________________
૨૯૦ |
શ્રી નદી સૂત્ર
અવચૂર્ણિ, હિન્દી, ગુજરાતીમાં શબ્દાર્થ, ભાવાર્થ અને વિવેચન આદિ લખેલ છે. જિજ્ઞાસુઓના મનમાં આગમ પ્રત્યે રૂચિ જાગે, ભણવું અને ભણાવવાની પરંપરા અક્ષણ રહે, પોતાનો ઉપયોગ જ્ઞાનમાં પરોવાયેલ રહે એટલા માટે આગમની ખાસ જરૂર છે. ચતુર્વિધસંઘ તીર્થ પણ આગમના આધારે જ રહે છે. શ્રુતજ્ઞાનથી સ્વ અને પર બન્નેને લાભ થાય છે.
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે– આગમના અભ્યાસથી જ્ઞાનનો લાભ થાય છે, મન એકાગ્ર બને છે. શ્રુતજ્ઞાનથી ધર્મમાં સ્થિર રહી શકાય છે. જે સ્વયં ધર્મમાં સ્થિર રહે છે તે બીજાને પણ ધર્મમાં સ્થિર કરી શકે છે. માટે શ્રુતજ્ઞાન ચિત્તની સમાધિનું મુખ્ય કારણ છે. નંદી સૂત્ર અને જ્ઞાન :
નંદી સૂત્રનું જેવું નામ છે એવું જ એનું વર્ણન છે. પરંતુ આપણે જ્યારે "નંદી" એવું નામ ભણીએ અથવા સાંભળીએ ત્યારે બુદ્ધિ શીઘ્રતાથી એવો નિર્ણય નથી કરી શકતી કે આ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? નંદી અને જ્ઞાનનો પરસ્પર શું સંબંધ છે? જ્ઞાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું નામ નંદી શા માટે રાખ્યું હશે? આ રીતે અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં જોઈએ તો એવા કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ન મળે. હા, એ વાત અલગ છે કે કોઈને કોઈના પ્રશ્નોના ઉત્તર આપી શકવા માટે જ્ઞાન હોય છે અને કોઈને ન હોય.
"સુરિ સમૃદ્ધ" ધાતુથી નંદી શબ્દ બને છે. સમૃદ્ધિ દરેકને આનંદ દેનારી હોય છે, તે સમૃદ્ધિ બે પ્રકારની છે– દ્રવ્યસમૃદ્ધિ અને ભાવસમૃદ્ધિ.
૧) દ્રવ્યસંપત્તિ- જંગમ મિલ્કત, સ્થાવર મિલ્કત, કનક, રત્ન અને અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિને દ્રવ્યસમૃદ્ધિ કહેવાય. (૨) ભાવસંપત્તિ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ભાવસમૃદ્ધિ છે. દ્રવ્યસંપત્તિ નિસ્પૃહ વ્યક્તિને આનંદવર્ધક થતી નથી. પરંતુ જેનાથી અજ્ઞાનની સર્વથા નિવૃત્તિ થઈ જાય તે જ્ઞાનલાભ સર્વ માટે અવશ્યમેવ આનંદ વિભોર કરનાર બને છે. પૂર્વભવને યાદ કરાવનાર જાતિસ્મરણ આદિ જ્ઞાન કોઈને થાય તે એક સમૃદ્ધિ અથવા લબ્ધિ છે. તે પણ આનંદપ્રદ બને છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી પણ આ શાસ્ત્રનું નામ નંદી રાખેલ છે. જેમ અંધારી ગલીમાં ભટકતી વ્યક્તિને અકસ્માત દીપક મળી જાય તો, તેને પ્રસન્નતા ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાન પણ સ્વ–પર પ્રકાશક છે. તેનો લાભ થવાથી કોને હર્ષ ન થાય? જે શાસ્ત્રમાં સવિસ્તર પાંચ જ્ઞાનનું વર્ણન છે તે જ્ઞાનથી પણ આનંદની અનુભૂતિ થાય છે. જો તે જ્ઞાન આપણામાં ઉત્પન્ન થઈ જાય તો પછી કહેવાનું જ શું હોય? જ્ઞાન પણ આત્મામાં છે અને આનંદ પણ આત્મામાં છે. જે શાસ્ત્ર આત્માની અખંડ
જ્યોતિને જગાવે તેને નંદી (શાસ્ત્ર) કહેવાય છે. જ્યારે આત્મા ભાવસમૃદ્ધિથી સમૃદ્ધ બની જાય છે ત્યારે તે પૂર્ણ રૂપે સચ્ચિદાનંદ બની જાય છે તે નિઃસીમ આનંદનું જે અસાધારણ કારણ છે તેને નંદી સૂત્ર કહેવાય છે. એવો કોઈ નિયમ નથી કે આનંદ વ્યક્તિને જ્ઞાનવર્ધક હોય પરંતુ જ્ઞાન નિયમથી વ્યક્તિને આનંદવર્ધક જ હોય છે. આ કારણે દેવવાચકજીએ પ્રસ્તુત આગમનું નામ નંદી રાખેલ છે.