________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
| ૨૮૯ |
આચરણ કરવું, લોકોમાં ઉચ્ચ ક્રિયા દેખાડવી અને ગુપ્તપણે દોષોનું સેવન કરવું, આ પ્રકારે દોષોનું સેવન પ્રાય: માયાથી કરાય છે. જ્યારે શક્તિ અને ભાવનાને અનુરૂપ ક્રિયા કરવામાં આવે છે ત્યારે માયાનું સેવન થતું નથી. માયાનું ઉન્મેલન તો આલોચના કરવાથી થાય છે. (૨) નિદાનશલ્ય - રૂપ, બળ, સત્તા, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે, દેવત્વ અને વૈષયિક સુખની તૃપ્તિ માટે ઉપાર્જન કરેલ સંયમ અને તપના બદલામાં તે વસ્તુઓની મનથી માંગણી કરવી; ઉપર બતાવેલી વસ્તુની ઈચ્છા કરવી, દઢ સંકલ્પ કરવો, ભૌતિક સુખની આકાંક્ષા રાખવી એટલે તપ અને સંયમને તે વસ્તુઓ માટે મનમાં ને મનમાં જ વેચી નાંખવો; એ નિદાન શલ્ય કહેવાય છે. એ આત્માને જન્મ જન્માંતર સુધી કાંટાની જેમ બેચેન બનાવી દે છે. સમસ્ત આકાંક્ષાઓથી રહિત માત્ર કર્મથી મુક્તિ મેળવવાનું લક્ષ રાખવાથી આ નિદાન શલ્યથી બચી શકાય છે. (૩) મિથ્યાદર્શનશલ્ય - આ પણ એક પ્રકારનો આધ્યાત્મિક રોગ છે. તેનાથી આત્મા પ્રતિદિન બિમાર અને અશાંત રહે છે. એનાથી વૈરાગ્ય, સંયમ, તપ, સદાચાર, ધર્મ એ બધા નકામા થાય છે. તેનાથી બુદ્ધિમાં નાસ્તિકતા, હૃદયમાં કલુષિતા, વૈષયિક સુખમાં આસક્તિ થાય છે. આ મિથ્યાત્વ જીવને પ્રભુથી વિમુખ અને ધર્મથી વિરૂદ્ધ બનાવે છે. મિથ્યાદષ્ટિનું લક્ષ્યબિંદુ અર્થ અને કામ જ હોય છે, તે ક્યારેક તેની પ્રાપ્તિ માટે પુણ્યની સાધના પણ કરી લે છે, તે પણ સંસારવૃદ્ધિ કરનાર જ છે. એમ આ મિથ્યાત્વ પણ આત્મા માટે શલ્ય સમાન દુઃખદાઈ જ થાય છે. ત્રણે ય શલ્યો સંસારની અર્થાત્ ભવભ્રમણની વૃદ્ધિ કરાવનાર છે, પાપ પ્રવૃત્તિમાં જોડનાર છે અને દુર્ગતિ અપાવનાર છે.
આલોચના કરવાથી અને નંદી સૂત્રની આરાધના કરવાથી ઉપર બતાવેલ દરેક શલ્યો નીકળી જાય છે. જેમાં લાગી ગયેલા કાંટાને કાઢી નાંખવાથી શાંતિ થાય છે તેમ ત્રણ શલ્ય રૂપ કાંટાને કાઢી નાંખવાથી સમ્યગુદર્શનની અને ચારિત્રની આરાધના તથા આત્માજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વાર્થ સૂત્ર અ.૭, સૂત્ર ૧૩ માં કહ્યું છે "નિરાલ્યોnતી" શલ્ય નીકળે તો જીવ વ્રતોનો આરાધક બને છે અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
નદી સુત્ર અનંત સુખનો ભંડાર છે અને મોક્ષના સુખનું કારણ તેમજ સાધન છે, વિજયધ્વજનું અમોઘ સાધન છે અને દરેક પ્રકારના ભયથી મુક્ત બનાવે છે. આગમ ખરેખર દર્પણ છે જેનું અવલોકન કરવાથી પોતાનામાં છુપાયેલા અવગુણ સ્પષ્ટ દેખાય છે. આગમ આત્માને પરમાત્માપદની પ્રેરણા આપનાર પરમ ગુરુ છે. આગમજ્ઞાનથી મન અને ઈન્દ્રિયો શાંત અને સમાધિ ભાવમાં સ્થિર થઈ જાય છે.
આગમનું જ્ઞાન આત્માની અદ્ભુત શક્તિને જગાડે છે. નંદીસૂત્ર આત્માના ગુણોની સૂચી છે. તેનું અધ્યયન કરવાથી અંતઃકરણમાં વીતરાગતા પ્રગટે છે. ક્લેશ, મનની મલિનતા અને હિંસા વગેરે દુર્ગુણો સહજમાં શમી જાય છે.
આગમ અત્યંત ઉપયોગી છે એ દષ્ટિકોણને લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ યથાશક્ય આગમોને વિચ્છિન્ન થવા દીધા નહીં. જો શાસ્ત્રનો વિષય ગહન હોય, અધ્યયન અને અધ્યાપન કરનારાઓનું સમાધાન અને સ્પષ્ટીકરણ ન થઈ શકે તો તે આગમ કાલાંતરમાં સ્વતઃ વિચ્છિન્ન થઈ જાય છે. માટે તેઓએ ગહન વિષયને અને પ્રાચીન શબ્દાવલિઓને સુગમ અને સુબોધ બનાવવા માટે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ,