________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
૨૯૧ |
પરિશિષ્ટ-૩
અિધ્યાપનની ક્રમિક પદ્ધતિથી
संहिता य पदं चेव, पयत्थो पयविग्गहो।।
चालणा य पसिद्धि य, छव्विहं विद्धि लक्खणं ॥ અધ્યયનની પદ્ધતિ છ પ્રકારની છે– (૧) સંહિતા (૨) પદ (૩) પદનો અર્થ (૪) પદનો વિગ્રહ (૫) ચાલના (૬) પ્રસિદ્ધિ. (૧) સંહિતા - અધ્યયનનો સૌ પ્રથમ ક્રમ છે–વર્ણ અથવા સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવો. શુદ્ધ ઉચ્ચારણ विन। वाइद्धं, वच्चामेलियं, हीणक्खर, अच्चक्खरं, पयहीणं, वियणहीणं, जोगहीणं, પોસહી વગેરે અતિચારના દોષો લાગે તો શ્રુતજ્ઞાનની આરાધના ન થઈ શકે પણ વિરાધના થાય. (૨) ૫૬ - શબ્દને પદ કહેવાય છે. સૂત્રમાં આવેલ પદો સુવા છે કે હિન્ત છે? અવ્યય છે કે ક્રિયાવિશેષણ છે? એ પ્રમાણે પદોને જાણવાં અનિવાર્ય છે. જ્યાં સુધી આ રીતે પદનું જ્ઞાન નહીં થાય ત્યાં સધી સત્રનું શુદ્ધ ઉચ્ચારણ થઈ શકે નહીં. માટે પદોની, શબ્દોની ઓળખાણ કરાવવી, એ અધ્યયન પદ્ધતિનો બીજો ક્રમ છે. (૩) પુલાઈ :- સત્રમાં જેટલા પદ કે શબ્દો હોય તેના અર્થનો બોધ કરવો. કરાવવો. શબ્દાર્થનો બોધ થવાથી જ સૂત્રનો ભાવાર્થ સમજી શકાય છે. જેમ કે રેવા = દેવતા,વિ = પણ, = તેને, નમંતિ = નમસ્કાર કરે છે, કાર્સ = જેનું, ધમ્મ = ધર્મમાં, તથા = સદા, મળો = મન લાગેલું છે. આ પ્રમાણે પદોના અર્થને શીખવાનો, જાણવાનો પ્રયાસ કરવો એ અધ્યયન પદ્ધતિનો ત્રીજો ક્રમ છે. તેને પદાર્થજ્ઞાન કહેવાય.
જ્યાં સુધી પ્રત્યેક પદ અને તેના અર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આગળના અધ્યયનમાં પ્રગતિ થઈ શકતી નથી. (૪) પવિપ્ર :-સંયુક્ત કે સંધિ થયેલા અથવા સમાસ થયેલા પદોનો વિગ્રહ કરવો, સમ્યક પ્રકારે સંધિ વિગ્રહ કરવો, સંધિ છોડવી, સંયુક્ત પદોને છૂટા પાડવા, એ અધ્યયનનું ચોથું અંગ છે. જેમ કેનવથત્યાત્માનમતિ નન્સી 1 એનો પદ વિગ્રહ કરવો જેમ કે– નનયંતિ + આત્માન + કૃતિ + નવી જે આત્માને આનંદિત કરે તેને નંદી કહેવાય છે. સારી રીતે પદોને છૂટા પાડવાથી વિભક્તિનું સાચું જ્ઞાન થઈ જાય છે, તેથી ખરેખર અર્થ સ્પષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જે લાંબા વાક્યો અને કઠિન શબ્દો હોય તેનો સીધો શબ્દાર્થ ન કરી શકાય ત્યારે તેનો પદવિગ્રહ કરવાનું શીખવવું જોઈએ. માટે અહીં શબ્દાર્થ પછી પદ વિગ્રહનો ક્રમ લેવાયો છે. (૫) વાવના :- પદવિગ્રહ કર્યા પછી મૂળ સૂત્રમાં અથવા અર્થમાં પ્રશ્ન અને તર્ક કરવાનો અભ્યાસ કરવો. જેમ કે પ્રસ્તુત સૂત્રનું નામ કોઈક પ્રતમાં હ્રસ્વ ઈકારમાં નત્રિ લખેલ છે અને કોઈક પ્રતમાં દીર્ઘ ઈકારમાં નવ્વી' લખેલ છે. વસ્તુતઃ શુદ્ધ શબ્દ કયો છે? નંદિ કે નંદી? તેની વ્યુત્પત્તિ કઈ ધાતુથી થઈ છે? એ બન્ને શબ્દ કયા લિંગમાં રૂઢ છે. આ પ્રમાણે શબ્દ વિષે પ્રશ્ન કરવો તેને શબ્દ ચાલના કહેવાય છે. આ આગમને નંદી શા માટે કહેલ છે? નંદી અને જ્ઞાનનો પરસ્પર શું સંબંધ છે? એ પ્રમાણે અનેક પ્રશ્નો અર્થ વિષે કરવામાં આવે તેને અર્થ ચાલના કહેવાય.