________________
દ્વાદશાગ પરિચય
| ૨૭૯ |
બુદ્ધિ ચેતનાની ઓળખાણ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વતઃ ચેતનારૂપ છે. તે સદા કોઈને કોઈ ગુણ અથવા અવગુણને ધારણ કર્યા કરે છે. સ્પષ્ટ છે કે જેની બુદ્ધિ ગુણગ્રાહી છે તે જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. પૂર્વધર અને ધીર પુરુષોનું કથન છે કે– પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ બતાવનાર અને યથાર્થ શિક્ષા દેનાર શાસ્ત્રોનું જ્ઞાન મુમુક્ષુ અથવા જિજ્ઞાસુઓને ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બુદ્ધિના આઠ ગુણો સહિત વિધિપૂર્વક તેનું અધ્યયન કરે. ગાથામાં આગમ અને શાસ્ત્ર એ બન્નેનો એક પદમાં ઉલ્લેખ કર્યો છે. અહીં એ જાણવું આવશ્યક છે કે– જે આગમ છે તે નિશ્ચયથી શાસ્ત્ર પણ છે પરંતુ જે શાસ્ત્ર છે તે આગમ ન પણ હોય, જેમ કે– અર્થશાસ્ત્ર, કોકશાસ્ત્ર આદિને શાસ્ત્ર કહેવાય પરંતુ તેને આગમ ન કહેવાય. ધીર પુરુષો તેને કહેવાય કે જેઓ વ્રતોનું નિરતિચાર પાલન કરતાં થકાં ઉપસર્ગોપરીષહોથી ક્યારે ય વિચલિત થાય નહીં.
બુદ્ધિના ગુણ :- બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. શ્રુતજ્ઞાન આત્માનું એવું અનુપમ ધન છે, જેના સહયોગથી તે સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે અને તેના અભાવમાં આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં જન્મમરણ આદિ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. માટે પ્રત્યેક મુમુક્ષુએ બુદ્ધિના આઠ ગુણો ગ્રહણ કરીને સમ્યક કૃતના અધિકારી બનવું જોઈએ. તે ગુણ નીચે પ્રમાણે છે. (૧) સસસ :- શુશ્રષાનો અર્થ છે– સાંભળવાની ઈચ્છા અથવા જિજ્ઞાસા. શિષ્ય અથવા સાધક સર્વ પ્રથમ વિનયપૂર્વક પોતાના ગુરુના ચરણોમાં વંદના કરીને તેઓશ્રીના મુખારવિંદથી કલ્યાણકારી સૂત્ર અને અર્થ સાંભળવાની જિજ્ઞાસા વ્યક્ત કરે. તેના સાન્નિધ્યમાં શાસ્ત્રાર્થ પ્રાપ્ત કરે.
(૨) પહપુચ્છ :- સૂત્ર અને અર્થ સાંભળીને કદાચિત્ કોઈ શંકા ઉત્પન્ન થાય તો વિનયપૂર્વક મધુર વચનોથી ગુરુના ચિત્તને પ્રસન્ન કરીને, ગૌતમ સ્વામીની જેમ પ્રશ્ન પૂછીને પોતાની શંકાનું નિરાકરણ કરે. શ્રદ્ધાપૂર્વક પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરવાથી તર્કશક્તિ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન નિર્મળ બને છે.
(૩) ગુરૂ :- પ્રશ્ન પૂછવાથી ગુરુજનો જે ઉત્તર આપે તેને ધ્યાનપૂર્વક સાંભળે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી વિનય સહિત ગુરુ પાસેથી સમાધાન પ્રાપ્ત કરે. તેઓશ્રીની વાત ધ્યાન દઈને સાંભળે પરંતુ વિવાદમાં પડીને ગુરુના મનને દુઃખિત ન કરે.
(૪) frફ - સૂત્ર અને અર્થને તેમજ ગુરુદેવે કરેલા સમાધાનને હૃદયમાં ધારણ કરીને રાખે. જો એમ ન કરે તો સાંભળેલું જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે. (૫) દg :- હદયંગમ કરેલા જ્ઞાન પર વારંવાર ચિંતન-મનન કરે, તેમ કરવાથી, જ્ઞાન એ મનનો વિષય બની શકે છે. ધારણાને દઢત્તમ બનાવવા માટે પર્યાલોચન આવશ્યક છે.
() અપોદ :- પ્રાપ્ત કરેલા જ્ઞાન પર ચિંતન-મનન કરીને તત્ત્વોનો નિર્ણય કરી શ્રદ્ધા સાથે જ્ઞાનને દઢ
કરે.