________________
શ્રી નંદી સૂત્ર
સ્વીકાર કરે. (૭) ત્યારબાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યરૂપે ધારણ કરે. (૮) પછી ગુરુના કહેવા મુજબ પ્રતિપાદન કરે અને તેના અનુસાર આચરણ કરે. આ બુદ્ધિની વૃદ્ધિના આઠ ગુણો છે.
૨૦૮
(૧) શિષ્ય મૌન રહીને સાંભળે. (૨) પછી હુંકાર ("જી હાં " એમ) કહે. (૩) ત્યારબાદ "આ એમ જ છે જેમ ગુરુદેવે કહ્યું છે” એ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. (૪) ત્યાર બાદ કદાચ શંકા હોય તો ગુરુદેવને પૂછે કે "આનો અર્થ શું છે ?" (૫) પછી મીમાંસા કરે અર્થાત્ વિચાર કરે. (૬) ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગ વડે શિષ્ય પારગામી બની જાય છે. (૭) ત્યાર બાદ તે ચિંતન–મનન વડે ગુરુ જેમ કહે તેમ ભાષણ અને શાસ્ત્રની પ્રરૂપણા કરે. આ શાસ્ત્ર સાંભળવાની ઉત્તમ વિધિ છે.
આચાર્યાદિ વડે પ્રથમ વાચનામાં શિષ્યને સૂત્ર અને અર્થ કહેવાય છે; બીજીવારમાં સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું કથન કરાય છે; ત્રીજીવારની વાચનામાં પ્રશ્ન-સમાધાન સાથે વિસ્તારથી સંપૂર્ણ વ્યાખ્યા સમજાવવામાં આવે છે. આ પ્રમાણે અનુયોગની એટલે કે શિષ્યને શાસ્ત્રાર્થ ભણાવવાની વિધિ હોય છે. તાત્પર્ય એ છે કે આ પ્રકારે યોગ્ય શિષ્યોને ત્રણ વારમાં દરેક સૂત્રની સંપૂર્ણ અર્થ પરમાર્થ સહિત વાચના કરાવવાની ફરજ તેના ગુરુ, વડીલ કે આચાર્ય—ઉપાધ્યાયની હોય છે.
આ પ્રમાણે અંગપ્રવિષ્ટ અને અંગબાણ શ્રુતનું વર્ણન પૂર્ણ થયું. તેની સાથે આ શ્રુતજ્ઞાનનો વિષય પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થતાં આ પરોક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે શ્રી નંદી સૂત્ર પણ પરિપૂર્ણ થયું.
વિવેચન :
આ ગાથાઓમાં પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનનો ઉપસંહાર કર્યો છે,પછી ત્રણ ગાથાઓમાં શ્રદ્ધા, શ્રવણ, મનનની શિક્ષા આપવામાં આવી છે અને પાંચમી ગાથામાં વાચના દેવાની વિધિ બતાવી છે. અંતમાં શ્રુતજ્ઞાન સાથે નંદી સૂત્ર પૂર્ણ થવાની સૂચના છે હું નવી શબ્દો વડે કરી છે.
સામાન્ય રીતે શ્રુતના મૂળ ભેદ ચૌદ છે, પછી ભલે તે શ્રુત સમ્યક્ જ્ઞાનરૂપ હોય અથવા અજ્ઞાનરૂપ । (મિથ્યાજ્ઞાન) હોય. આ શ્રુત એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય છદ્મસ્થ સુધીના દરેક જીવોમાં મળે છે.
શ્રુતજ્ઞાન કોને કહેવાય ? :– આચાર્ય અથવા ગુરુ શ્રુતજ્ઞાન આપે ત્યારે તેઓએ પણ ધ્યાન રાખવાનું કે શિષ્ય સુપાત્ર છે કે કુપાત્ર. સુપાત્ર શિષ્ય પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પર કલ્યાણના કાર્યમાં જોડાઈ જાય છે. તે જ શાસ્ત્રજ્ઞાનના સાચા અધિકારી હોય છે. પરંતુ કુપાત્ર અથવા કુશિષ્ય તે જ્ઞાનનો દુરુપયોગ કરીને પ્રવચન અથવા જ્ઞાનની અવહેલના કરે છે. જેમ સર્પ દૂધ પીને તેને ઝેર રૂપે પરિણત કરી દે છે એમ અવિનીત, રસલોલુપી, શ્રદ્ધાવિહીન અને અયોગ્ય શિષ્ય શ્રુતજ્ઞાનનો પરિણમન ઉલટી રીતે કરે છે, માટે તે શ્રુતનો અનધિકારી હોય છે. એવા શિષ્યોને શિક્ષા સંસ્કાર વડે શ્રુતના અધિકારી બનાવવાનો પ્રયત્ન કરાય છે. પરંતુ જે શિષ્ય હઠાગ્રહી સ્વચ્છંદી અને ગુરુ પ્રત્યે મત્સર ભાવ કે દ્વેષ ભાવ રાખનારા હોય છે તે શ્રુતજ્ઞાનના સર્વથા અનધિકારી હોય છે.