________________
દ્વાદશાંગ પરિચય
૨૮૧ |
પ્રથમ સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર અને અર્થ શિખડાવે. ત્યાર બાદ તે આગમના શબ્દોની નિયુક્તિ દેખાડે. ત્રીજીવાર ફરી એ જ સૂત્રની વૃત્તિ-ભાગ્ય, ઉત્સર્ગ–અપવાદ અને નિશ્ચય-વ્યવહાર એ દરેકના આશય નય, નિક્ષેપ, પ્રમાણ અને અનુયોગદ્વાર આદિ વિધિ વડે વ્યાખ્યા સહિત તેનો અભ્યાસ કરાવે. આ રીતે દરેક સુત્રોનો અભ્યાસ કરાવવાથી ગુરુદેવ શિષ્યને શ્રુતમાં પારંગત બનાવી શકે છે.
આ પ્રમાણે નંદી સૂત્રમાં સમસ્ત જ્ઞાનનું વર્ણન છે. જ્ઞાન માટે વિનય–ભક્તિની આવક્તા હોય છે. તેથી આ સૂત્રના પ્રારંભમાં સ્તુતિ પ્રકરણ છે. તેના પછી પાંચ જ્ઞાનના પ્રકરણ પહેલા શાસ્ત્રશ્રવણના અધિકારીનું કથન છે અને પાંચ જ્ઞાનના સંપૂર્ણ વર્ણન પછી પણ આ અંતિમ સૂત્રમાં ગાથાઓના માધ્યમથી શ્રુતજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. જેની સાથે ગુરુ કે વાચનાદાતા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ યોગ્ય શિષ્યને ક્રમથી વિધિપૂર્વક દરેક શાસ્ત્રની વાચના પહેલા ટૂંકમાં અને પછી વિસ્તારથી પરિપૂર્ણ કરાવવી જોઈએ. તેથી તેઓ પોતે યોગ્ય શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ શિષ્યો વડે સંપન્ન થઈ જાય અને જિનશાસનની પણ મહાન પ્રભાવના થાય.
આ રીતે આ નંદી સુત્ર શિષ્યો માટે, ગુરુ માટે અને જિનશાસન માટે ઘણું જ આનંદકારી અને કલ્યાણકારી તેમજ મંગલકારી છે. કેમ કે એમાં આત્માના નિજગુણ સ્વરૂપ જ્ઞાનનું જ બધું વર્ણન છે. માટે દરેક કલ્યાણના ઈચ્છુક સાધકને આ સૂત્રનું અધ્યયન અને સમાચરણ કરવું જોઈએ. નંદી સૂત્ર વ્યવહારપરંપરામાં સાતસો(૭૦૦) શ્લોક પરિમાણ કહેવામાં આવે છે. પરંતુ લાડનૂથી પ્રકાશિત આ સૂત્રના અંતમાં શાસ્ત્રનું અક્ષર પરિમાણ ૧૯૯૪૧ કહેલ છે. તેનું શ્લોક પરિમાણ દ૨૩ તથા અવશેષ અક્ષર પાંચ કહ્યા છે.
શ્રુતજ્ઞાન
અંગપ્રવિષ્ટ (૧૨) અંગસૂત્ર
અંગબાહ્ય
આવશ્યકશ્રુત
આવશ્યકવ્યતિરિકતશ્રુત
કાલિકશ્રુત અનેક ભેદ
ઉત્કાલિકશ્રુત અનેકભેદ
૧. આચારાંગસૂત્ર ૨. સૂયગડાંગસૂત્ર ૩. ઠાણાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર ૫. ભગવતીસૂત્ર ૬. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર ૭. ઉપાસકદશાંગસૂત્ર ૮.અંતગડસૂત્ર ૯.અનુત્તરોપપાતિકસૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧.વિપાકસૂત્ર ૧૨. દૃષ્ટિવાદસૂત્ર
૧. સામાયિક ૨. ચતુર્વિશતિસ્તવ ૩. વંદના ૪. પ્રતિક્રમણ ૫. કાયોત્સર્ગ ૬. પ્રત્યાખ્યાન
પરિકર્મ (૭)
સૂત્ર (રર)
પૂર્વગત (૧૪પૂર્વ)
અનુયોગ
ચૂલિકા
મૂળપ્રથમાનુયોગ
ગંડિકાનુયોગ