________________
| ૨૭૦ |
શ્રી નંદી સૂત્ર
અંગની અપેક્ષાએ દષ્ટિવાદ એ બારમું અંગ છે. તેનો એક શ્રુતસ્કંધ છે અને તેમાં ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુ-અધ્યયન વિશેષ, સંખ્યાત ચૂલિકા વસ્તુ, સંખ્યાત પ્રાભૃત, સંખ્યાત પ્રાભૃતપ્રાકૃત, સંખ્યાત પ્રાભૃતિકાઓ, સંખ્યાત પ્રાભૃતિકાપ્રાભૃતિકાઓ, તે પરિમાણમાં સંખ્યાત પદ સહસ છે. તેમાં અક્ષર સંખ્યાત અને અનંત ગમ– અર્થ છે; અનંત પર્યવ, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત અશાશ્વત નિબદ્ધ, નિકાચિત જિનપ્રણિત ભાવ તેમાં સામાન્ય રૂપે કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટતા કહેલ છે.
દષ્ટિવાદનો અધ્યેતા તદ્રુપ થઈ જાય છે. ભાવોનો યથાર્થ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા દષ્ટિવાદનું આ સ્વરૂપ છે, આ પ્રકારે તે વિખ્યાત અને વિજ્ઞાન છે તથા તેમાં આ રીતે ચરણ કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ દષ્ટિવાદ અંગ સૂત્રનું વર્ણન છે.
વિવેચન :
આ દષ્ટિવાદ અંગમાં પણ અન્ય અંગની જેમ પરિમિત વાચનાઓ અને સંખ્યાત અનુયોગદ્વાર છે. પરંતુ આમાં વસ્તુ પ્રાભૃત, પ્રાભૃતપ્રાભૃત અને પ્રાભૂતિકાઓ આદિ વિભાગ વિશેષ છે. પૂર્વોમાં જે મોટા મોટા અધિકાર છે તેને વસ્તુ કહેવાય છે, તેનાથી નાના પ્રકરણને પ્રાભૃત અથવા પ્રાભૃત-પ્રાભૃત કહેવાય અને તેનાથી પણ નાના પ્રકરણને પ્રાકૃતિકા કહેવાય છે.
આ અંગ દરેક અંગથી અધિક વિશાળ છે. તોપણ તેના અક્ષરોની સંખ્યા સંખ્યાત જ છે પરંતુ તે સંખ્યા બહુ વિશાળ છે.
પૂર્વમાં જે વિષયનું નિરૂપણ કરેલ હોય તેને અમુક ગાથાઓમાં સંકલિત કરનારી ગાથાઓને સંગ્રહણી ગાથાઓ કહેવાય છે. દ્વાદશાંગનો ઉપસંહાર - | २७ इच्चेइयम्मि दुवालसंगे गणिपिडगे अणंता भावा, अणंता अभावा, अणंता हेऊ, अणंता अहेऊ, अणंता कारणा, अणंता अकारणा, अणंता जीवा, अणंता अजीवा, अणंता भवसिद्धिया, अणंता अभवसिद्धिया, अणंता सिद्धा, अणंता असिद्धा पण्णत्ता ।
भावमभावा हेऊमहेऊ कारणमकारणे चेव ।
जीवाजीवा भविय अभविया सिद्धा असिद्धा य ॥ ભાવાર્થ :- આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત જીવાદિભાવ, અનંત અભાવ, અનંત હેતુ, અનંત