________________
૨૮૦
(૭) રેંક :- નિર્ણય કરેલા સારરૂપ નિર્મળ જ્ઞાનને ધારણ કરીને રાખે છે.
=
શ્રી નંદી સૂત્ર
(૮) જોરૂ વા સમ્મ :- જ્ઞાનના દિવ્ય પ્રકાશથી જ શ્રુતજ્ઞાની ચારિત્રની સમ્યક્ આરાધના કરી શકે છે. શ્રુતજ્ઞાનની અંતિમ સફળતા એ જ છે કે સન્માર્ગ પર ચાલીને ચારિત્રની સમ્યક્ આરાધના કરતાં કર્મો પર વિજય મેળવે.
બુદ્ધિના એ દરેક ગુણ ક્રિયારૂપ છે, કેમ કે ગુણ ક્રિયા દ્વારા જ વ્યક્ત થાય છે એવું આ ગાળામાં જાણવા મળે છે.
શ્રવણવિધિના પ્રકાર :– શિષ્ય અથવા જિજ્ઞાસુ જ્યારે અંજલિબદ્ધ થઈને વિનયપૂર્વક ગુરુની સમક્ષ સૂત્ર અને અર્થ સાંભળવા માટે બેસે ત્યારે કેવી રીતે સાંભળવું જોઈએ ? સૂત્રકારે એ વિધિનો પણ ગાથામાં ઉલ્લેખ કર્યો છે, કેમ કે વિધિપૂર્વક સાંભળે નહિ તો જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને સાંભળેલું વ્યર્થ ચાલ્યું જાય છે. શ્રવણવિધિ આ પ્રમાણે છે.
(૧) મૂત્ર :- ગુરુદેવ અથવા આચાર્ય ભગવંત જ્યારે સૂત્ર અને અર્થ સંભળાવતા હોય ત્યારે પ્રથમ શ્રવણના સમયે શિષ્યે મૌન ધારણ કરી ગુરુના વાક્યને ચિત્ત દઈને સાંભળવું જોઈએ. આ શ્રવણનો પ્રથમ ગુણ છે.
(૨) કુંજર :- શ્રવણ કરતા સમયે જ્યાં આવશ્યક હોય ત્યાં શિષ્ય વચ્ચે-વચ્ચે પ્રસન્નતાપૂર્વક "હુંકાર" કરવો જોઈએ. આ શ્રવણનો બીજો ગુણ છે.
(૩) ચાહુંTR :- સૂત્ર અને અર્થ ગુરુ પાસેથી સાંભળતી વખતે કહેવું જોઈએ– 'ગુરુદેવ ! આપે જે કંઈ કહ્યું છે તે સત્ય છે ' અથવા 'તહત્તિ' શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. આ શ્રવણનો ત્રીજો ગુણ છે.
(૪) પચિપુડ્ :- જ્યાં ક્યાંય સૂત્ર અને અર્થ ન સમજાય અથવા સાંભળવાનું રહી જાય તો વચ્ચે–વચ્ચે આવશ્યકતા પ્રમાણે પૂછી લેવું જોઈએ પણ નિરર્થક તર્ક–વિતર્ક કરવો નહીં. આ શ્રવણનો ચોથો ગુણ છે. (૫) વીમંસા :- શ્રવણ સમયે શિષ્ય માટે આવશ્યક છે કે ગુરુદેવના વચનનો આશય સમજીને તેના વચનો પર ધ્યાન દઈને વિચારણા કરે. આ શ્રવણનો પાંચમો ગુણ છે.
(૬) પસાય :- શ્રવણ સમયે શિષ્ય સાંભળેલા શ્રુતને પ્રસંગાનુસાર ઊંડાણથી પારાયણ કરે તો તે શિષ્ય પારગામી બની જાય છે, તેમજ તેને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થાય છે. આ શ્રવણનો છઠ્ઠો શ્રેણ છે.
(૭) પરિષિદા :- પરમ નિષ્ઠા, આસ્થાથી શ્રુત અને તેના તાત્પર્યાર્થને ધારણ કરતાં નિષ્ઠિતાર્થ થઈ જાય અને શ્રુતપરાયણ બનીને ગુરુની જેમ સૈદ્ધાંતિક વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ બની જાય છે. માટે પ્રત્યેક જિજ્ઞાસુઓએ આગમ-શાસ્ત્રનું અધ્યયન વિધિપૂર્વક જ કરવું જોઈએ.
સૂત્રાર્થ વાચના વિધિ :– આચાર્ય, ઉપાધ્યાય કે બહુશ્રુત ગુરુ માટે પણ આવશ્યક છે કે તે શિષ્યને સર્વ