________________
૨૮૮ ]
શ્રી નદી સૂત્ર
અને લોકોત્તરિક, વ્યવહારિક અને પારમાર્થિક અથવા ભૌતિક અને આધ્યાત્મિક આનંદ પણ કહેવાય છે. એમાં પહેલા પ્રકારનો આનંદ ઔદયિકભાવમાં અંતર્ગત થાય પરંતુ બીજા પ્રકારનો આનંદ કર્મજન્ય અથવા ઉદય નિષ્પન્ન નથી. તે વસ્તુતઃ આત્માનો નિજગુણ છે.
એમાં દ્રવ્ય આનંદ, અલ્પકાલિક અને બકાલિક એમ બે પ્રકારનો છે- અલ્પકાલિક દ્રવ્ય આનંદ એક ક્ષણથી લઈને કરોડ પૂર્વ સુધી રહી શકે છે અને બહુકાલિક દ્રવ્ય આનંદ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી રહી શકે છે. આ આનંદનો આધાર બાહ્ય દ્રવ્ય છે. બાહ્ય દ્રવ્ય નિમિત્ત રૂપે છે. ઉપાદાનનું કારણ ઔદયિક ભાવ છે. એ કારણે તે સાદિ સાંત આનંદ કહેવાય છે.
ભાવાનંદમાં ઔદયિક ભાવની મુખ્યતા હોતી નથી. ભાવાનંદ પણ બે પ્રકારનો હોય છે– (૧) સાદિ–સાંત (૨) સાદિ-અનંત. જ્યાં સુધી સમ્યગુદષ્ટિ જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહે છે ત્યાં સુધી ભાવાનંદ ચાલુ જ રહે છે. જ્યારે પથમિક અને ક્ષાયોપથમિક ભાવમાં સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્રનો લાભ થાય છે ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. તે આનંદ સાદિ સાંત કહેવાય છે પરંતુ જ્યારે આત્મા પૂર્ણરૂપે ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરે છે ત્યારે તે જ આનંદ સાદિ અનંત કહેવાય છે. સાદિ અનંત ગુણ આત્મામાં સદાય એક સરખો રહે છે.
નંદી સૂત્ર પાંચ જ્ઞાનનું પરિચાયક હોવાથી શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપથમિક છે માટે તજ્જન્ય આનંદ પણ ક્ષાયોપથમિક હોવાથી સાદિ સાંત છે.પરંતુ એના દ્વારા સાદિ અનંત આનંદ તરફ પ્રગતિ કરાય છે. જ્યારે ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે આનંદ સાદિ અનંત બને છે. તે અનુપમ, અવિનાશી સદાકાળ ભાવી આનંદને નિત્યાનંદ પણ કહેવાય છે. નંદી સૂત્ર અભુત ચિંતામણિ રત્ન છે. જોકે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના આનંદનું અસાધારણ નિમિત્ત કારણ છે. કેમ કે સ્વાધ્યાય કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે તેનાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. પુણ્ય દ્રવ્ય-આનંદનું કારણ છે. સ્વાધ્યાય કરતી વખતે જે ભાવોની વિશુદ્ધિ થાય છે તે નિર્જરાનું કારણ બની જાય છે. નિર્જરાથી કર્મનો ભાર ઉતરે છે. આત્મા જેમ જેમ કર્મના ભારથી હળવો થતો જાય તેમ તેમ અપૂર્ણ આનંદ પૂર્ણતા તરફ વધતો જાય છે.
શ્રુતજ્ઞાન આત્માને સ્વસ્થ બનાવે છે. શ્રુતજ્ઞાન વિકારોને બાળનાર મહાતેજપુંજ છે. મુક્તિની સીડી પર ચડવા માટે શ્રુતજ્ઞાન સોપાન છે, સંસાર સાગરને પાર કરવા માટે સેતુ છે, આત્માને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે વિશુદ્ધ જળ છે. જિનવાણી એ દિવ્ય અને અનુપમ ઔષધિ છે. જે ભવરોગ અને કર્મરોગ બન્નેને નષ્ટ કરી દે છે. એ વૈષયિક સુખની વિરેચન કરનારી ઔષધ છે. જિનવચન ચિરકાળથી વ્યાપ્ત મોહરૂપ વિષને ઉતારનાર અમૃત છે. જોકે જન્મ–જરા મરણ તેમજ આધિ વ્યાધિને હરણ કરનાર અચૂક નુસખો (નોરવેલો છે. સર્વ દુઃખોને એકાંતિક અને આત્યંતિક ક્ષય કરનાર આ વિશ્વમાં કોઈ જ્ઞાન હોય તો તે આગમજ્ઞાન છે. પ્રસ્તુત નંદી સૂત્રમાં ઉપર્યુક્ત દરેક ઉપમાઓ અને દિવ્ય ઔષધિઓ ઘટિત થઈ જાય છે. આવા આ નંદી સૂત્રની સ્વાધ્યાય કરવાથી ચિત્ત એકાગ્ર થાય છે. તેથી સાધક ત્રણ ગુપ્તિના ધારક બને છે અને ત્રણ શલ્યને દૂર કરનાર બને છે. તે ત્રણ શલ્ય નીચે મુજબ છે (૧) માયાશલ્ય - વ્રતોમાં જેટલા અતિચાર લાગે, જે દોષોથી મૂળગુણ તથા ઉત્તરગુણ દૂષિત થાય છે, તેમાં માયાની મુખ્યતા હોય છે. કોઈની આંખમાં ધૂળ નાખીને વ્રતોને દૂષિત કરવા, ચારિત્રમાં કપટ યુક્ત