેક ગુરુ પ્રશ્ન કરે છે અને ગુરુ જ ઉત્તર આપે છે. ક્યારેક પ્રશ્ન ગુરુ કરે છે અને ઉત્તર શિષ્ય પણ આપે છે તેને પ્રસિદ્ધિ કહેવાય છે.
જેમ કે– પહેલા ચાલનામાં પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર અહીં આપે છે. નજિક નન્હી? "નહિ વૃદ્ધ'આ ધાતુથી તેની નિષ્પતિ થાય છે માટે બન્ને શબ્દો શુદ્ધ છે. નંદિ પુલિંગ છે અને નંદી શબ્દ સ્ત્રીલિંગ છે. બન્નેનો અર્થ એક જ થાય છે પરંતુ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આગમમાં નંદી એટલે કે દીર્ઘ ઈકારનો પ્રયોગ કરેલ છે અને તેને આર્ષ ભાષા કહેવાય છે. જિનભદ્રગણીજીએ વિશેષાવશ્યક ભાષ્યમાં સ્ત્રીલિંગમાં નંદી શબ્દનો પ્રયોગ કર્યો છે, જેમ કે
मंगलमहवा नन्दी, चउव्विहा मंगलं च सा नेया ।
दव्वे तूर समुदओ, भावम्मि य पंचनाणाई ॥ તેનાથી સિદ્ધ થાય છે કે દીર્ઘ ઈકાર સહિત નંદી તે પ્રમાણે લખવું સર્વથા ઉચિત છે. "આમોય સમિતિઓ દ્વારા પ્રકાશિત મલયગિરિ વૃત્તિમાં નવ્વીસૂત્રક, નન્યવૃત્તિ, નન્દનો પાક આ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરેલ છે. સમસ્ત પદમાં પણ દીર્ઘ કાર સહિત નંદીનો પ્રયોગ કર્યો છે. જે રીતે ભાવનંદીથી અતિરિક્ત નામ નહિ સ્થાપના નવી દ્રવ્ય નકિએનો હૃસ્વ ઈકાર સહિત પુલિંગમાં પ્રયોગ થઈ શકે છે અને દીર્ઘ ઈકાર સહિત સ્ત્રીલિંગમાં પ્રયોગ થઈ શકે છે તેમાં કોઈ દોષ નથી. આ શબ્દ વિષયક સમાધાન છે. એવી જ રીતે અર્થ ભાવાર્થ વિષયક સમાધાનમાં નંદીનો અર્થ અને નંદી તથા જ્ઞાનનો સુમેળ સમજાવવો જોઈએ. તે ભાવાર્થ પાછળ 'નંદીનો મહિમા પ્રકરણમાં કરી દીધેલ છે.
સાર એ છે કે તેનું અધ્યયન કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, માટે આ આગમનું નામ નંદી રાખેલ છે. એને અર્થ વિષયક પ્રસિદ્ધિ કહેવાય છે. આ ક્રમથી જો ઉપાધ્યાય અથવા ગુરુ શિષ્યને અભ્યાસ કરાવે તો તે જ્ઞાન વિજ્ઞાન રૂપે પરિણત થઈ શકે છે. આ રીતે સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રસિદ્ધિ આ ૬ અંગોથી કરેલ અધ્યયન પરિપૂર્ણ વિકાસને પામે છે. પરિશિષ્ટ-૪ શાસ્ત્ર, સૂત્ર, આગમ, સાહિત્યો
જુદા જુદા ઉચ્ચારણવાળા આ શબ્દો સામાન્ય રીતે એકાર્થક જેવા છે. પરંતુ વિશેષરૂપે દરેક શબ્દની વ્યુત્પત્તિનો અર્થ કંઈક ભિન્ન પણ હોય છે. માટે અહીં આ શબ્દોનાં વિશ્લેષણ કરવામાં આવે છે. શાસ્ત્ર :
શાસ્ત્ર એ કાગળ, સ્યાહી, લિપિ કે ભાષાનું નામ નથી. જો આ ચાર સાધનને શાસ્ત્ર કહેવાય તો કોકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને પણ શાસ્ત્ર કહેવાશે. પરંતુ એવા લૌકિકશાસ્ત્રનું અહીં કોઈ પ્રયોજન નથી. "શાસુ અનુશિષ્ટ" ધાતુથી શાસ્તા, શાસ્ત્ર, શિક્ષા, શિષ્ય અને અનુશાસન ઈત્યાદિ શબ્દ બને છે. શાસ્તા કોને કહેવાય? જેનું જીવન ઉન્નતિના શિખર પર પહોંચી ગયું હોય, જેના વિકારો સર્વથા વિલય થઈ