________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો.
૨૮૭ |
(૩) આદર -મંગલાચરણ કરવાથી ઈષ્ટદેવ અને ઉદ્દેશ્ય બન્ને પ્રતિ આદર વધે છે. જ્યાં બહુમાન છે ત્યાં અવિનય, અશાતના, અવહેલના થવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. પરંતુ સાધક દોષોથી સર્વથા સુરક્ષિત રહે છે. (૪) ઉપયોગ શઢિ - જ્યારે કોઈ પોતાના ઈષ્ટદેવના અસાધારણ ગુણોની સ્તુતિ કરે છે ત્યારે ઉપયોગ વિશુદ્ધ અને સ્વચ્છ બની જાય છે, તેમજ આત્મામાં પરમાત્મતત્ત્વ ઝળકી ઉઠે છે. (૫) નિર્જરા :- મંગલાચરણ કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય છે. જેમ તલાદિથી અતિ મલિન વસ્ત્રને સાબુ સોડામાં ભીંજવીને ધોવાથી ચિકાશ તેમજ મલિનતા બન્ને દૂર થઈ જાય છે એમ મંગલાચરણ કરવાથી કર્મની ચિકાશ અને કષાયની મલિનતા દૂર થઈ જાય છે. () અધિગમ (લોકોત્તર ભાવ) - મંગલાચરણ કરવાથી સમ્યકત્વનો લાભ થાય છે. જે સમ્યકત્વની ઉત્પત્તિનું વિશિષ્ટ નિમિત્ત હોય તેને અધિગમ કહેવાય અથવા વિજ્ઞાનને પણ અધિગમ કહેવાય છે. વિજ્ઞાનની વૃદ્ધિ અથવા અધિગમ એ મંગલાચરણનું કાર્ય છે. મંગલાચરણ તેનું નિમિત્ત કારણ છે. (૭) ભક્તિઃ -"મન સેવાયાં' ધાતુથી ભક્ત શબ્દ બને છે. જ્યારે મનમાં ભક્તિભાવની વૃદ્ધિ થાય છે ત્યારે તે ઈષ્ટદેવને સર્વસ્વ અર્પણ કરી દે છે. ભક્તિ પણ એક પ્રકારે આત્માની મસ્તી છે. જે તેમાં તલ્લીન થઈ જાય છે, તે બાહા ભાવોથી અને મોહ-મમતાથી દૂર રહે છે. મંગલાચરણથી ભક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. જ્ઞાન અને વિવેક સાથેની ભક્તિ એ આત્મા માટે કલ્યાણકારી છે. (૮) પ્રભાવના:- જેનાથી બીજા પર પ્રભાવ પડે, જે બીજાને માર્ગ પ્રદર્શન કરે, તેને પ્રભાવના કહેવાય છે. મંગલાચરણ મનથી પણ કરી શકાય છે, ધ્યાન વડે પણ કરી શકાય છે અને સ્મરણથી પણ કરી શકાય છે. મંગલાચરણ લિપિબદ્ધ કરવાની જે પરંપરા છે તે દેહલી દીપક ન્યાયને ચરિતાર્થ કરે છે અને તે સ્વ–પર પ્રકાશક છે. તેમાં આપણું કલ્યાણ અને બીજા માટે માર્ગ પ્રશસ્ત બને છે. મંગલાચરણની પરંપરા અવિચ્છિન્ન રાખવી એ આચાર્યનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી ભવિષ્યમાં શિષ્ય પ્રશિષ્ય પણ એ માર્ગનું અનુસરણ કરે તેમજ મંગલાચરણથી પ્રભાવના પણ થાય છે.
મંગલાચરણ કરવાથી જીવને ઉપર્યુક્ત આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે માટે લોકોત્તર ભાવમંગલ સર્વ અપેક્ષાએ લાભકારી જ છે અને લૌકિક મંગલનો અહીં પ્રસંગ નથી. કારણ કે અહીં નંદી સૂત્રના આદિ મંગલરૂપ પચાસ ગાથાની ચર્ચા છે. તે ગાથાઓ લોકોત્તરભાવ મંગલ રૂપ છે. તીર્થકરો, ગણધરો અને શ્રમણો વગેરે પંચ પરમેષ્ટી લોકોત્તર મંગલ છે. પરિશિષ્ટ-ર નિંદી સૂત્રનું મહાભ્યો
કોઈ પણ વ્યક્તિ નિપ્રયોજન કોઈ પણ કાર્ય કરતી નથી. દરેક કાર્ય કરવાની પાછળ કંઈક ઉપલબ્ધિનો હેતુ સ્પષ્ટ કે અસ્પષ્ટ હોય જ છે.
તો પ્રશ્ન થાય કે નંદી સૂત્રનું અધ્યયન કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય? તેનો ઉત્તર આ શાસ્ત્રનું પવિત્ર નામ પોતે જ આપે છે કે જે શાસ્ત્ર પરમાનંદ પ્રાપ્તિનું કારણ હોય તેને નંદી કહે છે. નંદી એટલે આનંદ. આનંદના બે પ્રકાર છે– (૧) દ્રવ્ય આનંદ (૨) ભાવ આનંદ. એને બીજા શબ્દોમાં લૌકિક