________________
૨૭૨ ]
શ્રી નંદી સૂત્ર
પડુખ્યUાવા = વર્તમાનકાળમાં, રત્તા નવા = પરિમિત જીવ, અનુયતિ = પરિભ્રમણ કરે છે, અળાઈ વાતે = અનાગતકાળમાં, ભવિષ્યમાં, અનુપરવાસંતિ = પરિભ્રમણ કરશે. ભાવાર્થ :- આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર કંતારમાં ભ્રમણ કર્યું.
આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવો વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે.
આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની આગામી કાળમાં અનંત જીવો વિરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કંતારમાં પરિભ્રમણ કરશે.
વિવેચન :
આ સૂત્રમાં વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ફળ બતાવ્યું છે. જે જીવોએ અર્થાતુ મનુષ્યોએ દ્વાદશાંગ ગણિપિટકની વિરાધના કરી હતી, કરે છે અને ભવિષ્યમાં કરશે તેઓ ચતુર્ગતિરૂપ સંસાર કાનનમાં અતીતકાળમાં ભટક્યાં, વર્તમાનમાં વિવિધ પ્રકારના સંકટોથી ગ્રસ્ત છે અને અનાગત કાળમાં ભવ–ભ્રમણ કરશે. માટે "બાબા વિરહિ" સૂત્રમાં આ પદ આપ્યું છે. શાસ્ત્રમાં સંસારી જીવોના હિતાર્થે જે કંઈ કથન કરાય છે તે જ આજ્ઞા કહેવાય છે, માટે દ્વાદશાંગ ગણિપિટક જ આજ્ઞા છે. આજ્ઞાના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સૂત્ર આજ્ઞા (૨) અર્થ આજ્ઞા (૩) ઉભય આજ્ઞા. (૧) જે અજ્ઞાન તથા અસત્ય હઠથી અન્યથા સૂત્ર ભણે અર્થાત્ સૂત્રનો ઉલટો અર્થ લોકોને સમજાવે તેને સૂત્ર આજ્ઞા વિરાધક કહેવાય, જેમ કે જમાલિકુમાર.
(૨) દુરાગ્રહના કારણે જે વ્યક્તિ દ્વાદશાંગની અન્યથા પ્રરૂપણા કરે અર્થાતુ અભિનિવેશને વશ થઈને સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરે તેને અર્થ આજ્ઞા વિરાધક કહ્યા છે, જેમ કે ગોષ્ઠામાહિલ આદિ. (૩) જે શ્રદ્ધાવિહીન પ્રાણી દ્વાદશાંગના શબ્દો અને અર્થ બન્નેનો ઉપહાસ કરે અર્થાત્ સૂત્રની અવજ્ઞાપૂર્વક વિપરીત કાર્ય કરે તેને ઉભય આજ્ઞા વિરાધક કહેવાય છે. એવા જીવો ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે.
આ રીતે ઉત્સુત્ર પ્રરૂપણા અનંત સંસારી અથવા અભવ્યજીવ જ કરી શકે છે. જે ધર્માચાર્યની આજ્ઞાનું પાલન નથી કરતા તેઓ પણ દ્વાદશાંગીના વિરાધક કહેવાય છે.
દ્વાદશાંગ-આરાધનાનું સુફળ - | २९ इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरत संसारकतार वीइवइंसु ।