________________
દ્વાદશાંગ પરિચય
[ ૨૭૧ |
અહેતુ, અનંત કારણ, અનંત અકારણ, અનંત જીવ, અનંત અજીવ, અનંત ભવસિદ્ધિક, અનંત અવ્યવસિદ્ધિક, અનંત સિદ્ધ, અનંત અસિદ્ધનું કથન કરેલ છે.
ભાવ અને અભાવ, હેતુ અને અહેતુ, કારણ અને અકારણ, જીવ અને અજીવ, ભવ્ય અને અભિવ્ય, સિદ્ધ અને અસિદ્ધ. એ રીતે સંગ્રહણી ગાથારૂપે ઉક્ત વિષયોનું સંક્ષેપમાં પુનર્કથન કરેલ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બાર અંગ રૂપ ગણિપિટકમાં અનંત સદ્ભાવોનું અને એના પ્રતિપક્ષી અનંત અભાવરૂપ પદાર્થોનું વર્ણન કરેલ છે. દરેક પદાર્થ પોતાના સ્વરૂપે સરૂપ હોય છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અસરૂપ છે. જેમ કે- જીવમાં અજીવત્વનો અભાવ અને અજીવમાં જીવત્વનો અભાવ. હેતુ અહેતુ -હેતુ અનંત છે અને અહેતુ પણ અનંત છે. ઈચ્છિત અર્થની જિજ્ઞાસામાં જે સાધન હોય તેને હેતુ કહેવાય અને અન્ય અહેતુ કહેવાય છે. કારણ અકારણ:- ઘટ અને પટ સ્વગુણની અપેક્ષાએ કારણ છે અને પરગુણની અપેક્ષાએ અકારણ છે. જેમ કે– ઘડાનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે. બીજા પણ નિમિત્ત હોય છે. જેમ કે- દંડ, ચક્ર, ચીવર તેમજ કુંભાર આદિ. એવી જ રીતે પટનું ઉપાદાન કારણ તંતુ, તાણાવાણા, ખટ્ટી આદિ તેમજ વણકર વગેરે નિમિત્ત કારણો હોય છે. તેના સિવાય બીજા સાધન અકારણ હોય છે. જેમ કે–
ઘટ નિજ ગુણોની અપેક્ષાએ કારણ અને પટના ગુણોની અપેક્ષાએ અકારણ અને પટ પોતાના નિજણોની અપેક્ષાએ કારણ અને ઘટના ગુણોની અપેક્ષાએ અકારણ હોય છે.
સારાંશ એ છે કે દ્વાદશાંગ ગણિપિટકમાં પૂર્વોક્ત આ દરેકનું વિસ્તૃત વર્ણન હોય છે. દ્વાદશાંગ ધૃતની વિરાધનાનું કુફળ :| २८ इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरत संसारकतारं अणुपरियट्टिसु ।।
इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकंतारं अणुपरियट्टति ।।
इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकतारं अणुपरियट्टिस्संति । શબ્દાર્થ :- તણાને = અતીતકાળમાં, આળાપ = આજ્ઞાની, વિરદત્ત = વિરાધના કરીને, વીસરત = ચાર ગતિરૂપ, સલાર વતાર = સંસારરૂપ કંતારમાં, અનુપરઢિંગુ = પરિભ્રમણ કર્યું,